Rajkot : પોતાને કલ્કી અવતાર ગણાવતા રમેશ ફેફરની પોલીસે અટકાયત કરી
પોતાને કલ્કી અવતાર ( Kalki avatar) ગણાવતા રાજકોટના રમેશ ફેફરેએ બ્રહ્મ સમાજ પર અને ભગવાન પરશુરામ પર ટિપ્પણી કરવા મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. રાજકોટના રમેશચંદ્ર ફેફરની પોલીસે અટકાયત કરી છે. બ્રહ્મ સમાજના આગેવાનોએ પોલીસને બોલાવી રમેશ ફેફરના ઘરે વિરોધ કર્યો હતો. બ્રહ્મ સમાજ વિશે જેમ તેમ બોલનાર રમેશકુમાર ફેફરને યુનિવર્સિટી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે. બ્રહ્મ સમાજના યુવાનો પણ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. રાજકોટના નિવૃત્ત અધિકારી રમેશકુમાર ફેફરના બફાટને લઈને બ્રહ્મ સમાજના આગેવાનો યુનિવર્સિટી પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને ફરિયાદ નોંધાવી હતી.
રાજકોટમાં કથિત કલ્કી અવતાર તરીકે પોતાને ઓળખ આપનાર રમેશ ચંદ્ર ફરી વિવાદમાં આવ્યા છે. તેમણે પરશુરામ ભગવાનને રાક્ષસ કહ્યા હતા. બ્રાહ્મણોનો નાશ થશે અને ભગવાન પરશુરામ રાક્ષસ હતા તેવો વાણી વિલાસ કરનાર રમેશ ચંદ્રની પોલીસે અટકાયત કરી છે.
તો બીજી તરફ બ્રહ્મસમાજના અપમાન બદલ રમેશચંદ્ર ફેફરનું મોં કાળું કરનારને હેમાંગ રાવલ તરફથી 11,000 નું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજકોટના પ્રખ્યાત ન્યુરોસર્જન ડૉ. હેમાંગ વસાવડા દ્વારા રમેશચંદ્ર ફેફરની મનોચિકિત્સા નિ:શુલ્ક કરવાનું એલાન કરવામં આવ્યું છે. સરકાર દ્વારા તાત્કાલિક કાનૂની પગલાં લઈ ફરિયાદ દાખલ કરી આ માનસિક વિકૃત રમેશને અસારવા સ્થિત મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે. સનાતન ધર્મમાં માનનારા બંધુઓ - ભગિનીઓની માફી માંગવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
ભગવાન પરશુમાર વિશે પણ એલફેલ બોલ્યાં
તમામ મંદિરના પૂજારી નર્કમાં જવાના
આ પણ વાંચો -પોતાને કલ્કી અવતાર ગણાવતા રાજકોટના રમેશ ફેફરે ફરી બફાટ કરતાં વિવાદ