Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot : નવલા નોરતા આના વગર અધૂરાં, નવરાત્રી માટે અહીં મળશે અફલાતૂન ઇકો ફ્રેન્ડલી ગરબા

અહેવાલ -રહીમ લાખાણી -રાજકોટ  માં આદ્યશક્તિની આરાધના કરવા માટે વર્ષમાં આવતી ચાર નવરાત્રિ પૈકી આસો મહિનાની નવરાત્રિનું વિશેષ મહત્વ હોય છે. નવરાત્રી ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં હોવાથી નોરતા પૂર્વે બજારોમાં રંગબેરંગી સુંદર માટીના છિદ્રોવાળા ગરબાનું વેચાણ થતું...
rajkot   નવલા નોરતા આના વગર અધૂરાં  નવરાત્રી માટે અહીં મળશે અફલાતૂન ઇકો ફ્રેન્ડલી ગરબા
અહેવાલ -રહીમ લાખાણી -રાજકોટ 
માં આદ્યશક્તિની આરાધના કરવા માટે વર્ષમાં આવતી ચાર નવરાત્રિ પૈકી આસો મહિનાની નવરાત્રિનું વિશેષ મહત્વ હોય છે. નવરાત્રી ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં હોવાથી નોરતા પૂર્વે બજારોમાં રંગબેરંગી સુંદર માટીના છિદ્રોવાળા ગરબાનું વેચાણ થતું જોવા મળી રહ્યું છે.પ્રાચીન પરંપરા મુજબ નવલા નોરતામા લોકો પોતાના ઘરે સ્થાપના કરતા હોય છે ત્યારે માટીના ગરબામાં થોડા ઘઉં મુકી તેની ઉપર કોડીયું રાખીને તેમાં ઘીનો દિવો પ્રગટાવે છે. ત્યારે મહિલાઓ અત્યારથી ગરબાની ખરીદી કરતી જોવા મળી રહી છે.ત્યારે રાજકોટમાં  આ વખતે અનોખા ગરબા બનાવ્યા છે.
રાજોકોટમાં રહેતા મુકેશભાઈ વાડોલિયાએ છેલ્લા 30 વર્ષોથી અવનવી ડિઝાઈનના ગરબા બનાવે છે.તેઓ દર વર્ષ નવી ડિઝાઈન લોકોને આપે છે.જેથી લોકો અહિંયા ગરબાની ખરીદી કરવા માટે આવે છે.ત્યારે આ વર્ષે ગણેસોત્સવનો કાર્યક્રમ જોઈને મુકેશભાઈએ વિચાર આવ્યો ગરબા  પણ આપણે ઇકો ફ્રેન્ડલી બનાવી એ તો  મુકેશભાઈ દ્વારા પણ એવો બનાવ્યો કે તે પાણીમાં વિસર્જન થઈ શકે.આ ગરબો માટીના કલરમાંથી અને ઈકોફ્રેન્ડલી બનાવ્યો છે. જેથી છેલ્લા દિવસે ગરબાનું વિસર્જન કરવું હોય તો પર્યાવરણને નુકસાન ન થાય.એટલુજ નહિ અમુક લોકો ગરબા એકત્ર કરી ને ચકલી ના માળા પણ ત્યાર કરતા હોય છે.
ઇકો ફ્રેન્ડલી ગરબાની શું છે..
આ વર્ષે મુકેશભાઈએ નવ કલર અને નવ ચિત્રરૂપી અને 27 કાણા વાળો સ્પેશિયલ ગરબો બનાવ્યો છે. જેમાં કલર પણ ઈકોફ્રેન્ડલી લગાવવામાં આવ્યા છે. જેથી તે પાણીમાં સરળતાથી ઓગળી જાય.
ગરબા કેવીરીતે થાય છે ત્યાર..
માટીમાં છૂંદી એકદિવસ પાણી માં પલાળી રાખવામાં આવે છે અને બાદમાં બીજા દિવસે સવારે ચાકડે માટીના પિંડ મૂકી અને અવનવા આકાળ આપવામાં આવે છે અને બાદમાં તેને તડકામાં એકદિવસ રાખી દેવામાં આવે છે...બાદમાં ગરબા માં સફેદ કલરના કરવામાં આવે અને બાદમાં તેનાપર અવનવા કલર કરી સંગાર કરવામાં આવે છે..આમાં આખો પરિવાર અવનવા ગરબાર ત્યાર કરતા હોય છે...
ગરબાના મહિમા વિશે વાત કરીએ તો નવરાત્રિના નવ દિવસ દરમિયાન લોકો હળીમળીને રહે અને હર્ષો ઉલ્લાસ સાથે રહે.ભાવ વિશે વાત કરતા કહ્યું કે આ વખતે 5 થી 25 ટકા ભાવનો વધારો આવ્યો છે.પહેલા ગરબા 5-25 રૂપિયામાં મળી જતા હતા હવે આ ગરબા 50-100 રૂપિયા સુધીના મળે છે.નવરાત્રિના થોડા દિવસો પહેલાથી જ મહિલાઓ માટીના ગરબાની ખરીદી કરતી જોવા મળી રહી છે.માટીના ગરબામાં પણ વર્ક વાળા અને કલરવાળા એમ અલગ અલગ પેટર્નના ગરબા મળતા હોવાથી મહિલાઓ પોતાની પસંદગી મુજબ ગરબાની ખરીદી કરી રહી છે.
Advertisement
Tags :
Advertisement

.