ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Patan : બહુચરાજી પગપાળા યાત્રા સંઘને નડ્યો અકસ્માત, 3 મહિલાનાં મોત, 5 ઘવાયા

પાટણના (Patan) હારીજમાં (Harij) અકસ્માતની ગોઝારી ઘટના બની છે. દાંતરવાડા ગામ પાસે વરાણા ખોડિયાર માતાના મંદિરે પગપાળા જતા બહુચરાજી પગપાળા યાત્રા સંઘને અકસ્માત નડ્યો છે. આ દુર્ઘટનામાં 3 લોકોના મોતના સમાચાર છે જ્યારે 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે. પગપાળા સંઘ...
11:13 AM Feb 15, 2024 IST | Vipul Sen
સૌજન્ય : Google

પાટણના (Patan) હારીજમાં (Harij) અકસ્માતની ગોઝારી ઘટના બની છે. દાંતરવાડા ગામ પાસે વરાણા ખોડિયાર માતાના મંદિરે પગપાળા જતા બહુચરાજી પગપાળા યાત્રા સંઘને અકસ્માત નડ્યો છે. આ દુર્ઘટનામાં 3 લોકોના મોતના સમાચાર છે જ્યારે 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે. પગપાળા સંઘ જતા પદયાત્રીઓને એક અજાણ્યા ટ્રકચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ મામલે હારીજ પોલીસે (Harij Police) ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

પાટણના (Patan) હારીજના દાંતરવાડા ગામ પાસે મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના અંબાલા ગામના પગપાળા યાત્રા સંઘને (Bahucharaji Pegpala Yatra Sangh) અકસ્માત નડ્યો હતો. આ સંઘ વરાણા ખોડિયાર માતાના મંદિરે પગપાળા જતો હતો. દરમિયાન, દાંતરવાડા ગામ પાસે એક અજાણ્યા આઇસર ટ્રકચાલકે પદયાત્રીઓને ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં ત્રણ મહિલાઓનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે જ્યારે 5 લોકો ઘવાયા છે. ઘાયલોને ધારપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે મૃતદેહોને હારીજ રેફરલ હોસ્પિટલ પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતા હારીજ પોલીસ (Harij Police) પણ ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રક ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

મૃતકોના નામ :

1) જોશનાબેન જગાજી (ઉં.17)

2) ઠાકોર સારદાબેન (ઉં.60)

3) ઠાકોર પૂજાબેન (ઉં.20)

ઇજાગ્રસ્તોના નામ :
(1) સંદેશભાઈ માનસિંગભાઈ ઠાકોર (ઉં.18)
(2) નિલેશભાઈ ઠાકોર (ઉં.12)
(3) ઠાકોર રાહુલ (ઉં.18)
(4) સવિતાબેન ઠાકોર (ઉં.50)
(5) મહેંદ્ર ઠાકોર (ઉં.21)

આ પણ વાંચો - Gujarat : રાજ્યમાં ભ્રષ્ટાચારનો રાફડો ફાટ્યો! મહેસાણા, વડોદરા બાદ સુરેન્દ્રનગરમાં નવો બ્રિજ જોખમી બન્યો!

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે:

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Bahucharaji Pegpala Yatra SanghBahucharaji TalukaDantarwadaGujarat FirstGujarati NewsHarijHarij PoliceMehsanaPatan
Next Article
Home Shorts Stories Videos