Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બેશરમ પોલીસ! RAJKOT આગકાંડનો આરોપી ભાગી ગયો, તેના હમશકલને ઝડપી લીધો

TRP Game Zone Big Breaking: તાજેતરમાં Rajkot ના કાલાવડ રોડ પર આવેલા TRP Game Zone માં થયેલા અગ્નિકાંડને લઈ વધુ એક ચોંકાવનાર ખુલાસો સામે આવ્યો છે. ત્યારે ફરી એકવાર રાજ્ય પોલીસની અસફળતા ગુજરાતની જનતા સામે આવી છે. ત્યારે હાલમાં પોલીસે...
બેશરમ પોલીસ  rajkot આગકાંડનો આરોપી ભાગી ગયો  તેના હમશકલને ઝડપી લીધો

TRP Game Zone Big Breaking: તાજેતરમાં Rajkot ના કાલાવડ રોડ પર આવેલા TRP Game Zone માં થયેલા અગ્નિકાંડને લઈ વધુ એક ચોંકાવનાર ખુલાસો સામે આવ્યો છે. ત્યારે ફરી એકવાર રાજ્ય પોલીસની અસફળતા ગુજરાતની જનતા સામે આવી છે. ત્યારે હાલમાં પોલીસે TRP Game Zone માં થયેલા અગ્નિકાંડને લઈ કુલ 6 આરોપીઓને નામ જોગ કેસ નોંધમાં આવ્યો છે.

Advertisement

  • Rajkot Police એ આરોપીની જગ્યાએ હમશકલને પકડ્યો

  • હું ઘટનાસ્થળ પર મદદ કરવા માટે ગયો હતો

  • મને અને મારા પરિવારને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો

તો Rajkot Police એ ઘટનાસ્થળ પર TRP Game Zone ના માલિક તરીકે જે યુવરાજસિંહ સોલંકીની ધરપકડ કરી હતી, હકીકતમાં તે વ્યક્તિ જ નથી. તે વ્યક્તિ માનવતાના ભાગરૂપે માટે લોકોની મદદ કરવા માટે TRP Game Zone આવ્યો હતો. તેનું નામ અંકિત સંપતલાલ સાંખલા છે. તે ઉપરાંત અંકિત સંપતલાલે એક વીડિયો પર જાહેર કર્યો છે. ત્યારે આ વીડિયો તેણે ગુજરાતની જનતા અને મીડિયાને એક ખાસ અપીલ કરી છે.

આ પણ વાચો: AHMEDABAD: રાજકોટ ગેમઝોનમાં મૃત્યુ પામેલા નાગરિકોને અપાઈ શ્રદ્ધાંજલી

Advertisement

હું ઘટનાસ્થળ પર મદદ કરવા માટે ગયો હતો

ત્યારે અંકિત સંપતલાલે એક વીડિયો બનાવી જણાવ્યું હતું કે, તે માનવતાના સહારે મદદ કરવા માટે TRP Game Zone પાસે ગયો હતો. પરંતુ ત્યારે Rajkot પોલીસ દ્વારા તેને ગેરસમજૂતીના કારણે મારી TRP Game Zone ના માલિક ગણી ધરપકડ કરવામાં આવી હતી. જોકે હું તેને યુવરાજસિંહ સોલંકી આરોપી નથી. મારી પાસે સરકારી ચોક્કસ પુરાવાઓ છે કે મારૂ નામ અંકિત સંપતલાલ સાંખલા છે.

આ પણ વાચો: TRP Game Zone Tragedy : હૈયું કંપાવે એવા હત્યાકાંડ બાદ રાજકોટ વેપારી મંડળનો મોટો નિર્ણય

Advertisement

મને અને મારા પરિવારને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો

ત્યારે અંકિત સંપતલાલે વધુમાં જણાવ્યું હતું કે, હું ગુજરાતની અને દેશની તમામ જનતાને વિનંતી કરુ છું કે, મહેરબાની કરીને મને આરોપી તરીકે સમાચાર અને માહિતી પ્રસારિત ના કરે. તેના કારણે મને અને મારા પરિવારને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ હવે, એ જોવાનું રહ્યું કે TRP Game Zone ના માલિક યુવરાજસિંહ સોલંકીને Rajkot અને ગુજરાત પોલીસ ક્યારે પકડી પાડશે અને TRP Game Zone માં થયેલા આગકાંડમાં હોમાયેલા ભુલકાંઓના ન્યાય માટે ક્યારે તેને કડક સજા ફટકારવામાં આવશે.

આ પણ વાચો: સંચાલકોની ચાલાકી! Entry વખતે લોકો પાસે આ ફોર્મ પર કરાવતાં હતાં સહી

Tags :
Advertisement

.