ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Palanpur: નાની ભટામલ ગામના સામુહિક આત્મહત્યાનો મામલો,પોલીસે બે આરોપીની કરી ધરપકડ

અહેવાલ- સચિન શેખલીયા   પાલનપુર તાલુકાના નાની ભટામલ ગામના એક જ પરિવારના ચાર લોકોએ દાંતીવાડા ડેમમાં પડી આપઘાત કરી લેતા હડકંપ મચી જવા પામ્યો છે, સાસુ પુત્રવધુ અને બે સંતાનોએ પતિ અને સસરાના ત્રાસથી આત્મહત્યા કરી લેતા પાલનપુર તાલુકા પોલીસે...
03:49 PM Nov 07, 2023 IST | Hiren Dave

અહેવાલ- સચિન શેખલીયા

 

પાલનપુર તાલુકાના નાની ભટામલ ગામના એક જ પરિવારના ચાર લોકોએ દાંતીવાડા ડેમમાં પડી આપઘાત કરી લેતા હડકંપ મચી જવા પામ્યો છે, સાસુ પુત્રવધુ અને બે સંતાનોએ પતિ અને સસરાના ત્રાસથી આત્મહત્યા કરી લેતા પાલનપુર તાલુકા પોલીસે સસરા અને પતિની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

પાલનપુર તાલુકાના નાની ભટામલ ગામે સસરા અને પતિના ત્રાસથી પરણીતાએ બે સંતાનો અને સાસુ સાથે એકબીજાના હાથ દોરડાથી બાંધી દાંતીવાડા ડેમમાં આપઘાત કરી લીધો હતો જોકે સ્થાનિક લોકોએ દાંતીવાડા ડેમ માંથી એક જ પરિવારના ચાર લોકોની લાશોને બહાર કાઢતા તેમની લાશોને પોસમોર્ટમ માટે ખસેડાઇ હતી.જેમાં પતિ અને સસરાના અમાનુશી ત્રાસથી કંટાળી ગયેલી પુત્રવધુએ 8 વર્ષની દીકરી 5 વર્ષના પુત્ર અને સાસુ સાથે દાંતીવાડા ડેમમાં સામૂહિક આપઘાત કરી લેતા હડકંપ મચી જવા પામી છે.

 

ત્યારે ઘટનાની વાત કરીએ તો દાંતીવાડાના ભાડલી ગામના નયનાબાના લગ્ન 11 વર્ષ અગાઉ પાલનપુર તાલુકાના નાની ભટામલ ખાતે થયા હતા જોકે સંયુક્ત પરિવારમાં રહેતા પતિ અને સસરા વગર વાંકે મારઝુડ કરતા હતા અને આમાનુશિય ત્રાસ આપતા અને ઘરેથી કાઢી મુકતા અને તેની સાસુ પર પણ ત્રાસ ગુજારતા આખરે પુત્રવધુથી સહન ન થતાં તેને બે સંતાનો અને સાસુ સાથે ઘર છોડી દીધું હતી જોકે તેનો એક પુત્ર સ્ફુલે ગયો હોવાથી તે તેમની સાથે ન જતા તે બચી ગયો હતો જોકે પુત્રવધુ ,સાસુ અને બે સંતાનોએ દાંતીવાડા ડેમમાં પડીને આપઘાત કરી લેતા તેના ભાઈએ પાલનપુર તાલુકા પોલીસ મથકે તેના બહેનના પતિ અને સસરા સામે ફરિયાદ નોંધાવી હતી જેને લઈને પાલનપુર તાલુકા પોલીસે પતિ નારણસિંહ ચૌહાણ અને સસરા ગેંનસીહ સ્વરૂપસિંહ ચૌહાણની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

આ  પણ  વાંચો -રાજ્યભરમાંથી 6 હજાર કરતાં વધુ રખડતા ઢોર પકડવામાં આવ્યા

 

Tags :
Dantiwadamass suicideNani Bhatamal villagePalanpurPolice arrestthe accused
Next Article