Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gondal : પાંજરાપોળને આ પુલ અવરજવર માટે પાંચ દિવસ બંધ,જીલ્લા પ્રસાશને જાહેરનામું પ્રસિધ્ધ કર્યું

અહેવાલ _  વિશ્વાસ  ભોજાણી -ગોંડલ    ગોંડલ નાં રાજવીકાળ નાં સો વર્ષ થી જુના બન્ને પુલ પર ભારે વાહનોની અવરજવર બંધ કરાયા બાદ પાંજરાપોળ થી મોવિયાચોકડી સુધીનો નદીનો પુલ તા.૨૩ થી તા.૨૭ દરમિયાન લાઇટ મોટર વ્હિકલ વાહનો સહિત દરેક પ્રકાર...
10:06 AM Nov 23, 2023 IST | Hiren Dave

અહેવાલ _  વિશ્વાસ  ભોજાણી -ગોંડલ 

 

ગોંડલ નાં રાજવીકાળ નાં સો વર્ષ થી જુના બન્ને પુલ પર ભારે વાહનોની અવરજવર બંધ કરાયા બાદ પાંજરાપોળ થી મોવિયાચોકડી સુધીનો નદીનો પુલ તા.૨૩ થી તા.૨૭ દરમિયાન લાઇટ મોટર વ્હિકલ વાહનો સહિત દરેક પ્રકાર ના વાહનવ્યવહાર માટે બંધ રાખવા અધિક જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પડાયુ છે.

મોવિયા,ઘોઘાવદર, આટકોટ થી આવતા વાહનો માટે ઘોઘાવદર ચોક,સુખનાથનગર ચોક,માંધાતા સર્કલ, સરકારી હોસ્પિટલ થઈ સેન્ટ્રલ સિનેમા સુધી તથા જેતપુર તરફ થી આવતા વાહનો માટે જેલચોક, ડો.આંબેડકર ચોક, ગુલમોર રોડ, સેન્ટ્રલ સિનેમા થઈ સરકારી હોસ્પિટલ તરફ વૈકલ્પિક માર્ગ નક્કી કરાયો છે.


નગર પાલીકા ના ચિફ ઓફિસર અશ્ર્વીનભાઇ વ્યાસ નાં જણાવ્યાં મુજબ આ પુલ પર મારવાડી યુનિ.નાં તજજ્ઞો દ્વારા બોડ બેરિંગ ટેસ્ટ કરાઇ રહ્યો હોય પુલ ને અવરજવર માટે પાંચ દિવસ બંધ કરતું જાહેરનામું પ્રસિધ્ધ કરાયુ છે.

 

આ  પણ  વાંચો -છોટાઉદેપુર જીલ્લામાં વન વિકાસ નિગમનું કૌભાંડ સામે આવ્યું

 

Next Article