Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Rajkot : પોતાને કલ્કી અવતાર ગણાવતા રમેશ ફેફરની પોલીસે અટકાયત કરી

પોતાને કલ્કી અવતાર ( Kalki avatar) ગણાવતા રાજકોટના રમેશ ફેફરેએ બ્રહ્મ સમાજ પર અને ભગવાન પરશુરામ પર ટિપ્પણી કરવા મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. રાજકોટના રમેશચંદ્ર ફેફરની પોલીસે અટકાયત કરી છે. બ્રહ્મ સમાજના આગેવાનોએ પોલીસને બોલાવી રમેશ ફેફરના ઘરે...
04:32 PM Aug 26, 2023 IST | Hiren Dave

પોતાને કલ્કી અવતાર ( Kalki avatar) ગણાવતા રાજકોટના રમેશ ફેફરેએ બ્રહ્મ સમાજ પર અને ભગવાન પરશુરામ પર ટિપ્પણી કરવા મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. રાજકોટના રમેશચંદ્ર ફેફરની પોલીસે અટકાયત કરી છે. બ્રહ્મ સમાજના આગેવાનોએ પોલીસને બોલાવી રમેશ ફેફરના ઘરે વિરોધ કર્યો હતો. બ્રહ્મ સમાજ વિશે જેમ તેમ બોલનાર રમેશકુમાર ફેફરને યુનિવર્સિટી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે. બ્રહ્મ સમાજના યુવાનો પણ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. રાજકોટના નિવૃત્ત અધિકારી રમેશકુમાર ફેફરના બફાટને લઈને બ્રહ્મ સમાજના આગેવાનો યુનિવર્સિટી પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને ફરિયાદ નોંધાવી હતી.

 

રાજકોટમાં કથિત કલ્કી અવતાર તરીકે પોતાને ઓળખ આપનાર રમેશ ચંદ્ર ફરી વિવાદમાં આવ્યા છે. તેમણે પરશુરામ ભગવાનને રાક્ષસ કહ્યા હતા.  બ્રાહ્મણોનો નાશ થશે અને ભગવાન પરશુરામ રાક્ષસ હતા તેવો વાણી વિલાસ કરનાર રમેશ ચંદ્રની પોલીસે અટકાયત કરી છે.

તો બીજી તરફ બ્રહ્મસમાજના અપમાન બદલ રમેશચંદ્ર ફેફરનું મોં કાળું કરનારને હેમાંગ રાવલ તરફથી 11,000 નું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજકોટના પ્રખ્યાત ન્યુરોસર્જન ડૉ. હેમાંગ વસાવડા દ્વારા રમેશચંદ્ર ફેફરની મનોચિકિત્સા નિ:શુલ્ક કરવાનું એલાન કરવામં આવ્યું છે. સરકાર દ્વારા તાત્કાલિક કાનૂની પગલાં લઈ ફરિયાદ દાખલ કરી આ માનસિક વિકૃત રમેશને અસારવા સ્થિત મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે. સનાતન ધર્મમાં માનનારા બંધુઓ - ભગિનીઓની માફી માંગવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

ભગવાન પરશુમાર વિશે પણ એલફેલ બોલ્યાં
રમેશ ફેફરે ફરી એક વાર બફાટ કરતાં કહ્યું કે મારું એક વાર તો મોત થઇ ચુક્યું છે. તેમણે ભગવાન પરશુમાર વિશે પણ એલફેલ બોલીને તેમનું અપમાન કર્યું છે અને બ્રાહ્મણો વિશે પણ અશોભનિય નિવેદન આપ્યું છે.

તમામ મંદિરના પૂજારી નર્કમાં જવાના

તેમણે એમ પણ કહ્યું કે તમામ મંદિરના પૂજારી નર્કમાં જવાના છે અને મારી તપસ્યાના કારણે 65 ટકા દેવી શક્તિ સક્રિય છે. તેમણે ચંદ્રયાન-3ને ચૂંટણી પ્રચારનો ખોટો ખર્ચો ગણાવ્યો હતો અને વડાપ્રધાનનું પણ અપમાન કર્યું હતું. રમેશ ફેફરે કહ્યું કે ચંદ્રયાન-3 વડાપ્રધાનનો પબ્લિસિટી સ્ટંટ છે.  રમેશ ફેફર ભુતકાળમાં પણ વિવાદીત નિવેદનો આપી ચુક્યા છે અને ફરી એક વાર તેમણે વિવાદીત નિવેદન આપતાં વાતાવરણમાં ગરમાવો આવ્યો છે.

 

આ  પણ  વાંચો -પોતાને કલ્કી અવતાર ગણાવતા રાજકોટના રમેશ ફેફરે ફરી બફાટ કરતાં વિવાદ 

 

Tags :
Brahm SamajKalki avatarpolice arrestedRAJKOTRamesh Pfeffer
Next Article