Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

NEET Exam Fraud: NEET પરીક્ષા કાંડમાં વધુ એક આરોપીની સંડોવણી આવી સામે

NEET Exam Fraud: ગત 5 મેં ના રોજ ગોધરાના જલારામ સ્કૂલ ખાતે લેવાયેલ NEET પરીક્ષામાં પાસ કરવાના કાંડનો પર્દાફાશ થયો છે. વિદ્યાર્થીઓ પાસે નાણાં લઈ NEET ની પરીક્ષામાં પાસ કરાવવા નો મામલો સામે આવ્યો હતો. સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારી...
11:43 PM May 19, 2024 IST | Aviraj Bagda
NEET UG 2024

NEET Exam Fraud: ગત 5 મેં ના રોજ ગોધરાના જલારામ સ્કૂલ ખાતે લેવાયેલ NEET પરીક્ષામાં પાસ કરવાના કાંડનો પર્દાફાશ થયો છે. વિદ્યાર્થીઓ પાસે નાણાં લઈ NEET ની પરીક્ષામાં પાસ કરાવવા નો મામલો સામે આવ્યો હતો. સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી.

સમગ્ર બાબતે પોલીસે ગંભીરતા જોઈ ગણતરીના કલાકોમાં વડોદરાથી પરશુરામ રોયની વડોદરા ખાતેથી ધરપકડ કરી ગોધરા લઈ આવ્યા હતા. સમગ્ર કૌભાંડનો મુખ્ય આરોપી તુષાર ભટ્ટ અને વચેટીયો આરીફ વ્હોરાની રાજસ્થાનના બાસવાડાથી પોલીસે ધરપકડ કરવામાં આવી હતી. NEET પરીક્ષા કૌભાંડની તપાસ કરવા માટે પોલીસે વિવિધ મુદાઓને લઈ ત્રણે આરોપીના 10 દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ રવામાં આવી હતી અને હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Bharuch Police Raid: ભરૂચના ગામની સીમમાંથી કતલખાનું ગૌ-માસ અને જીવતી ગાય સાથે ઝડપાયું

મુખ્ય આરોપીને બિહારના મધુબની જિલ્લા માંથી ડિટેઇન કર્યો

NEET Exam Fraud

જેમાં વધુ એક આરોપીની સંડોવણી હોવાનો ખુલાસો થયો છે. પોલીસે મૂળ બિહારના લખીશ્વર અને હાલ વડોદરાના માણેજા ખાતે રહેતાં વિભોર આનંદ નામના વધુ એક આરોપીને પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના માધ્યમથી બિહારના મધુબની જિલ્લા માંથી ડિટેઇન કર્યો છે. મળતી માહિતી મુજબ રોય ઓવર્સીસના પરશુરામ રોયને વિભોર આનંદે વિધાર્થીઓ આપ્યા હોવાનોનું પરશુરામ રોયની પૂછપરછમાં સામે આવ્યું છે.

આ પણ વાંચો: ગીતાર્થ ગંગા દ્વારા તત્વજ્ઞાનના એન્સાઇક્લોપીડિયાનું અનાવરણ, આર્યયુગ કોશની ભવ્ય શોભાયાત્રા પણ યોજાઈ

આ સમગ્ર મામલે વધુ એક આરોપી વિભોર આનંદની ધરપકડ કરી

તેને પર પ્રાંતના દશ જેટલા વિદ્યાર્થીઓ પરશુરામ રોયને આપ્યા હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. પકડાયેલ આરોપી વિભોર આનંદ પણ વડોદરામાં કન્સલ્ટન્સીનો વ્યવસાય કરે છે. હાલ પોલીસની ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. સમગ્ર મામલે અગાઉ મુખ્ય આરોપી તુષાર ભટ્ટ, વચેટિયો આરીફ વોરા અને પરશુરામ રોયની ધરપકડ થઈ છે. આ ત્રને આરોપી પોલીસ રિમાન્ડ ઉપર છે અને આ ત્રણે આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. ત્યારે હવે આ સમગ્ર મામલે વધુ એક આરોપી વિભોર આનંદની ધરપકડ કરી છે. જેની હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે. ત્યારે વધુ પૂછપરછમાં આ સમગ્ર કૌભાંડમાં અન્ય કેટલાક માથાઓના નામ સામે આવાની શક્યતાઓ વર્તાઈ રહી છે.

અહેવાલ : નામદેવ પાટીલ

આ પણ વાંચો: Tapi : દીપડાનો શિકાર કરી અંગોની ખરીદ વેચાણ કરતા 4 ઝડાપાયા, તપાસમાં મોટા ખુલાસા થવાની વકી!

Tags :
NEET
Next Article