ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Lok Sabha Election : PM મોદીએ રાણીપમાં કર્યું મતદાન, અમિત શાહ રહ્યા હાજર

Lok Sabha Election : PM મોદી (PM Narendra Modi)એ રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન (Vote)કર્યું છે. જેમાં PM મોદી લોકોને મળ્યા છે. તેમજ નિશાન સ્કૂલમાં રૂમ નં 1માં PM મોદીએ મતદાન કર્યું છે. PM મોદી સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર...
08:04 AM May 07, 2024 IST | Hiren Dave

Lok Sabha Election : PM મોદી (PM Narendra Modi)એ રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન (Vote)કર્યું છે. જેમાં PM મોદી લોકોને મળ્યા છે. તેમજ નિશાન સ્કૂલમાં રૂમ નં 1માં PM મોદીએ મતદાન કર્યું છે. PM મોદી સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહ્યાં હતા. તેમજ મતદાન કરતા પહેલાં લોકોનું અભિવાદન ઝીલ્યું હતુ. તેમજ PM મોદીએ લોકોને ઓટોગ્રાફ પણ આપ્યા છે.

 

રાણીપની નિશાન સ્કૂલમાં PM મોદીએ મતદાન કર્યું

PM મોદી મતદાન કરવા માટે રવાના થયા છે. જેમાં રાણીપની નિશાન સ્કૂલમાં PM મોદી મતદાન કરશે. સવારે 7.30 વાગ્યે PM નિશાન સ્કૂલમાં મતદાન કરશે. તેમજ નિશાન સ્કૂલમાં રૂમ નં 1માં PM મોદી મતદાન કરશે. અમિત શાહ રાણીપ નિશાન સ્કૂલ પહોંચ્યા છે. PM મત આપશે તે સમયે અમિત શાહ હાજર રહેશે.

લોકતંત્રમાં મતદાન સામાન્ય દાન નથી-PM મોદી

વડાપ્રધાને કહ્યુ- ગરમીમાં પણ લોકો દિવસ રાત દોડ્યા. તમારા સ્વાસ્થ્યની પણ ચિંતા કરો. તેમણે કહ્યુ લોકતંત્રમાં મતદાન સામાન્ય દાન નથી. આપણા દેશમાં દાનનું મહત્વ છે. એ જ ભાવથી દેશવાસી વધુમાં વધુ મતદાન કરે. હજુ ચાર તબક્કાનું મતદાન બાકી છે. તેમણે ગુજરાત અને દેશભરમાં મતદાન કરનારાઓનો આભાર માન્યો. તેમણે કહ્યુ હતુ કે મતદાનમાં પહેલા હિંસા થતી હતી. જો કે હજુ સુધી બે તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ થયુ છે.

 

બાળકને વરસાવ્યુ વ્હાલ

પીએમ મોદીએ રાણીપ ખાતે મતદાન કર્યા બાદ તેઓ હળવા મૂડમાં દેખાયા હતા. પીએમ મોદી બાળકોને ઓટોગ્રાફ આપતા જોવા મળ્યા હતા. પીએમ મોદી આ દરમિયાન ભૂલકાંને હાથમાં તેડીને વ્હાલ પણ વરસાવ્યું હતુ. મહત્વનું છે કે પીએમ મોદીને જોવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જેમાં ખાસ કરીને બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. બાળકો પીએમ મોદીને મળવા ઘણા જ ઉત્સુક જણાયા હતા.

 

 

એક વૃદ્ધ મહિલાએ PM મોદીને રાખડી બાંધી

વડાપ્રધાન જ્યારે નિશાન સ્કૂલમાં મત આપવા આવ્યા હતા, ત્યારે  એક વૃદ્ધ મહિલાએ PM મોદીને રાખડી બાંધી હતી.મતદાન અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર લખ્યું હતું કે "હું ત્રીજા તબક્કાના તમામ મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અને મતદાનનો નવો રેકોર્ડ બનાવવા વિનંતી કરું છું. આપ તમામની સક્રીય ભાગીદારી લોકશાહીના આ તહેવારની રોનક વધારશે.

 

 

અંતિમ તબક્કામાં 30 કંપનીઓ રાજ્યને હવાલે કરાઈ

ગુજરાતમાં શાંતિ પૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા સવિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સુરક્ષાને ધ્યાનમાં લઈને લશ્કરી દળોની વધુ 30 કંપનીઓ ખડકાઈ છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શનિવારે આ વધુ કંપનીઓનો જથ્થો રાજ્યમાં મોકલી આપ્યો છે. આ અગાઉ રાજયમાં 20 કંપનીઓ પહેલા આવી ચુકી છે. બાદમાં 160 કંપનીઓ ફાળવાઈ અને હવે ત્રીજા અંતિમ તબક્કામાં 30 કંપનીઓ રાજ્યને હવાલે કરાઈ છે.

આ  પણ  વાંચો - VADODARA : ભાજપના લોકસભા ઉમેદવાર મંદિરે દર્શન કરી મતદાન કરવા રવાના, જાણો શું કહ્યું

આ  પણ  વાંચો - LIVE : આજે લોકશાહીનો મહાપર્વ,રાજ્યોની 25 બેઠક માટે થશે મતદાન

આ  પણ  વાંચો - Lok Sabha Election 2024: આજની રાત કતલની રાત, મતદારોને રીઝવવા માટે થશે મથામણ

Tags :
Ahmedabadamethi lok sabhaAmit ShahBJPElection Commission of indiaelectoralsearch.inepic number in voter idGandhinagarGujaratIndiakey candidatesLok Sabha Election 2024 Phase 3Lok Sabha Election 2024 Phase 3 PollingLok Sabha Election 2024 Phase 3 VotingLok Sabha elections 2024Lok Sabha Elections 2024 Phase 3pm narendra modiPolling BoothPolling dateraebareli lok sabhastates and constituenciesTIMINGSVotevoter.eci.gov.in 2024voters eci.gov.in
Next Article