ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ
Advertisement

Parshottam Rupala Support: ગુજરતનો પાટીદાર સમાજ આવ્યો સમર્થનમાં, સુરતમાં સંમેલનનું કરાયું આયોજન

Parshottam Rupala Support: રાજકોટ લોકસભા બેઠક (Rajkot Lok Sabha seat) ના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલા (Parshottam Rupala) સામે ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત રહ્યો છે. બુધવારે BJP ના આગેવાનો સાથેની બેઠકમાં સમાધાન ના થયા બાદ ક્ષત્રિય સમાજે રુપાલા (Parshottam Rupala) ની...
05:31 PM Apr 04, 2024 IST | Aviraj Bagda
featuredImage featuredImage
Parshottam Rupala

Parshottam Rupala Support: રાજકોટ લોકસભા બેઠક (Rajkot Lok Sabha seat) ના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલા (Parshottam Rupala) સામે ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત રહ્યો છે. બુધવારે BJP ના આગેવાનો સાથેની બેઠકમાં સમાધાન ના થયા બાદ ક્ષત્રિય સમાજે રુપાલા (Parshottam Rupala) ની ટિકિટ રદ થાય તો જ સમાધાન તેવો સૂર વ્યકત કર્યા બાદ ઠેર ઠેર રુપાલાનો વિરોધ શરુ થયો હતો.

તો બીજી તરફ ગુજરાત સહિત વિશ્વમાં બહોળા પ્રમાણ વસ્તી ધરાવતો સમાજ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા (Parshottam Rupala) ના સર્મથનમાં હુંકાર કર્યો છે. ગુજરાત (Gujarat) ના પાટીદાર સમાજે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા (Parshottam Rupala) ના સર્મથનમાં એક સોશિયલ મીડિયા પર પોસ્ટ જાહેર કરી હતી.

એક પાટીદાર મહિલાએ રુપાલાને સમર્થન આપતી પોસ્ટ કરી

Parshottam Rupala

તેમાં એક મહિલા દ્વારા લખવામાં આવ્યું હતું કે, કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા (Parshottam Rupala) એ બે-બે વાર માફી માગી માંગ્યા પછી પણ આટલો મોટો ઈસ્યૂ કેમ કરવામાં આવે છે. આ વ્યાજબી ના કહેવાય, ચાલો મારા ભાઈઓ અને બહેનો જાગો અને પરષોત્તમ સાહેબનો સાથ આપીએ.

7 એપ્રિલે સુરતમાં પાટીદાર સમાજનું મહાસંમેલન

તે ઉપરાંત સુરતમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા (Parshottam Rupala) ને લઈ પાટીદાર સમાજે મહાસંમેલનનું આયોજન કર્યું છે. પાટીદાર સમાજે સુરત શહેર (Surat) ના વરાછા વિસ્તારમાં 7 એપ્રિલના રોજ એક સ્નેહમિલન સામારોહનું આયોજન કર્યું છે. આ સંમેલનમાં ગુજરાત (Gujarat) ના તમામ પાટીદાર સમાજના આગેવાનો અને કાર્યકારોને ઉપસ્થિત રહેવાનું કહેવામાં આવ્યું છે. તો રાજકોટ જિલ્લાના લોકોને પાટીદાર સમાજને ખાસ ઉપસ્થિત રહેવાનું આહ્વાન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: VADODARA : ઉમેદવારોના ચૂંટણી ખર્ચ પર દેખરેખને લઇ યોજાઇ મહત્વની બેઠક

આ પણ વાંચો: VADODARA : વાહનચેકીંગ દરમિયાન શંકાસ્પદ પશુ માંસના જથ્થા સાથે બે ઝબ્બે

આ પણ વાંચો: Surat : કપડા પર ચા પડી જતાં મિત્રે જ મિત્રનું ઢીમ ઢાળી દીધું, વાંચો સમગ્ર અહેવાલ

Tags :
BJPGujaratGujaratFirstKshatriya communityLok-Sabha-electionParshottam RupalaPatidarPatidar CommunityRAJKOTsupportSurat