Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Rajiv Modi: કેડીલાના CMD રાજીવ મોદી નિવેદન નોંધાવવા સોલા પોલીસ સ્ટેશન પહોંચ્યા

Rajiv Modi: દુષ્કર્મ કેસમાં કેડીલાના CMD રાજીવ મોદી ( Rajiv Modi) નિવેદન નોંધાવવા સોલા પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. બલગેરિયન યુવતીએ નોંધાવેલ દુષ્કર્મ વીથ સેક્સટોર્સન કેસમાં આજે ગુરુવાર વહેલી સવારથી સોલા પોલીસ (Sola Police Station) દ્વારા કેડીલા ગ્રુપના રાજીવ મોદીને પોલીસ...
10:25 AM Feb 15, 2024 IST | Hiren Dave
Sola Police Station,

Rajiv Modi: દુષ્કર્મ કેસમાં કેડીલાના CMD રાજીવ મોદી ( Rajiv Modi) નિવેદન નોંધાવવા સોલા પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. બલગેરિયન યુવતીએ નોંધાવેલ દુષ્કર્મ વીથ સેક્સટોર્સન કેસમાં આજે ગુરુવાર વહેલી સવારથી સોલા પોલીસ (Sola Police Station) દ્વારા કેડીલા ગ્રુપના રાજીવ મોદીને પોલીસ સ્ટેશન બોલાવીને નિવેદન નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં ફરિયાદ બાદ પહેલી વખત રાજીવ મોદી પોલીસ સમક્ષ હાજર થયા છે. તથા તપાસ માટે નિમાયેલી SIT નિવેદન નોંધાશે.

 

રાજીવ મોદી સોલા પોલીસ સ્ટેશન પહોંચ્યા

કેડિલા ફાર્માના CMD સામે ફરિયાદ કરનાર યુવતી ગુમ થયાનું રહસ્ય ઘુંટાયુ છે. કેડિલા ફાર્માના CMD સામે ફરિયાદ કરનાર યુવતીના ગુમ થવાનું રહસ્ય સામે આવ્યું છે. આ યુવતી ક્યા છે તે પોલીસને હજી સુધી ખબર નથી. ડરના માર્યે બલ્ગેરિયન યુવતી છુપાઈ છે. જોકે, બલ્ગેરિયન યુવતી વતન ચાલી ગયાનો અમદાવાદ સીપીનો દાવો છે. જો કે, પીડિતાએ વીડિયો જાહેર કરી સલામત સ્થળે હોવાનો દાવો કર્યો છે. યુવતી પોતે જ અસલામતી અનુભવી રહી છે, તેથી પોલીસને પણ પોતાનું સરનામું નથી જણાવી રહી. તો બીજી તરફ, કેડિલાના CMD રાજીવ મોદી પોલીસ પકડથી હજુ પણ દૂર છે. ત્યારે આજે દુષ્કર્મ કેસમાં કેડીલાના CMD રાજીવ મોદી નિવેદન નોંધાવવા સોલા પોલીસ સ્ટેશન પહોંચ્યા છે.

 

 

યુવતીના ગુમ થવા અંગે વકીલે પોલીસને જાણ કરી

બલ્ગેરીયન યુવતીના ગુમ થવા અંગે વકીલે જોઇન્ટ પોલીસ કમિશનરથી માંડીને ગ્રામ્ય એસપીને આ મામલે જાણ કરી હતી. વકીલે કહ્યું હતું કે, ગત 24 જાન્યુઆરી બાદથી યુવતી સાથે સંપર્ક થયો નથી. યુવતીએ વકીલ સાથે કરેલી વાતચીતનું ચેટ પણ ઇ-મેલમાં એટેચ કરાયું છે. કેટલાક લોકો તેને મારવાની કોશિશ કરતા હોવાની દહેશત યુવતીએ વકીલ સમક્ષ વ્યક્ત કરી છે. મહત્ત્વની વાત એ છે કે એડવોકેટે દુષ્કર્મ કેસમાં જે સાક્ષીઓનાં નામ પોલીસને આપ્યાં હતાં તેમાંથી એક સાક્ષીનું તાજેતરમાં જ UKમાં શંકાસ્પદ મૃત્યુ થયું છે. હદને લઇને પ્રશ્ન સર્જાતા પોલીસ અધિકારીઓને ઇ-મેઇલથી જાણ કરાઇ છે.

આ  પણ  વાંચો  - Manjibapa : મનજીબાપાના અવસાનથી આખું બગદાણા સ્વયંભૂ બંધ, આજે અંતિમવિધિ

 

Tags :
AhmedabadAhmedabad PoliceBulgarian girlCadila PharmaRajiv ModiSola Police StationStatement by Rajiv Modi
Next Article