Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

GODHRA : રખડતા પશુઓને લઈ સ્થાનિક તંત્રના આંખ આડા કાન

PANCHMAHAL - GODHRA : પંચમહાલ જિલ્લાનું મુખ્ય મથક ગોધરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા પશુઓનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. ગોધરા શહેરના મુખ્ય જાહેર માર્ગો ઉપર રખડતા પશુઓએ અડ્ડો જમાવતાં ત્યાંતી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકો સહિત શાળાના...
godhra   રખડતા પશુઓને લઈ સ્થાનિક તંત્રના આંખ આડા કાન

PANCHMAHAL - GODHRA : પંચમહાલ જિલ્લાનું મુખ્ય મથક ગોધરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા પશુઓનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. ગોધરા શહેરના મુખ્ય જાહેર માર્ગો ઉપર રખડતા પશુઓએ અડ્ડો જમાવતાં ત્યાંતી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકો સહિત શાળાના વિદ્યાર્થીઓ ભય ના ઓથાર હેઠળ પસાર થવા મજબુર બની રહ્યા છે. ત્યારે આ રખડતા પશુઓના ચપેટમાં આવી કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં રખડતા પશુઓને ખસેડવા સાથે પશુપાલકો સામે કડક પગલાં લેવા ઉગ્ર માંગ ઉઠવા પામી છે.

Advertisement

રોડની વચ્ચે અડિંગો જમાવતાં

પંચમહાલ જિલ્લાનું મુખ્ય મથક આમ તો ગૌ - ધરા ની ભૂમિ તરીકે ઓળખાય છે પરંતુ હાલ તંત્ર ની બેદરકારી અને રખડતા પશુઓના કારણે ગોધરા શહેર ઢોરવાડો બની રહ્યું છે. દિન પ્રતિદિન ગોધરા શહેરમાં ઠેર ઠેર અને મુખ્ય રસ્તાઓ ઉપર રખડતા પશુઓનો ત્રાસ વધી રહ્યો છે. જેના કારણે શહેરના નગરજનોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. સાથેજ ગોધરા શહેરમાં રખડતા પશુઓના ઝુંડ ના કારણે કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક જામ ના દૃશ્યો સર્જાય છે અને ત્યાંથી પસાર થતા વાહન ચાલકો સહિત રાહદરીઓ ડર ના માહોલમાં પસાર થઈ રહ્યા છે. તો આ પશુઓના કારણે કેટલાક બાઇક સવારોને અકસ્માતમાં નાની મોટી ઇજાઓ પોહચી હોવાની ઘટનાઓ પણ બની છે. ગોધરા શહેરના હાર્દસમા એવા મુખ્ય માર્ગ બસ સ્ટેન્ડ, ગાંધી પેટ્રોલ પંપ, બામરોલી રોડ, સાંપા રોડ સહિત અન્ય વિસ્તારોમાં મોટા પાયે પશુઓ જોવા મળી રહ્યા છે. તો વળી આ પશુઓનું ટોળું ક્યારેક રોડની વચ્ચે અડિંગો જમાવતાં વાહન ચાલકો તેમજ રાહદારીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. અમુક વખતે તો આ પશુઓ રોડ વચ્ચેથી ખસતા ન હોવાના કારણે વાહન ચાલકો જીવ ના જોખમે પોતાનો વાહન લઈ પસાર થતા હોય છે જેમાં ભૂતકાળમાં કેટલાક અકસ્માતો સર્જાયા છે જેમાં મોટા પાયે સિનિયર સીટીઝન અને વિદ્યાર્થીઓ સહિત મહિલાઓને ઇજાઓ પોહચવાની ઘટનાઓ બની છે. ત્યારે આગામી દિવસોમાં આવી કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય અને નિર્દોષ રાહદારીઓને નુકશાન ન પોહચે તે પહેલાં નગરપાલિકા દ્વારા આ રખડતા પશુઓને ખસેડવા સહિત પશુઓના માલિકો સામે કડક પગલાં લઈ કાયદેસર ની કાર્યવાહી કરવા શહેરીજનોમાં ઉગ્ર માંગ ઉઠી છે.

