Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

છોટાઉદેપુરમાં પાલિકા તંત્ર કામે લાગ્યું, ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર

અહેવાલ - તોફિક શેખ ગુજરાત ફર્સ્ટ દ્વારા છોટાઉદેપુરમાં ઓરસંગ નદીમાં થતી નગરપાલિકની બેદરકારી રાજ્યની સામે મુકવામાં આવી હતી. કારણ કે, છોટાઉદેપુરમાં ઓરસંગ નદી થઈને પીપલેજમાં પાઈપલાઈનના માધ્યમથી સમગ્ર જિલ્લાનું દુષિત પાણી દૂર કરવામાં આવતું હતું. પરંતુ પાલિકાની બેદરકારીના કારણ આ...
10:58 PM Dec 19, 2023 IST | Aviraj Bagda

અહેવાલ - તોફિક શેખ

ગુજરાત ફર્સ્ટ દ્વારા છોટાઉદેપુરમાં ઓરસંગ નદીમાં થતી નગરપાલિકની બેદરકારી રાજ્યની સામે મુકવામાં આવી હતી. કારણ કે, છોટાઉદેપુરમાં ઓરસંગ નદી થઈને પીપલેજમાં પાઈપલાઈનના માધ્યમથી સમગ્ર જિલ્લાનું દુષિત પાણી દૂર કરવામાં આવતું હતું. પરંતુ પાલિકાની બેદરકારીના કારણ આ પાઈપલાઈનમાં અલગ-અલગ જગ્યાઓ પર નાના-મોટા ભંગાણ પડી ગયા હતાં.

તેના કારણે પાઈપલાઈનમાંથી દુષિત પાણીના ફુવારા થતાં હતાં અને તે ફુવારા છોટાઉદપુરમાં શુદ્ધ પાણી પહોંચાડતી નદીને દુષિત કરી રહ્યાં હતાં. તેને કારણે સ્થાનિકો દ્વારા નગરપાલિકા વિરુદ્ધ રોષ પ્રગટ કરવામાં આવ્યો હતો. જો કે સ્થાનિકોનું કહેવું હતું કે, નગરપાલિકાને વારંવાર જાણ કરવામાં આવતી હતી. પરંતુ પાલિકા તંત્ર પાઈપલાઈનનું સમારકામ પર યોગ્ય ધ્યાન નહીં આપવાથી નગરજનોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યાં હતાં. પાઈપલાઈનમાં પડેલા ભંગાણ દ્વારા રોગચાળાને ખુલ્લું આમંત્રણ આપવામાં આવી રહ્યું છે, ત્યારે સ્થાનિકો દ્વારા આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી હતી.

ત્યારે આ ઘટનાને લઈને સંપૂર્ણ સાચી હકીકત સાથે ગુજરાત ફર્સ્ટના માધ્યમથી સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતાં. ત્યારબાદ પાલિકા દ્વારા 24 કલાકોમાં ભંગાણને દુરસ્ત કરવા માટે કર્મચારીઓને નદીમાં ઉતારવામાં આવ્યા હતાં. તે ઉપરાંત નજીકના જ ભૂતકાળમાં છોટાઉદેપુર એસટી બસ ડેપોમા મહિલા રેસ્ટ રૂમના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતાં. ત્યારે પણ ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ ST તંત્ર જાગી ઉઠ્યું હતું

Tags :
chhotaudaipurGovermentMunicipalitywaterissued
Next Article