Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Post Office Crime: પોસ્ટ ઓફિસમાં રોકાણકારો સાથે કરતા છેતરપિંડી કેસમાં વધુ બે આરોપીની ધરપકડ

Post Office Crime: અમદાવાદમાં પોસ્ટ ઓફિસ (Post Office) ના અધિકારીઓ દ્વારા નાંણાની ગેરરીતે ઉચાપત કરવામાં આવતી. આ ઘટના અનેક રોકાણકારો સાથે થતા પોલીસ વિભાગ (Post Office) ની ટીમ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે વધુ બે આરોપીઓની કરી...
post office crime  પોસ્ટ ઓફિસમાં રોકાણકારો સાથે કરતા છેતરપિંડી કેસમાં વધુ બે આરોપીની ધરપકડ

Post Office Crime: અમદાવાદમાં પોસ્ટ ઓફિસ (Post Office) ના અધિકારીઓ દ્વારા નાંણાની ગેરરીતે ઉચાપત કરવામાં આવતી. આ ઘટના અનેક રોકાણકારો સાથે થતા પોલીસ વિભાગ (Post Office) ની ટીમ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Advertisement

  • પોલીસે વધુ બે આરોપીઓની કરી ધરપકડ
  • તમામ 4 આરોપીઓ એક સાથે કામ કરતા
  • અધિકારીઓ રોકાણકારોની ગેરહાજરીમાં ઉચાપત કરતા
  • 3 કરોડ 97 લાખની છેતરપિંડી કરી

પોલીસે વધુ બે આરોપીઓની કરી ધરપકડ

ત્યારે અમદાવાદમાં આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા પોસ્ટ ઓફિસ (Post Office) માં ફરજ બજાવતા બે સબ પોસ્ટ માસ્તર (Post Master) ની ધરપકડ કરી છે. અગાઉ પકડાયેલ આરોપી ઓ સાથે મળીને આ બંને આરોપીઓ રોકાણકારો (Investors) ની બચતના રૂપિયા બારોબાર ચાઉં કરવામાં મદદગારી કરતા હતા.

Advertisement

તમામ 4 આરોપીઓ એક સાથે કામ કરતા

અમદાવાદ આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા પોસ્ટ ઓફિસ (Post Office) માં ફરજ બજાવતા બે સબ પોસ્ટ માસ્તર (Post Master) ઉદય કુમાર દેસાઈ અને ધીરેન્દ્ર આત્મારામની ધરપકડ થઈ છે. આ બંન્ને આરોપી ઓ અગાઉ આ ગુનામાં પકડાયેલ મુખ્ય આરોપી તેજસ શાહ અને અન્ય આરોપીઓને રોકાણકારો (Investors) ના રૂપિયા બારોબાર ચાઉં કરવામાં મદદ કરતા હતા.

અધિકારીઓ રોકાણકારોની ગેરહાજરીમાં ઉચાપત કરતા

જોકે પોસ્ટ વિભાગ (Post Office) માં કરેલા રોકાણની પાકતી મુદત એ કલોઝર પ્રોસિજરમાં રોકાણકાર (Investors) ની હાજરીની જરૂર હોય છે. તેમ છતાં પકડાયેલ આરોપીઓ પોતાની સત્તાનો દુરુપયોગ કરીને રોકાણકાર (Investors) ની ગેરહાજરીમાં ક્લોઝર પ્રોસીજર કરી દેતા હતા.

Advertisement

3 કરોડ 97 લાખની છેતરપિંડી કરી

આ 4 આરોપીઓ વિરૂદ્ધ 3 કરોડ 97 લાખની છેતરપિંડની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તે ઉપરાંત પોલીસે આરોપીઓ પાસેથી અનેક પાસબુક અને વિવિધ ગેજેટ્સ જપ્ત કર્યા છે. હાલમાં આ ગુના માં અન્ય કોઈ કર્મચારીની સંડોવણી છે કે કેમ તે અંગે પણ વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: Ambaji : અયોધ્યાના રામ સેવક અને તેમનાં પત્નીએ માં અંબાના કર્યા દર્શન

Tags :
Advertisement

.