Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાતની આંગણવાડીના 15 લાખથી વધુ બાળકો ટેક હોમ રાશન દ્વારા મેળવે છે પોષણયુક્ત આહાર

ગુજરાત રાજ્યના 0થી 6 વર્ષની વયજૂથના બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓ તેમજ કિશોરીઓમાં પોષણ અને આરોગ્યની સ્થિતિ સુધારવાના ઉદ્દેશથી રાજ્યમાં સંકલિત બાળ વિકાસ સેવાઓ (ICDS ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસિસ) કાર્યરત છે. આ ICDS હેઠળ 6 મહિનાથી 6 વર્ષની ઉંમર સુધીના...
ગુજરાતની આંગણવાડીના 15 લાખથી વધુ બાળકો ટેક હોમ રાશન દ્વારા મેળવે છે પોષણયુક્ત આહાર

ગુજરાત રાજ્યના 0થી 6 વર્ષની વયજૂથના બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓ તેમજ કિશોરીઓમાં પોષણ અને આરોગ્યની સ્થિતિ સુધારવાના ઉદ્દેશથી રાજ્યમાં સંકલિત બાળ વિકાસ સેવાઓ (ICDS ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસિસ) કાર્યરત છે. આ ICDS હેઠળ 6 મહિનાથી 6 વર્ષની ઉંમર સુધીના બાળકો, સગર્ભા અને સ્તનપાન કરાવતી માતાઓ તેમજ કિશોરીઓમાં કુપોષણનો વ્યાપ ઘટાડવા માટે પોષણયુક્ત આહાર પૂરો પાડવાના ઉદ્દેશથી રાજ્ય સરકાર દ્વારા ટેક હોમ રાશન (THR) યોજના અમલમાં મૂકવામાં આવી છે. રાજ્યની આંગણવાડીઓના માધ્યમથી લાભાર્થીઓને ટેક હોમ રાશન હેઠળ પોષણયુક્ત આહાર પૂરો પાડવામાં આવે છે.

Advertisement

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સક્ષમ નેતૃત્વ હેઠળ આજે ગુજરાતની આંગણવાડીઓના 6 માસથી 6 વર્ષની વયજૂથના 15.87 લાખ બાળકોને માઇક્રોન્યુટ્રિઅન્ટ્સથી ભરપૂર પોષક આહાર પૂરો પાડવામાં આવે છે. આ સાથે જ, રાજ્યની 6 લાખ સગર્ભા અને ધાત્રી માતાઓને તેમજ 11 લાખ કિશોરીઓને પણ આંગણવાડીના માધ્યમથી ટેક હોમ રાશન હેઠળ પોષણયુક્ત આહાર પૂરો પાડવામાં આવે છે.

Advertisement

ગુજરાતની 53,029 આંગણવાડીઓ દ્વારા ટેક હોમ રાશન

ગુજરાતના 53,029 આંગણવાડી કેન્દ્રો દ્વારા લાભાર્થીઓને પૌષ્ટિક અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ટેક હોમ રાશન (પ્રી-મિક્સ)નું વિતરણ કરવામાં આવે છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન સાથે સંલગ્ન અમૂલ, સુમુલ અને બનાસ ડેરી દ્વારા ટેક હોમ રાશન પેકેટનું ઉત્પાદન કરવામાં આવે છે.

Advertisement

રાજ્ય સરકાર દ્વારા લાભાર્થીઓને તેમની દૈનિક જરૂરિયાતના 1/3 ભાગને પૂરો કરવા માટે ટેક હોમ રાશનના રૂપમાં પૌષ્ટિક ખોરાક પૂરો પાડવામાં આવે છે, એટલે કે 6 મહિનાથી 6 વર્ષના બાળકો માટે 500 kcal અને 12-15 ગ્રામ પ્રોટીન, ગંભીર રીતે ઓછા વજનવાળા બાળકો માટે 800 kcal અને 20-25 ગ્રામ પ્રોટીન અને સગર્ભા અને સ્તનપાન કરાવતી મહિલાઓ અને કિશોરીઓ માટે 600 kcal અને 18-20-ગ્રામ પ્રોટીનયુક્ત આહાર પૂરો પાડવામાં આવે છે.

