Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Morbi Honey Trap Case: મોટા ઉદ્યોગપતિઓને આ રીતે ફસાવતા હતા, Honey Trapના જાળમાં

Morbi Honey Trap Case: રાજ્યમાં વધુ એક ધનિક વેપારી હનીટ્રેપનો ભોગ બન્યા. ત્યારે મોરબી (Morbi) ના સુલતાનપુર વિસ્તારમાંથી આ મામલો સામે આવ્યો છે. તે પૈકી ઉપરાંત ગણતરીના કલાકોમાં LCB Police એ આરોપીઓને પકડી પાડ્યા હતા. Morbi Honey Trap Case મોરબીમાં...
morbi honey trap case  મોટા ઉદ્યોગપતિઓને આ રીતે ફસાવતા હતા  honey trapના જાળમાં

Morbi Honey Trap Case: રાજ્યમાં વધુ એક ધનિક વેપારી હનીટ્રેપનો ભોગ બન્યા. ત્યારે મોરબી (Morbi) ના સુલતાનપુર વિસ્તારમાંથી આ મામલો સામે આવ્યો છે. તે પૈકી ઉપરાંત ગણતરીના કલાકોમાં LCB Police એ આરોપીઓને પકડી પાડ્યા હતા.

Advertisement

Morbi Honey Trap Case

મોરબીમાં વેપારી બન્યા હનીટ્રેપના શિકાર

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી (Morbi) ના સુલતાનપુર વિસ્તારમાં ભરતભાઈ ભીખાભાઇ કારોલીયા નામના વ્યક્તિને એક અજાણી મહિલાનો ફોન આવ્યો હતો. ત્યારે મહિલા દ્વારા વેપારી સાથે ફોનના માધ્યમથી મિત્રતા કેળવી હતી. ત્યાર બાદ વેપારીને એક દિવસ રૂબરૂ મુલાકાત કરવા માટે બોલાવ્યા હતા. ત્યારે અચાનક 4 અજાણ વ્યક્તિઓ આવી ગયા હતા.

Advertisement

કુલ 21,76,600 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો

જૈ પૈકી તે 4 વ્ચક્તિઓ દ્વારા વેપારીને ગાળો આપી ઢોર માર માર્યો હતો. તે ઉપરાંત મહિલા પાસે બળાત્કારની ફરિયાદ કરાવવાની ધમકરી પણ વેપારીને આપી હતી. તેની સાથે 4 વ્યક્તિઓ અને મહિલા દ્વારા તેની પાસે રૂ. 35 લાખની માગણી કરી હતી. જૈ પૈકી વેપારી ભરતભાઈએ રૂ. 23, 50,000 આપ્યા હતા. ત્યાર બાદ આ સમગ્ર મામલે વેપારી ભરતભાઈએ સુલતાનપુર વિસ્તારમાં આવેલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

તમામ આરોપીઓના નામની યાદી

ત્યારે LCB પોલીસ દ્વારા આરોપીઓને શોધખોળ કરવાની તજવીજ હાથ ધરી હતી. તે દરમિયાન ટેકનીકલ સોર્સીસ તથા હ્યુમન સોર્સીસથી તપાસ કરી આ ગુનામાં સંડોવાયેલ હરેશ નાનજીભાઈ વાળા, શૈલેશગીરી ઉર્ફે ભાણો રમેશગીરી ગોસાઇ, અતિત રાજરતનભાઇ વર્ધન, વિક્રમ ઉર્ફે વીરા લીંબાભાઇ તરગટા તેમજ એક મહિલા સહિત કુલ પાંચ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા.

Advertisement

Morbi Honey Trap Case

મોરબીમાંથી ટેલીફોન ડાયરી મેળવી હતી

LCB પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી કુલ 21,76,600 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપીઓ દ્રારા મોરબી (Morbi) માંથી ઉધોગપતિ અને વેપારીઓના ટેલીફોન નંબર વાળી ટેલીફોન ડાયરી મેળવી હતી. તેમાંથી નંબરો મેળવી મહિલા અલગ અલગ મોબાઇલ નંબરો માંથી ફોન કરાવી પ્રેમજાળમાં ફસાવી હતી. અંતે મળવા બોલાવી ભોગબનનારને ડરાવી ધમકાવી ખોટી ફરીયાદ કરવાની ધમકી આપી મોટી રકમ પડાવી લેવાના કામો કરતા હતા.

અહેવાલ વિશ્વાસ ભોજાણી

આ પણ વાંચો: VADODARA : રાજકીય ગરમાવો આવે તેવા બેનર કાંડના મુખ્ય સૂત્રધાર રૂત્વિજ જોષી, હવે અટલાદરા પોલીસ પુછપરછ કરશે

આ પણ વાંચો: Bharuch Collector Office: ભરૂચમાં બૌડા વિભાગની કચેરીમાં મહિલા અરજદારે આપઘાતનો કર્યો પ્રયાસ

આ પણ વાંચો: Gujarat Congress : રોહન ગુપ્તાના રાજીનામા પર કોંગ્રેસ નેતાઓની આકરી પ્રતિક્રિયા! શક્તિસિંહ ગોહિલ રાજકોટના પ્રવાસે

Tags :
Advertisement

.