ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Breaking news : પાવાગઢમાં મોટી દુર્ઘટના ટળી, રોપ-વે કેબલ ટ્રેક પરથી ઉતરી ગયો

પાવાગઢમાં રોપ-વેમાં ખામીથી દુર્ઘટના ટળી ઉષા બ્રેકો કંપની દ્વારા ઢાંક-પિછોડાનો પ્રયાસ કંપની દ્વારા પ્રવેશદ્વાર બંધ કરી દેવામાં આવ્યો બેદરકારી છુપાવવા ઉષા બ્રેકો કંપનીનો પ્રયાસ રોપ-વે માં ફસાયેલા લોકોએ વર્ણવી દાસ્તાન 40 મિનિટ કરતા વધુ સમય સુધી લોકો ફસાયા હતા...
10:50 PM Aug 25, 2023 IST | Hiren Dave

પંચમહાલ જિલ્લામાં આવેલ પવિત્ર યાત્રાધામ ખાતે ફરી એક વાર મોટી દુર્ઘટના ટળી ગઈ છે. જાણવા મળી રહ્યું છે કે પાવાગઢ ખાતે આવેલ રોપવેમાં ખામી સર્જાઈ હતી. જોકે, સદનસીબે મોટી જાનહાની ટળી ગઈ છે. રોપ-વે કેબલ ટ્રેક પરથી ઉતરી ગયો હતો. જેને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

કંપનીએ પોતાની બેદરકારી છુપાવવા ગેટ પર માર્યુ તાળુ

પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે રોપવેમાં ખામી સર્જાઈ હતી. જેને કારણે રોપવે કેબલ ટ્રેક પરથી ઉતારી જતા ઉડન ખટોલામાં બેસેલા લોકોના જીવ પડીકે બંધાયા હતા. ઉડન ખટોલામાં બેસેલા લોકો લગભગ અડધો કલાક સુધી રોપવેમાં ઝૂલતા રહ્યા હતા. સમગ્ર ઘટનામાં ઉડન ખટોલાનું સંચાલન કરતી કંપનીની બેદરકારી સામે આવી રહી છે. સમગ્ર ઘટનામાં સંચાલન કરતી ષા બ્રેકો કંપનીની ગંભીર નિષ્કાળજીને લીધે ઘટના બની હોવાની ચર્ચા થઇ રહી છે. મહત્વનું છે કે, હજુ થોડા દિવસ અગાઉ જ મેન્ટેનન્સના નામ પર ઉડન ખટોલા 5 દિવસ બંધ કરાયો હતો તેમ છતાં આ ઘટના બનતા મેન્ટેનન્સની વાત પર અનેક પ્રશ્નો ઉભા થયા છે.

વહીવટી તંત્રના અધિકારીઓ ફરક્યુ સુદ્ધા નહીં

અતિ ગંભીર ઘટના હોવા છતા વહીવટીતંત્રના કોઈ અધિકારી અહીં ફરક્યા સુદ્ધા નથી. રોપ-વેમાં બેસેલા લોકોએ પોતાની આંખોદેખી આપવીતી વર્ણવતા જણાવ્યુ કે 40 મિનિટ સુધી તેઓ મોત સામે ઉંચાઈ પર ઝુલતા રહ્યા હતા. બાળકો સાથે રોપ-વેમાં ઝુલતા લોકોએ કહ્યુ કે અધવચ્ચેથી કોઈનો સંપર્ક કરવા માટેની પણ કોઈ વ્યવસ્થા નથી.લોકોએ ઉષા બ્રેકો કંપની સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.

હાલ આ ઘટનાને લઈને કંપની સામે મેઈન્ટેનન્સને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે. હજુ લોકો મોરબી જૂલતા પૂલ દુર્ઘટનાને ભૂલ્યા નથી. એક સાથે 40થી વધુ લોકોના જીવ તેમા ગયા હતા ત્યારે આ પ્રકારની કંપનીની ઘોર બેદરકારી નિર્દોષ લોકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે. ત્યારે જોવુ રહ્યુ કે કંપની સામે કોઈ દંડનીય પગલા લેવાય છે કેમ ?

અહેવાલ -નામદેવ પાટીલ, પંચમહાલ

 

આ પણ  વાંચો -SABARKANTHA : ગોપાલકુંજની સીમમાંથી પકડાયેલો સરકારી અનાજના જથ્થાની તપાસ અવળે પાટે ચડી

 

 

Tags :
AccidentNegligencePavagadhRopeway
Next Article