Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Morbi: મચ્છુ 3 ડેમનો એક દરવાજો ખોલાયો,નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ

Morbi : ગુજરાતભરમાં મેઘરાજાએ ધમરોળવાનું શરૂ કરી દીધું છે. તેવામાં સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં મેઘ મહેર થઇ છે. ધોધમાર વરસાદના કારણે મોરબીના મચ્છુ 3 ડેમ(Macchu 3 dam )નો એક દરવાજો ખોલાયો છે. મચ્છુ ડેમમાંથી 877  કયુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે....
morbi  મચ્છુ 3 ડેમનો એક દરવાજો ખોલાયો નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ

Morbi : ગુજરાતભરમાં મેઘરાજાએ ધમરોળવાનું શરૂ કરી દીધું છે. તેવામાં સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં મેઘ મહેર થઇ છે. ધોધમાર વરસાદના કારણે મોરબીના મચ્છુ 3 ડેમ(Macchu 3 dam )નો એક દરવાજો ખોલાયો છે. મચ્છુ ડેમમાંથી 877  કયુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. જળસ્તર વધારો થતા દરવાજો ખોલવા આવતાની સાથે તાલુકાના મિયાણાના 21 ગામોને કરાયા છે.

Advertisement

 મચ્છુ-3 ડેમના એક દરવાજો ખોલવામાં આવ્યો

મળતી માહિતી મુજબ મોરબી(Morbi)ના મચ્છુ-3 ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે. ડેમમાંથી હાલ 877 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. વહીવટી તંત્રએ ડેમના નીચાણવાળા વિસ્તારના ગામને સતર્ક રહેવા સૂચના આપી છે. મચ્છુ-3 ડેમનું રૂલ લેવલ જાળવવા માટે એક દરવાજો ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. 877 ક્યુસેક આઉટફલો હોવાની માહિતી સામે આવી છે. જેને લઈને માનસર, નારણકા, નવા સાદુળકા, જૂના સાદુળકા ,મેઘપર, ફતેપરના ગામોને એલર્ટ કરાયા છે

જાણો હવામાન વિભાગની આગાહી?

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ત્રણ કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે પવન સાથે ગાજવીજ સાથે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. કચ્છ, અમદાવાદ, સુરેન્દ્રનગર અને મોરબીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Advertisement

આગામી ત્રણ કલાકમાં સામાન્ય વરસાદની આગાહી

સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, બોટાદ, ભાવનગર ,ગીર સોમનાથ ,બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, દાહોદ ,આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ગાંધીનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં કરવામાં આવી છે. જ્યારે અરવલ્લી, ખેડા, મહીસાગર, પંચમહાલમાં પણ આગામી ત્રણ કલાકમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ  વાંચો  - Bharuch શહેરમાં માત્ર 3 ઇંચમાં વરસાદમાં જળબંબાકાર જેવી સ્થિતિ

Advertisement

આ પણ  વાંચો  - Nirlipt Rai : નિર્લિપ્ત રાયની ટીમ SMC માં ભ્રષ્ટાચાર ?

આ પણ  વાંચો  - Ahmedabad Rain :પહેલા વરસાદમાં ડૂબ્યું અમદાવાદ, AMC કામગીરીમાં રહ્યું નિષ્ફળ

Tags :
Advertisement

.