Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, નવસારીમાં 6 કલાકમાં 11 ઈંચ વરસાદથી જળબંબાકાર

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ સુરતના મહુવામાં 6 કલાકમાં સાડા 11 ઈંચ વરસાદ નવસારીમાં 6 કલાકમાં 11 ઈંચ વરસાદથી જળબંબાકાર સુબીરમાં 8, બારડોલીમાં સાડા 7 ઈંચ વરસાદ જલાલપોરમાં 6 કલાકમાં 7 ઈંચ વરસાદ ખાબક્યો કપરાડા, સોનગઢ, ઉમરગામમાં પોણા 7...
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ  નવસારીમાં 6 કલાકમાં 11 ઈંચ વરસાદથી જળબંબાકાર
  • દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ
  • સુરતના મહુવામાં 6 કલાકમાં સાડા 11 ઈંચ વરસાદ
  • નવસારીમાં 6 કલાકમાં 11 ઈંચ વરસાદથી જળબંબાકાર
  • સુબીરમાં 8, બારડોલીમાં સાડા 7 ઈંચ વરસાદ
  • જલાલપોરમાં 6 કલાકમાં 7 ઈંચ વરસાદ ખાબક્યો
  • કપરાડા, સોનગઢ, ઉમરગામમાં પોણા 7 ઈંચ વરસાદ
  • આહવામાં 8 કલાકમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો
  • વઘઈમાં સાડા 5 ઈંચ, પલસાણામાં 5 ઈંચ વરસાદ
  • રાજ્યના 5 તાલુકામાં 4થી 5 ઈંચ સુધીનો વરસાદ
  • છેલ્લા 22 કલાકમાં રાજ્યના 124 તાલુકામાં વરસાદ
  • રાજ્યના 24 તાલુકામાં 1થી 4 ઈંચ સુધીનો વરસાદ

આગામી 24 કલાક દ.ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે નવસારી શહેરમાં ભારે વરસાદને પગલે પાણી ભરાઈ ગયા છે. અહીં રાત્રે 6 કલાકમાં 11 ઇંચ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ઘરોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે.

Advertisement

નવસારીમાં ધમાકેદાર બેટિંગ

નવસારી અને વલસાડમાં અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારો જળમગ્ન બન્યા છે. કાશ્મીરાનગર, ભાગડા ખુર્દ, બંદર રોડ, પીચિંગ વિસ્તારમાં પાણી ભરાયા છે. ભારે વરસાદથી ઔરંગા નદીના જળસ્તરમાં જબરદસ્ત વધારો થયો છે.  ભારે વરસાદ અને પાણી ભરાઇ જતાં વલસાડનું હનુમાન ભાગડા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. મધુબન ડેમના 10 દરવાજા ચાર મીટર સુધી ખોલવામાં આવ્યાં છે. મધુબન ડેમમાં રાત્રે 2.5 લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક થઇ છે.

Advertisement

રાતે બે વાગ્યાથી જ ડેમમાંથી દોઢ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ભારે વરસાદના કારણે દમણ ગંગાના કિનારાના ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યાં છે. દાદરાનગર હવેલી અને વાપી નદીકાંઠાના ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. નદીકાંઠાના નીચાણવાળા વિસ્તારોના મકાનોમાં પાણી ભરાયા છે.

Advertisement

સુરતમાં ગ્રામ્ય વિસ્તારમાં આભ ફાટ્યું

ઉલ્લેખ ની છે કે સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આભ ફાટ્યું છે. મહુવા, બારડોલી અને પલસાણામાં ભારે વરસાદ પડ્યો છે. ભારે વરસાદને પગલે સુરત જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. પાણી ભરાતા બારડોલી સુગર રેલવે અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે.

સુરત, ડાંગ અને તાપીમાં ભારે વરસાદની આગાહી

સુરત, ડાંગ અને તાપીમાં ભારે વરસાદની આગાહી સાથે અમદાવાદ, ગાંધીનગરમાં છૂટા છવાયા વરસાદની આગાહી છે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તેમજ દરિયાકાંઠા વિસ્તારોમાં 45થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાશે. સાબરકાંઠા અને અરવલ્લીમાં આવતીકાલે ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે. આવતીકાલે દક્ષિણ ગુજરાતના અતિભારે વરસાદની આગાહી છે.

ગાંધીનગરમાં પણ વરસાદ થવાની શક્યતાઓ

28 જુલાઈએ નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગરહવેલીમાં અતિભારે વરસાદની આગાહી સાથે 24 કલાક ગુજરાતમાં ભારે વરસાદની સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ સાથે રાજ્યના કેટલાક ભાગોમાં હળવો વરસાદ રહેવાની સંભાવનાઓ પણ છે. હવામાન વિભાગે અમદાવાદ તથા ગાંધીનગરમાં પણ વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. નોંધનીય છે કે હાલ રાજ્યમાં એકાદ ઠેકાણે અતિભારે વરસાદ થવાની શક્યતાઓ હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.

આ પણ વાંચો-GANDHINAGAR: સેમિકોન ઇન્ડિયા 2023 કાર્યક્રમનું PM NARENDRA MODI કરશે ઉદ્ઘાટન

Tags :
Advertisement

.