Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Petrol Pirates: સરકારી ટેન્કરમાંથી પેટ્રોલ અને ડીઝલની ચોરી કરવાનું કારસ્તાન ઝડપાયું

Petrol Pirates: રાજ્યમાંથી ફરી એકવાર ઈંધણની ચોરી કરતા ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે આ વખતે પોલીસ દ્વારા જામનગર-રાજકોટ ધોરી માર્ગ પરથી બે ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસ તસ્કરોને રંગે હાથ ઝડપી પાડ્યા પોલીસ બાતમીના આધારે આરોપીની ધરપકડ કરી...
petrol pirates  સરકારી ટેન્કરમાંથી પેટ્રોલ અને ડીઝલની ચોરી કરવાનું કારસ્તાન ઝડપાયું

Petrol Pirates: રાજ્યમાંથી ફરી એકવાર ઈંધણની ચોરી કરતા ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે આ વખતે પોલીસ દ્વારા જામનગર-રાજકોટ ધોરી માર્ગ પરથી બે ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે.

Advertisement

  • પોલીસ તસ્કરોને રંગે હાથ ઝડપી પાડ્યા
  • પોલીસ બાતમીના આધારે આરોપીની ધરપકડ કરી
  • કુલ ૨૫.૮૫ લાખનો માલ જપ્ત કરવામાં આવ્યો

પોલીસ તસ્કરોને રંગે હાથ ઝડપી પાડ્યા

જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોળ તાલુકાના લૈયારા નજીક જાહેરમાં એક ટેન્કરને ઉભું રાખીને તેમાંથી પેટ્રોલ-ડીઝલની ચોરી કરવાનું કાર્રસ્તાન ધ્રોલ પોલીસે પકડી પાડયું છે. ટેન્કર ચાલક સહિત બે શખ્સોની અટકાયત કરી લઈ તેઓ પાસેથી પેટ્રોલ ડીઝલના આઠ કેરબા, એક કાર અને ટેન્કર સહિત ૨૫.૮૫ લાખની માલમતા કબજે કરી છે.

Petrol Pirates

Petrol Pirates

Advertisement

પોલીસ બાતમીના આધારે આરોપીની ધરપકડ કરી

ધ્રોલ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી, કે ધ્રોલ તાલુકાના લૈયારા ગામ નજીક સોમનાથ હોટલની સામેના ભાગમાં સીમમાં જવાના રસ્તે એક ટેન્કરને ઉભું રાખીને તેમાંથી પેટ્રોલ-ડીઝલની ચોરી કરવાનું કારસ્તાન ચાલી રહ્યું છે. જે ચોક્કસ બાતમીના આધારે ગઇરાત્રે ધ્રોલ પોલીસે લૈયારા ગામમાં દરોડો પાડ્યો હતા.

કુલ ૨૫.૮૫ લાખનો માલ જપ્ત કરવામાં આવ્યો

Advertisement

જે દરોડા દરમિયાન બે શખ્સો દ્વારા એક ટેન્કરમાં ડીઝલ અને પેટ્રોલની અલગ અલગ ટાંકીના સીલ તોડીને તેમાંથી પેટ્રોલ ડીઝલની ચોરી કરવાનું કારસ્તાન સામે આવ્યું હતું. પોલીસે બંને પાસેથી પેટ્રોલ-ડીઝલનો લાખોનો માલ જપ્ત કર્યો હતો. ત્યારે હાલમાં પોલીસે કાયદાની કલમો હેઠળ કેસ નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Gir Somanath News: મહિલા બૂટલેગર પર પોલીસ કર્મીઓ હપ્તો માંગવાની સાથે વારંવાર કરતા દુષ્કર્મ

Tags :
Advertisement

.