Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Nikol Police Station: નિકોલ પોલીસ સ્ટેશનના PI ની તાનાશાહી! PSI એ PIના ત્રાસથી લખ્યો પત્ર

Nikol Police Station: હાલના સમયગાળામાં સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ દરેક વ્યક્તિ માટે ન્યાય મેળવાનું એક સાધન બની ગયું છે. આપણે જોઈએ છીએ કે અનેકવાર વિવિધ પીડિત વ્યક્તિઓ તેની સાથે બનેલી અન્યાયપૂર્વક ઘટનાનો ખુલાસો સોશિયલ મીડિયા (Social Media) ના માધ્યમથી...
09:46 PM May 11, 2024 IST | Aviraj Bagda
Nikol Police Station

Nikol Police Station: હાલના સમયગાળામાં સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ દરેક વ્યક્તિ માટે ન્યાય મેળવાનું એક સાધન બની ગયું છે. આપણે જોઈએ છીએ કે અનેકવાર વિવિધ પીડિત વ્યક્તિઓ તેની સાથે બનેલી અન્યાયપૂર્વક ઘટનાનો ખુલાસો સોશિયલ મીડિયા (Social Media) ના માધ્યમથી કરતા હોય છે. અને ન્યાયની પુકાર કરતા હોય છે. ત્યારે અમદાવાદ (Ahmedabad) શહેરમાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.

મળતી માહિતી મુજબ, અમદાવાદ (Ahmedabad) શહેરમાં આવેલા નિકોલ પોલીસ સ્ટેશન (Police Station) ના PSI જ્યંતિ શિયાળે (PSI Jayanti Shiyale) આપવીતિ જણાવતો પત્ર સોશિયલ મીડિયા પર વહેતો કર્યો છે. જોકે આ પત્ર PSI જ્યંતિ શિયાળે (PSI Jayanti Shiyale) DGP અને ગૃહ વિભાગને મોકલી આપ્યો છે. આ પત્રના માધ્યમથી PSI જ્યંતિ શિયાળે (PSI Jayanti Shiyale) નિકોલ પોલીસ સ્ટેશન (Police Station) માં ફરજ બજાવતા PI કે. ડી. જાટ (PI K D Jat) વિરુદ્ધ ફરિયાદ કરી છે.

આ પણ વાંચો: Prathampur: સંતરામપુર તાલુકાના પરથમપુરમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 71.33% મતદાન થયું

મને બધાની સામે ગાળો બોલવામાં આવતી

Nikol Police Station

PSI Jayanti Shiyale જાહેર કરેલા પત્ર મુજબ, વર્ષ 2022 માં PSI તરીકે જ્યંતિ શિયાળની નિમણૂક થઈ હતી. પરંતુ તેઓએ જ્યારથી ફરજ પર કમાન સંભાળી છે, ત્યારથી તેમને પોલીસ સ્ટેશન (Police Station) માં ફરજ બજાવતા PI કે. ડી. જાટ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવે છે. તે ઉપરાંત તેમને પોલીસ સ્ટેશન (Police Station) ની અંદર અન્ય કર્મચારીની સરખામણીમાં તેમની સાથે ભેદભાવ કરવામાં આવતો હતો. તે ઉપરાંત કોઈ પણ ભૂલ થાય ત્યારે અન્ય કર્મચારીઓની સામે ગાળો બોલીને અપમાનિત કરવામાં આવતા હતા.

આ પણ વાંચો: Kheda: ખેડા જીલ્લા શિક્ષણ અધિકારીની બેદરકારી, જાહેર કરેલ પરિણામની યાદીમાં છે ગંભીર ભૂલ

PSI જ્યંતિ શિયાળે અનેકવાર આત્મહત્યાની કોશિશ કરી

તેમજ તેમણે આગળ જણાવ્યુ કે, PI કે. ડી. જાટ અને પોલીસ સ્ટેશન (Police Station) માં વર્ધી ફાળવતા અધિકારી હોટલમાં બેસીને દારૂની પાર્ટીઓ કરતા હતા. આ ઘટનાની જાણ નિકોલ પોલીસ સ્ટેશન (Police Station) માં હાજર તમામ પોલીસ અધિકારીઓને છે. તેમ છતા કોઈ પણ દ્વારા કોઈ પોલીસ અધિકારી આ ઘટનાની જાણ ઉચ્ચ પોલીસ અધિકારીને કરતા નથી. તેની સાથે મારા દ્વારા ઉકેલવામાં આવેલા કેસનો શ્રેય પણ તેઓ બિજાને આપતા હતા. તે ઉપરાંત અનેક નાની-મોટી બાબતો અને ઘટનાઓમાં મને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. અનેકવાર આવી ઘટનાઓથી પીડાઈને મેં આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. આ અંગે મેં મારા પરિવારને પણ જાણ કરી છે. હાલમાં, હું મારા પરિવાર સાથે બહારગામ જાવ છું. આશા છે કે આ ઘટનાને લઈ કોઈ નિરાકરણ આવશે.

આ પણ વાંચો: Surat Crime Branch: હિન્દુવાદી નેતાઓની હત્યાનું ષડયંત્ર! નેપાળ બોર્ડર નજીકથી વધુ એક આરોપી ઝડપાયો

Tags :
AhmedabadGujaratGujarat Police StationNikolNikol Police StationPIPI K D Jatpolice stationPSIPSI Jayanti Shiyale
Next Article