બાળકો અને મહિલાઓના વધુ સારા પોષણ માટે આયુષ THR

ટેક હોમ રાશન એ બજારમાં ઉપલબ્ધ અન્ય બ્રાન્ડેડ પ્રી-મિક્સની જેમ જ રેડી ટુ ઈટ પૌષ્ટિક ખોરાકનું પ્રી-મિક્સ છે, જે કેલરી, પ્રોટીન અને અન્ય સૂક્ષ્મ પોષકતત્ત્વોથી ભરપૂર છે. આ પ્રી-મિક્સ પેકેટમાં ફક્ત ગરમ પાણી ઉમેરીને લગભગ 40 વિવિધ પ્રકારની વાનગીઓ ફટાફટ તૈયાર કરી શકાય છે.વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આયુર્વેદની મહત્તા સમજીને આરોગ્ય અને પોષણમાં સુધાર લાવવા માટે આયુર્વેદિક ઔષધિઓ પર હંમેશાં ભાર મૂક્યો છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે ટેક હોમ રાશન (THR)માં આયુષ ઔષધોનો સમાવેશ કરવાની પહેલ કરી છે. બાળકો માટે ત્રિકટુ અને વિડંગ જેવા આયુર્વેદિક ઘટકો અને માતાઓ માટે જીરૂં અને મુસ્તા જેવા આયુર્વેદિક ઘટકો ટેક હોમ રાશનના પ્રિ-મિક્સમાં ઉમેરવામાં આવ્યા છે. સૂક્ષ્મ પોષકતત્વોથી સમૃદ્ધ THRને વધુ મૂલ્યવર્ધિત કરીને આયુષ THRનું વિતરણ પાયલટ પ્રોજેક્ટ તરીકે રાજ્યના 6 જિલ્લાઓમાં અમલી બનાવવામાં આવ્યું છે, જેમાં ભાવગનર, દેવભૂમિ દ્વારકા, જામનગર, નર્મદા, ડાંગ અને દાહોદ જિલ્લાનો સમાવેશ થાય છે.

બાલશક્તિ, પૂર્ણાશક્તિ અને માતૃશક્તિ

ટેક હોમ રાશન ફૂડ પેકેટ્સને ત્રણ શક્તિયુક્ત આહારમાં વિભાજિત કરવામાં આવ્યું છે, જેમાં બાળકો માટે ‘બાલશક્તિ’, કિશોરીઓ માટે ‘પૂર્ણાશક્તિ’ અને સગર્ભા તેમજ ધાત્રી માતાઓ માટે ‘માતૃશક્તિ’ ફૂડ પેકેટ્સ તૈયાર કરવામાં આવે છે.આંગણવાડીના 6 માસથી 3 વર્ષના આશરે 15.87 લાખ બાળકોને બાલશક્તિ પેકેટ્સ આપવામાં આવે છે, જેમાં સામાન્ય વજનવાળા બાળકોને માસિક “બાલશક્તિ”ના 500 ગ્રામના 7 પેકેટ એટલે કે 3.5 કિલો, 6 માસથી 3 વર્ષના અતિ ઓછા વજનવાળા બાળકોને માસિક “બાલશક્તિ”ના 500 ગ્રામના 10 પેકેટ એટલે કે 5 કિલો અને આંગણવાડીના 3 વર્ષથી 6 વર્ષના અતિઓછા વજનવાળા બાળકોને માસિક “બાલશક્તિ”ના 500 ગ્રામના 4 પેકેટ એટલે કે 2 કિલો આપવામાં આવે છે.આ સાથે જ, રાજ્યની 6 લાખ સગર્ભા અને ધાત્રીમાતાઓને માતૃશક્તિના તેમજ 11 લાખ કિશોરીઓને પૂર્ણાશક્તિના માસિક 1 કિલોના 4 પેકેટ એટલે કે 4 કિલો આપવામાં આવે છે.

1 થી 30 સપ્ટેમ્બર સુધી ભારત ઉજવશે ‘રાષ્ટ્રીય પોષણ માહ’

સગર્ભા અને ધાત્રી માતાઓ, કિશોરીઓ અને 6 વર્ષની ઉંમર સુધીના બાળકોના પોષણના સ્તરમાં સુધારો લાવવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકાર દ્વારા પોષણ અભિયાન ચલાવવામાં આવે છે. પોષણ અભિયાનના ઉદ્દેશ્યોને સાકાર કરવા માટે 1 થી 30 સપ્ટેમ્બર 2023 દરમિયાન સમગ્ર ભારતમાં ‘રાષ્ટ્રીય પોષણ માહ’ ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે પોષણ માહનું ફોકસ સમગ્ર ભારતમાં પોષણ-આધારિત સંવેદનાને ઉજાગર કરવા માટે માનવ જીવનચક્રના મુખ્ય તબક્કાઓ એટલે કે ગર્ભાવસ્થા, બાલ્યાવસ્થા, બાળપણ અને કિશોરાવસ્થા વિશે જાગૃતિ લાવવા પર છે. આ વર્ષના પોષણ માહનું થીમ છે ‘સુપોષિત ભારત, સાક્ષર ભારત, સશક્ત ભારત’. ગુજરાતમાં પણ સપ્ટેમ્બર મહિના દરમિયાન સક્રિય રીતે પોષણ માહ ઉજવવામાં આવશે, જેમાં વિશિષ્ટ સ્તનપાન અને પૂરક ખોરાક, સ્વસ્થ બાળક સ્પર્ધા, પોષણ ભી પઢાઈ ભી, મિશન લાઇફ (LiFE) દ્વારા પોષણમાં સુધાર, આદિવાસી વિસ્તારો કેન્દ્રિત પોષણ વગેરે જેવા થીમ પર પ્રવૃત્તિઓ આયોજિત કરવામાં આવશે.

આ  પણ  વાંચો-આજે વિશ્વ નાળીયેરી દિવસ, દાયકામાં વાવેતર વિસ્તારમાં અંદાજે 4,500 હૅક્ટરની વૃદ્ધિ

Tags :
Advertisement

.