Advertisement

વાહન ચાલકોમાં સતત અકસ્માતનો ભય

ગોધરા શહેરના જાહેર માર્ગો ઉપર હાલ રખડતાં પશુઓનો ઠેર ઠેર જમાવડો જોવા મળી રહ્યો છે. પિક અવર્સમાં આ રખડતાં પશુઓ વાહન ચાલકો માટે ક્યારેક જોખમી રૂપમાં જોવા મળતા હોય છે સાથે ટ્રાફિક જામ ની સમસ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ટ્રાફિક પોલીસને ટ્રાફિક નિયમન સાથે ગોવાળ બની માર્ગ ઉપર એકત્રિત થયેલા પશુઓને હટાવવાની ફરજ પડતી હોય એવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. રાહદારીઓ અને દ્વિચક્રી વાહન ચાલકોને સતત અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. એક તરફ શહેરમાં હાલ બે બાજુ ફ્લાય ઓવર બ્રિજ નિર્માણ કામગીરી ચાલી રહી છે એવા સંજોગોમાં રખડતાં પશુઓ પણ માર્ગ વચ્ચે અડીંગો જમાવી દેતાં જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છેકે ગોધરા શહેરમાં અગાઉ રખડતાં પશુઓના કારણે એક મહિલાએ જીવ ગુમાવવો પડ્યો હતો અને અનેક રાહદારીઓ પણ ઇજાગ્રસ્ત થયા હોવાની ઘટનાઓ બની ચુકી છે. જોકે નગરપાલિકા દ્વારા રખડતાં પશુઓને પાંજરોપોળ માં મોકલવા ની કામગીરી કરવામાં આવે છે પરંતુ ત્યારબાદ સ્થિતિ ઠેર ની ઠેર થઈ જતી હોય છે. ત્યારે હાલ વરસાદી માહોલ જામી ચુક્યો છે ત્યારે ગોધરા શહેરમાં ઠેર ઠેર રખડતા પશુઓના ઝુંડ ના કારણે શહેરના સિનિયર સીટીઝન કામ વગર ઘર ની બહાર જવા ટાળી રહ્યા છે. જેને લઈ રખડતા પશુઓના માલિકો સામે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે અને હવે રખડતા પશુઓને પાંજરે પુરી પાંજરાપોળ લઈ જવા સાથે એવા પશુપાલકો સામે પણ પગલાં લેવા માંગ ઉઠી છે.

Advertisement

પશુઓનું ટોળું જાહેર માર્ગ પર

સમગ્ર મામલે નગરપાલિકા એ પશુ માલિકો સાથે પરામર્શ બેઠક યોજી પોતાના પશુઓ રખડતાં નહિ મુકવાની સૂચના આપવામાં આવી છે અને આગામી દિવસોમાં પણ જારી રાખવામાં આવશે એવું પાલિકા પ્રમુખ જણાવી રહ્યા છે. સાથે જ રખડતા પશુઓ જાહેર માર્ગ ઉપર ન આવે તેની તકેદારી લેવામાં આવી રહી હોવાની વાત નગરપાલિકા પ્રમુખ કરી રહ્યા છે પરંતુ હાલ પણ ઠેર ઠેર પશુઓનું ટોળું જાહેર માર્ગ પર જોવા મળી રહ્યો છે જેને લઈ નગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ ગોધરા શહેરમાં અડિંગો જમાવતાં પશુઓ અને આ પશુઓના કારણે શહેરીજનોને પડતી મુશ્કેલીને લઈ ને નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા દ્વારા અનેક વાર સંલગ્ન વિભાગ ને અનેક વાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે સાથે જ નગરપાલિકા પાસે રખડતા પશુઓ અને શ્વાન ને પકડવા માટે માણસો અને જરૂરી સાધન સામગ્રી ન હોવાની વાત કરી હતી. ત્યારે ગોધરા નગરના શહેરીજનો શહેરમાં ભયમુક્ત થઈ ફરી શકે તે માટે વહેલી તકે રખડતા પશુઓ અને શ્વાન ને પાંજરે પુરી પાંજરાપોળ ખસેડવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.

અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ

આ પણ વાંચો --  CHHOTA UDAIPUR : “સ્વાસ્થ્યપ્રદ” આદિવાસી ખાણી-પીણી જાણીને મન લલચાશે

Tags :
Advertisement

.