Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Mahesana : ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ 400 વિઘમાં કરી શક્કરિયાની ખેતી

અહેવાલ -મુકેશ  જોષી -મહેસાણા  મહેસાણા જિલ્લાના 400 વીઘા થી વધુ શક્કરિયા ની ખેતી શક્કરિયા ની ખેતી કરી ત્રણ મહિનામાં જ કમાણી કરતા ખેડૂતો કડીના નંદાસણ નજીક માંથાસુર ગામના ખેડૂતો શક્કરિયા ની ખેતીમાં અવ્વલ  ચિલા ચાલુ ખેતી છોડી અને શક્કરિયા ની...
mahesana   ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ 400 વિઘમાં કરી  શક્કરિયાની ખેતી
અહેવાલ -મુકેશ  જોષી -મહેસાણા 
  • મહેસાણા જિલ્લાના 400 વીઘા થી વધુ શક્કરિયા ની ખેતી
  • શક્કરિયા ની ખેતી કરી ત્રણ મહિનામાં જ કમાણી કરતા ખેડૂતો
  • કડીના નંદાસણ નજીક માંથાસુર ગામના ખેડૂતો શક્કરિયા ની ખેતીમાં અવ્વલ
  •  ચિલા ચાલુ ખેતી છોડી અને શક્કરિયા ની ખેતી તરફ વળ્યા ખેડૂતો
  • ગામના ૧૦૦ કરતા વધુ ખેડૂતો એ કરી શક્કરિયા ની ખેતી
  • વિઘે રૂપિયા 18000 ના ખર્ચ સામે રૂપિયા એક લાખ સુધીની આવક રળતા ખેડૂતો
  • નંદાસણ, માથાસુર, કૈયલ, આનંદપુરા, કરજીસણ, વડુ ના ખેડૂતો ની શક્કરિયા ની ખેતી
  • રૂપિયા 290 થી 330 નો એક મણ નો મળે છે શક્કરિયા નો ભાવ
શકરીયા ની ખેતી કરો અને રોકડી આવક મેળવો.. મહેસાણાના નંદાસણ નજીકના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો જાણે કે આ સૂત્ર અપનાવી લીધું છે. નંદાસણ નજીકના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ 400 વિઘમાં શક્કરિયાની ખેતી કરી લાખોની આવક કરી રહ્યા છે.
Image preview
આમતો શક્કરિયા શિવરાત્રી માં લોકોને આરોગવા મળતા હોય છે અને માર્કેટ માં પણ શિવરાત્રી માં જ જોવા મળતા હોય છે. ત્યારે શક્કરિયા ની શિવરાત્રી ની સિઝન પેલા આવક થાય તો ખેડૂતો ને પણ સુધો ફાયદો થાય તે સીધી વાત છે. બસ આ જ દિશામાં મહેસાણા જિલ્લાના નંદાસન આજુબાજુના ગામો ના ખેડૂતો એ ઓક્ટોમ્બર થી ડિસેમ્બર વચ્ચે શકક્રિયાની ખેતી બાદ આવક પણ મબલક મળતી થઈ છે. અહી ના શક્કરિયા મહેસાણા માર્કેટ માં અને સીધા વહેપારીઓ ખરીદી કરી અન્ય રાજ્યો માં પણ એકસપોર્ટ કરી રહ્યા છે અને ખેડૂતો ને પણ ઊંચા ભાવ મળતા જગતનો તાત પણ ખુશખુશાલ જોવા મળી રહ્યો છે.
Image preview
નંદાસણ નજીકના માથાસુર, કૈયલ, આણંદપુરા, વડુ ગામના ખેડૂતોએ 400 થી વધુ વીઘામાં શકરીયા ની ખેતી કરી છે. શકરીયા ની ખેતી કરતા ખેડૂતો માત્ર ત્રણ મહિનામાં જ આવક રડી લે છે. આ ખેડૂતોને શક્કરિયા ની ખેતી માં એક વીઘે રૂપિયા 18000 જેટલો ખર્ચ થાય છે. જેની સામે એક વીઘે ખેડૂતો રૂપિયા એક લાખ સુધીની આવક કરી લે છે. શકરીયા નો પાક તૈયાર થતાં ખેડૂતો મહેસાણા રૂપિયા 290 થી 230 પ્રતિ એક મળે વેચાણ કરે છે. મહેસાણા જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં અને નંદાસણ વિસ્તારના ગામોમાં માથાસુર ગામના જ 100 જેટલા ખેડૂતોએ 400 વીઘામાં શકરીયા ની ખેતી કરી છે. એટલે કે એમ કહી શકાય કે ખેડૂતોને તો રોકડિયા પાકમાં વધુ નફો દેખાતા જ શકરીયા ની ખેતી તરફ ખેડૂતો વધુ વળ્યા છે.
Image preview
રૂટિન ખેતી કરી રહેલા ખેડૂતો ને પોષણ ક્ષમ ભાવ માલતા નથી અને સીધું નુકશાન વેઠવાનો વારો આવતો હોય છે ત્યારે મહેસાણા જિલ્લાના ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળતા મબલખ આવક મેળવી અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે.
Advertisement
Tags :
Advertisement

.