Rajkot News: SMC ટીમ અને પોલીસ રાજ્યમાં સક્રિય, સટ્ટાબાજીમાં હાહાકાર
Rajkot News: રાજકોટ જિલ્લામાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા બાતમી આધારિત જુગાર કલબ પર દરોડા પાડ્યા છે. રાજકોટ જિલ્લામાં આવેલ કોટડા સાંગાણી તાલુકાના માણેકવાડા ગામમાં સ્થિત ફાર્મ હાઉસ પર દરોડા પાડ્યા છે. આ ફાર્મ હાઉસ મહેન્દ્રસિંહ ભીખુભા જાડેજા નામના વ્યક્તિનું છે.
- રાજકોટ જિલ્લામાં SMC અને પોલીસ ટીમે પાડ્યા દરોડા
- સંપૂર્ણ જિલ્લામાં ચકચારી મચી પડતા, હાહાકાર જોવા મળ્યો
- આ દરોડામાં પોલીસ દ્વારા રૂ. 77 લાખનો મુદ્દામાલ થયો જપ્ત
આ દરોડામાં પોલીસ દ્વારા રૂ. 77 લાખનો મુદ્દામાલ થયો જપ્ત
આ દરોડાના સમયે 18 જેટલા લોકો ગંજીપાના રમતા ઝડપાયા હતા. પોલીસ દ્વારા તમામની ધરપકડ કરી સ્થાનિક પોલીસ હવાલે કર્યા હતા. જ્યારે બે લોકો ફરાર થયા હતા. આ દરોડામાં ૧૨ પેકેટ ગંજીપાના, ૧૫ લાખ રોકડા, ૨૩ મોબાઈલ જેની સયુંકત રીતે કિંમત છે રૂ.૨,૩૧,૫૦૦ જડપી પાડવામાં આવ્યા હતા. તે સહિત અન્ય વસ્તું સાથે આશરે રૂ. 77 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
સંપૂર્ણ જિલ્લામાં ચકચારી મચી પડતા, હાહાકાર જોવા મળ્યો
ગુજરાત પોલીસના વડા વિકાસ સહાય અને સ્ટેટ મોનીટરીંગ સેલના એસપી નિર્લિપ્ત રાયના કાર્યભાલ હેઠળ રાજ્યમાં એક મુહિમ કાર્યરત કરવામાં આવી છે. તેના અંતર્ગત રાજ્યમાં અવાર નવાર વિવિધ શહેર, ગામ અને સ્થળ પર દરોડા પાડવામાં આવે છે. ત્યારે જથ્યા બંધ ગેરકાયદેસર વસ્તુંઓ અને લાખો-કરોડો મુદ્દામાલ જપ્ત કરવામાં આવે છે.
રાજકોટ જિલ્લામાં SMC અને પોલીસ ટીમે પાડ્યા દરોડા
ત્યારે રાજકોટ જિલ્લામાં DYSP કે.ટી. કામરીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ SMC પી.આઇ. આર.જી.ખાંટ તથા તેમની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત મુખ્ય આરોપી મહેન્દ્રસિંહ જાડેજા પાસેથી બે અંગ્રેજી દારૂની બોટલ, અને બે બિયરના ટીન મળી આવ્યા હતા. જેની કીમત રૂ.૯૨૦૦ હતી. હાલમાં, SMC અને પોલીસ દ્વારા કાયદા હેઠળ તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો: IMFL Theft : પોલીસ સ્ટેશનના મુદ્દામાલમાંથી ગાયબ થયેલો દારૂ પાછો આવી ગયો ?