Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Parshottam Rupala Statement: દલિત સમાજના કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન

Parshottam Rupala Statement: ફરી એકવાર ભાજપના નેતા વિવાદાસ્પદ નિવેદન માટે ચર્ચાનો વિષય બન્યા છે. અગાઉ રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી વિપુલ ચૈધરી, ત્યાર બાદ હવે આ વખતે ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી 2024 માટે રાજકોટ બેઠક પર નિયુક્ત કરેલા કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ...
parshottam rupala statement  દલિત સમાજના કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન

Parshottam Rupala Statement: ફરી એકવાર ભાજપના નેતા વિવાદાસ્પદ નિવેદન માટે ચર્ચાનો વિષય બન્યા છે. અગાઉ રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી વિપુલ ચૈધરી, ત્યાર બાદ હવે આ વખતે ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી 2024 માટે રાજકોટ બેઠક પર નિયુક્ત કરેલા કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ એક કાર્યક્રમના માધ્યમથી વિવાદસ્પદ નિવેદન આપ્યું છે.

Advertisement

કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાનું વિવાદાસ્પદ નિવેદન

ત્યારે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ દલિત સમાજ દ્વારા કરવામાં આવેલા એક કાર્યક્રમમાં કહ્યું હતું, માહારાજાઓ અંગ્રેજો સામે નમ્યા હતા. મહારાજાઓ દ્વારા રોટી-બેટીનો વ્યવહાર કરવામાં આવ્યો હતો. ત્યારે તેમના આ નિવેદનનો એક વીડિયો વાયરલ થયો હતો. ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા તેમાના નિવેદનને અપમાન જનક ગણવામાં આવ્યુ હતું.

Advertisement

મહારાજાઓ અંગ્રેજો સામે નમ્યા હતા

ત્યારે કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ એક વીડિયોના માધ્યમથી તેમના નિવેદન બદલ માફી માગી હતી. તેમણે કહ્યું હતું કે, મારો કોઈ પણ સમાજ અને ખાસ કરીને ક્ષત્રિય સમાજને ઠેસ પહોંચાડવાનો કોઈ ઉદ્દેશ ન હતો.

Advertisement

અગાઉ વિપુલ ચૌધરીએ પણ વિવાદસ્પદ નિવેદન આપ્યું

થોડા દિવસો પહેલા રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી વિપુલ ચૌધરીએ સમગ્ર પાટીદાર સમાજના વેપારીઓ પર કટાક્ષ કરતું નિવેદન જાહેર મંચના માધ્યમથી આપ્યું હતું. તેમણે અર્બદા સેના સેવા સમિતિના એક કાર્યક્રમમાં પાટીદાર સમાજ પર કહ્યું હતું કે, પાટીદાર સમાજના લોકો હવે વેપારી થયા ગયા છે. તેઓ હવે સમાજ કલ્યાણ અને સમાજ સેવામાં આગળ પડતા જોવા મળતા નથી.

પાટીદાર સમાજ પર નિવેદન આપતા ચર્ચાનો વિષય બન્યા

ત્યારે આ મામલે પાટીદાર સામાજના અનેક અગ્રણીઓ દ્વારા વિપુલ ચૌધરીને તેમના નિવેદન બદલ માફી માંગવાની ચેતવણી આપવામાં આવી હતી. તે ઉપરાંત પાટીદાર સમાજના લોકોએ પણ કહ્યું હતું કે, જો વિપુલ ચૌધરી માફી નહીં માગે તો, તેમના પૂતળા સળગાવમાં આવશે અને આંદોલનની ચીમકી આપી હતી.

આ પણ વાંચો: VADODARA : હીટ એન્ડ રન, કાર ચાલકે ટક્કર મારી દંપતીને ફંગોળ્યા, ભાગવા જતા બાઇક ઢસડી

આ પણ વાંચો: ગાંધીનગર પાસેના પાલજ ગામે પ્રગટાવવામાં આવે છે સૌથી મોટી હોળી

આ પણ વાંચો: VADODARA : ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સને રંગેહાથ પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ

Tags :
Advertisement

.