Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot Game Zone Tragedy : ગેમઝોનના સંચાલકની અટકાયત

Rajkot TRP Game Zone Tragedy : રાજકોટના નાના માવા રોડ પર આવેલ TRP ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી ફાટી નીકળી જેમાં અત્યાર સુધીમાં 25  લોકોના મોત થયા છે. આગમાં મોટાભાગના બાળકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે. આગ એટલી...
rajkot game zone tragedy   ગેમઝોનના સંચાલકની અટકાયત

Rajkot TRP Game Zone Tragedy : રાજકોટના નાના માવા રોડ પર આવેલ TRP ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી ફાટી નીકળી જેમાં અત્યાર સુધીમાં 25  લોકોના મોત થયા છે. આગમાં મોટાભાગના બાળકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે. આગ એટલી ભીષણ હતી કે ધુમાડાના ગોટેગોટા 2 થી 3 કિલોમીટર દૂરથી જોવા મળી રહ્યા હતા. આગ એટલી ભીષણ હતી કે ગેમઝોનનું આખે આખું સ્ટ્રક્ચર તૂટી ગયું હતું.

Advertisement

ગેમઝોનનો માલિકની  પોલીસે  કરી અટકાયત

રાજકોટ TRP ગેમ ઝોનના ચાર સંચાલકોના નામ સામે આવ્યા છે જેમાંથી એક સંચાલકની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. ઝડપી પાડવામાં આવેલ સંચાલકને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો છે. તો ગેમ ઝોનના ચાર સંચાલકોના નામ સામે આવ્યા છે. યુવરાજસિંહ સોલંકી, પ્રકાશ જૈન, રાહુલ રાઠોડ, માનવિજયસિંહ ગેમઝોનના સંચાલક હતા. જાણવા મળી રહ્યું છે કે યુવરાજસિંહ( Yuvraj sinh)ગેમઝોનનો માલિક હતો જએ હાલ ફરાર થઈ ગયો છે.

Advertisement

તો રાજકોટના TRP ગેમઝોનમાં ભીષણ આગમાં 24ના મોત થયાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. અગ્નિકાંડમાં મોતને ભેટેલા 24 લોકોના મૃતદેહને રાજકોટ સિવિલ લાવવામાં આવ્યા છે. જેમાં સૌથી ચોંકાવનારી વાત એ સામે આવી છે કે મોતને ભેટેલા મોટાભાગના બાળકો હતા. તો, હજુ પણ મૃત્યુઆંક વધવાની શક્યતા છે. સમગ્ર મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.જાણવા મળી રહ્યું છે કે આગ લાગી ત્યારે ગેમઝોનમાં 45 લોકો હાજર હતા. ગેમઝોનના રજિસ્ટરમાં કુલ 70 લોકોની એન્ટ્રી થઈ હોવાનું સામે આવ્યું છે.

Advertisement

આ પણ  વાંચો  - રાજકોટ બન્યું હત્યાકાંડ ભાગ-4 માટે જવાબદાર, સુરત-મોરબી-વડોદરા બાદ કયું શહેર હશે?

આ પણ  વાંચો  - Rajkot દુર્ઘટના બાદ સરકારનો મોટો નિર્ણય, ગુજરાતના તમામ Game Zone બંધ કરવા આદેશ…

આ પણ  વાંચો  - Rajkot : ગેમઝોનમાં ભીષણ આગ, 25 ના મોત, LIVE Updates

Tags :
Advertisement

.