Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ખેડામાં વસો તાલુકા સેવા સદન દ્વારા દરેક ગુરુવારે પ્રાકૃતિક કૃષિ હાટ ભરાશે 

ખેતીવાડી વિભાગના સંયુક્ત ઉપક્રમે પ્રાકૃતિક કૃષિ હાટ ખુલ્લું મુકવામાં આવ્યું રાજય સરકારના પ્રાકૃતિક ખેતી અભિયાન અંતર્ગત પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાના એક કાર્યક્રમનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેના અંતર્ગત તાલુકા સેવા સદન, વસોના કમ્પાઉન્ડમાં તાલુકા વહીવટી તંત્ર, આત્મા પ્રોજેકટ ખેડા અને...
ખેડામાં વસો તાલુકા સેવા સદન દ્વારા દરેક ગુરુવારે પ્રાકૃતિક કૃષિ હાટ ભરાશે 

ખેતીવાડી વિભાગના સંયુક્ત ઉપક્રમે પ્રાકૃતિક કૃષિ હાટ ખુલ્લું મુકવામાં આવ્યું

Advertisement

રાજય સરકારના પ્રાકૃતિક ખેતી અભિયાન અંતર્ગત પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાના એક કાર્યક્રમનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેના અંતર્ગત તાલુકા સેવા સદન, વસોના કમ્પાઉન્ડમાં તાલુકા વહીવટી તંત્ર, આત્મા પ્રોજેકટ ખેડા અને ખેતીવાડી વિભાગના સંયુક્ત ઉપક્રમે “પ્રાકૃતિક કૃષિ હાટ ” ખુલ્લું મુકવામાં આવ્યું છે. જેમાં વસો તાલુકાના મલીયાતજ, અલીન્દ્રા, ખાંધલી, દેવા વાંટા વગેરે ગામોના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા ઝેરી રસાયણ મુકત અને પ્રાકૃતિક પધ્ધતિથી ઉત્પાદિત ખેત પેદાશ અને શાકભાજીનું વેચાણ કરવામાં આવ્યું.

કૃષિ હાટ દરેક ગુરુવારે સવારે આયોજન થશે

Advertisement

જેમાં ધાન્ય પાક- ૪૫ કિ.ગ્રા., શાકભાજી- ૫૧ કિ.ગ્રા. તથા ફળપાક-૦૮ કિ.ગ્રા.નું વેચાણ કરી હાજર ખેડૂતોને અંદાજીત રૂા.૬,૨૩૫/- જેટલી આવક થયેલ છે. આ પ્રાકૃતિક કૃષિ હાટને ખૂબ સારો પ્રતિસાદ મળેલ છે. આ પ્રાકૃતિક કૃષિ હાટનું વસો તાલુકા સેવા સદન દ્વારા દરેક ગુરુવારે સવારના ૧૦:૦૦ થી ૧૨:૦૦ કલાક સુધી આયોજન થશે છે.

આ પ્રસંગે નાયબ બાગાયત અધિકારી નડીયાદ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, ખેતીવાડી તથા આત્મા પ્રોજેકટ ખેડાના કર્મચારીઓ તથા મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીના કર્મચારીશ્રીઓ હાજર રહયા હતા.

Advertisement

આ પણ વાંચો: જૂનાગઢમાં પુષ્ટિ સંપ્રદાયનું વિશ્વનું સૌથી મોટું સંકુલ નિર્માણ થશે, મોટી સંખ્યામાં વૈષ્ણવ ભક્તો ઉમટ્યાં

Tags :
Advertisement

.