ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ વખતે રાજકોટના નાગરિકોએ સૂઝબૂઝ સાથે મતદાન કર્યું: પરેશ ધાનાણી

Rajkot Lok Sabha Election: લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) ના ત્રીજા તબક્કામાં 7 મેના રોજ ગુજરાત (Gujarat Lok Sabha Election) માં કુલ 26 બેઠકો પૈકી 25 બેઠકો માટે મતદાન (Voting) નું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે મતદાન (Voting) પહેલા...
05:40 PM May 08, 2024 IST | Aviraj Bagda
Rajkot Lok Sabha Election, Gujarat Lok Sabha Election, Voting

Rajkot Lok Sabha Election: લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) ના ત્રીજા તબક્કામાં 7 મેના રોજ ગુજરાત (Gujarat Lok Sabha Election) માં કુલ 26 બેઠકો પૈકી 25 બેઠકો માટે મતદાન (Voting) નું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે મતદાન (Voting) પહેલા ગુજરાત (Gujarat Lok Sabha Election) માં સુરતની અંદર ભાજપ લોકસભાના ઉમેદવાર મુકેશ દલાલ (Lok Sabha Election) બિનહરિફ નેતા ઘોષિત થયા હતા. તે ઉપરાંત ગુજરાતમાં આ વર્ષ લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) માં કુલ 59.60 ટકા મતદાન નોંધાયું હતું.

ત્યારે આજરોજમાં રાજકોટ (Rajkot) માં થયેલા મતદાનને લઈ રાજકોટ (Rajkot) માં કોંગ્રેસ (Congress) લોકસભા બેઠકના ઉમેદવાર (Lok Sabha Election) પરેશ ધાનાણી સાથે ખાસ વાતચિત કરવામાં આવી હતી. ત્યારે તેમણે સૌ પ્રથમ રાજકોટ (Rajkot) ના નાગરિકોનો લોકશાહીની સ્થાપના (Lok Sabha Election) કરવા માટે કરેલા મતદાનને લઈ આભાર વ્યક્ત કર્યો હતો. મને આ આનંદ છે કે રાજકોટમાં મતદાન કરવા માટે મતદાન મથક (Voting) પર જનમેદની જોવા મળી હતી. ગઈકાલે જે મતદાન થયું છે, અંદાજિત 60 ટકા મતદાન ધોમધખતા તાપમાં થયું છે.

આ પણ વાંચો: Sabarkantha બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ

દીકરીઓની વાત ભાજપે સ્વીકારી નહિ

તેમણે વધુમાં કહ્યું કે, શહેરમાં અંદાજિત 5 લાખ અને ગ્રામ્યના અંદાજિત 7 લાખ લોકોએ મતદાન (Voting)  કર્યું છે.લોકોએ સમજી વિચારીને અને સંગઠિત થઈને મતદાન (Voting) કર્યું છે. લોકોએ સ્વાભિમાની રક્ષા માટે મતદાન (Voting) કર્યું છે. તેની સાથે તેમણે રુપાલાની માફી અંગે પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, જાહેર જીવનના લોકોના વ્યક્તિગત ધોરણો હોય શકે નહિ. દેશની દીકરીઓના દમન પર દાગ લાગ્યો, ત્યારે દીકરીઓની વાત ભાજપે સ્વીકારી નહિ.

આ પણ વાંચો: Rajkot લોકસભા બેઠક પર બાજી કોણ મારશે ?

નાગરિકોએ સમજી-વિચારીને મતદાન કર્યું છે

આગળ તેમણે જણાવ્યું કે, ભાજપ કામના નામે મત માગી શકતી નથી. ત્યારે તે વર્ગ વિગ્રહની આડે રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ કરે છે. અંતે જ્યારે પરિણામ આવશે, ત્યારે સામે આવશે કે રાજકોટના 2 હજાર બૂથમાં કોંગ્રેસ પક્ષના મત વધુ હશે. આ વખતે રાજકોટ અને ગુજરાતના નાગરિકોએ સમજી-વિચારીને મતદાન (Voting) કર્યું છે. તેથી પરિણામ આવશે ત્યારે કોંગ્રેસના સ્વાભિમાનનો વિજય થશે અને ભાજપનો અહંકાર હારશે.

આ પણ વાંચો: લાખોનું દેણું કરી વિદેશ ભાગી જનારા પુત્રના વિયોગમાં માવતરે ભર્યું ભયાવહ પગલું

Tags :
BJPCongressGujaratGujarat Lok Sabha ElectionGujaratFirstLok-Sabha-electionRAJKOTRajkot Lok Sabha ElectionVoteVoting
Next Article