Rajkot : રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની તબિયત લથડી
Rajkot : રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની તબિયત લથડી. રામ મોકરિયા (Ram Mokaria)રાજકોટ(Rajkot)થી ગ્રામ્ય વિસ્તારમાં પ્રવાસે જતા હતા ત્યારે તબિયત લથડતા રસ્તામાં તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા છે. આટકોટની કે.ડી. પરવાડિયા હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
હોસ્પિટલમાં કરાયા દાખલ
મળતી માહિતી અનુસાર, રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા રાજકોટથી અમરેલી પરસોત્તમ રૂપાલાને મળવા જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં જ રામભાઈ મોકરિયાની તબિયત લથડી હતી. જેથી તેઓને તાત્કાલિક આટકોટની કે.ડી પરવડિયા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અંગેની જાણ થતાં જ ભાજપના આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.
પરસોત્તમ રૂપાલાએ પૂછયા ખબર અંતર
ગુજરાતના રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ આજે વહેલી સવારે પત્ની સાથે મતદાન કર્યુ હતું. સાથે જ તેમણે ફરી એક વખત નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી બનાવવા લોકોને અપીલ કરી હતી. મતદાન બાદ રામ મોકરિયા રાજકોટથી અમરેલી જવા નીકળ્યા હતા, તેઓ પરસોત્તમ રૂપાલાને મળવા જવા નીકળ્યા હતા. પરંતું તે પહેલા જ રામ મોકરિયાની રસ્તામાં તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં ખસેડાયા હતા. રામ મોકરિયાને આટકોટ કે.ડી પરવાડિયા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ત્યારે અમરેલીથી પરસોત્તમ રૂપાલાએ હોસ્પિટલ આવી ખબર અંતર પૂછ્યા હતા.
દેવુસિંહ દિનશા પટેલને મતદાન બુથ ઉપર લઈ ગયા
ખેડા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ પોતાના મતનો ઉપયોગ કર્યા બાદ આ મતદાન કેન્દ્ર ઉપર આવી પહોંચેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલના આર્શીવાદ લીધા હતા. આ ઉપરાંત પૂર્વ મંત્રી કારમાંથી ઉતરતા હતા, ત્યારે ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે પોતાનો હાથના ટેકે દિનશા પટેલને મતદાન બુથ ઉપર લઈ ગયા હતા.
આ પણ વાંચો - Gujarat : પરિમલ નથવાણી અને ગૌતમ અદાણીએ પણ કર્યું મતદાન
આ પણ વાંચો - Lok Sabha Election 2024 : ત્રીજા તબક્કાનું મતદાન ચાલુ, 11 વાગ્યા સુધીમાં સરેરાશ 25.41 ટકા મતદાન…
આ પણ વાંચો - VADODARA : રાજવી પરિવારે મતદાન કર્યું, જાણો રાજમાતાએ શું કહ્યું