ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Madhavpura Bank scam: માધવપુરા બેંક કૌભાંડમાં 23 વર્ષ બાદ આરોપીઓ સામે ચાર્જફ્રેમ

Madhavpura Bank scam :ધી માધવપુર મર્કેન્ટાઇલ કો ઓપરેટિવ બેન્કના કરોડો રૂપિયાના કૌભાંડ( Madhavpura Bank scam)માં ખાતેદારો થાપણદારોના વિમાના પૈસા ચાંઉ કરી રૂપિયા 7.50 કરોડથી વધુનું આર્થિક નુકસાન પહોંચાડવાના પ્રકરણમાં માધવપુર બેંકના સીઈઓ આરએમ શાહ સામે આખરે 23 વર્ષના બાદ ચાર્જ...
10:07 AM Jun 09, 2024 IST | Hiren Dave
Metro Court

Madhavpura Bank scam :ધી માધવપુર મર્કેન્ટાઇલ કો ઓપરેટિવ બેન્કના કરોડો રૂપિયાના કૌભાંડ( Madhavpura Bank scam)માં ખાતેદારો થાપણદારોના વિમાના પૈસા ચાંઉ કરી રૂપિયા 7.50 કરોડથી વધુનું આર્થિક નુકસાન પહોંચાડવાના પ્રકરણમાં માધવપુર બેંકના સીઈઓ આરએમ શાહ સામે આખરે 23 વર્ષના બાદ ચાર્જ ફ્રેમ (Chargeframe against accused)કરાયો છે એડિશનલ ચીફ મેટ્રોપોલીટીન મેજિસ્ટ્રેટએ આરોપી CEO આર એમ શાહ (CEO RM Shah)વિરુદ્ધ છેતરપિંડી અને બનાવટી દસ્તાવેજોની કલમો હેઠળ તહોમતનામુ ફરમાવ્યું હતું

માધુપુરા કો-ઓપરેટીવ બેંકના કૌભાંડ મામલો

માધુપુરા મર્કેન્ટાઇલ કો-ઓપરેટીવ બેંકના કૌભાંડ(Madhavpura Bank scam)માં ખુદ બેંકના જ ખાતેદારો અને થાપણદારોના વિમાનની રકમ ચાલુ કરી લેવાના ચકચારી કેસમાં તત્કાલીન આરોપી સીઈઓ અરે એમ શાહ વિરુદ્ધ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરેન્ટિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા તારીખ 12 7 2004 ના રોજ ચાર્જ ફ્રેમ કરવામાં બે ફરિયાદ દાખલ કરાઈ હતી.ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરેન્ટિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા તરફથી કોર્ટ સમક્ષ રજૂઆત કરાઈ હતી કે જુલાઈ 2012માં માધવપુર બેંક ખર્ચામાં જતા બેંકમાં લિક્વિડેટરની નિમણૂક કરાઈ હતી.

 

માધુપુરા બેંકનું લાયસન્સ કેન્સલ  કરાયું

બેંકની ગંભીર ગેરરીતિ ને લઈ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ગત તારીખ 12.3. 2001 ના રોજ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ હેઠળ બેન્ક નું ક્લિયરિંગ નું કામકાજ સસ્પેન્ડ કરી દીધું હતું. નવી દિલ્હી સ્થિત સેન્ટ્રલ રજીસ્ટર કો ઓપરેટિવ સોસાયટીઝ દ્વારા માધવપુર બેંકને પુનર્જીવિત કરવા માટે દસ વર્ષની રિવાઇવલ સ્કીમ હેઠળ મૂકી હતી પરંતુ તમામ પ્રયાસો છતા બેંક પુનર્જીવિત થઈ શકી ન હતી અને આખરે 24 8 2011 ના રોજ નક્કી કરાયું કે બેન્કની ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરેન્ટી કોર્પોરેશન એક્ટ 1961 ની કલમ 35 ( A) હેઠળ મૂકવામાં આવે અને આરબીઆઈ દ્વારા તારીખ 1 6 2012 ના રોજ બેંકનું લાયસન્સ કેન્સલ કરવામાં આવ્યું હતું

પ્રસ્તુત કેસમાં DICGCI માંથી ખાતેદાર થાપણદારોના વિમા ની ચુકવણી માટે બેંક તરફથી 2856 ખાતામાંથી 2461 કેસની યાદી અપાઈ હતી પરંતુ બેંકના તત્કાલીન સીઇઓ સહિતના અધિકારીઓને ખબર હોવા છતાં સાચી હકીકત છુપાવી કલમ 16 3 નો ભંગ કરી ખાતાઓને મર્જ કર્યા વિના માહિતી પૂરી પાડી હતી અને જેને કારણે ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ને રૂપિયા 400 પોઈન્ટ 92 કરોડની બેંકની ચુકવણી કરવી પડી હતી બેંક તરફથી અપાયેલી ખોટી માહિતી અને વિગતોના કારણે કોર્પોરેશનની રૂપિયા 7.5 કરોડનું મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો

અહેવાલ -કલ્પીન ત્રિવેદી, અમદાવાદ

આ પણ  વાંચો - Gujarat High Court: રાજ્યની જેલનાં ફરાર થતા કેદીઓ માટે સજા અંગે નીતિ જ નથી : હાઈકોર્ટ

આ પણ  વાંચો - Gujarat Weather Rain : રાજ્યના 13 જિલ્લાઓમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી

આ પણ  વાંચો - VADODARA : વિતેલા 24 કલાકમાં ફાયર વિભાગે 2 કાર શોરૂમ સીલ કર્યા, અનેકને નોટીસ

Tags :
Accused chargeframe After 23 yearsCEO RM ShahChargeframe against accusedGujarat First AhmedabadMadhavpurMadhavpur Mercantile Co-Operative Bank scamMadhavpura bank scamMetro Court
Next Article