Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Kutch Police Awards: પ્રજાસત્તા દિવસ વિવિધ સુરક્ષા દળના અઘિકારીઓને મળશે પુરસ્કાર

Kutch Police Awards: પ્રજાસત્તાક દિવસ નિમિતે ભુજના બટાલિયન બોર્ડરવિંગ હોમગાર્ડની રાષ્ટ્રીય પુરસ્કાર આપવા માટે પસંદગી કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી પામેલા દેવતસિંહ જાડેજા નં.૨ બટાલિયન બોર્ડરવિંગ ભુજ કચ્છમાં વર્ષ ૧૯૮૯ માં હવાલદારની જગ્યા પર ભરતી થયેલા હતા. તેઓને...
kutch police awards  પ્રજાસત્તા દિવસ વિવિધ સુરક્ષા દળના અઘિકારીઓને મળશે પુરસ્કાર

Kutch Police Awards: પ્રજાસત્તાક દિવસ નિમિતે ભુજના બટાલિયન બોર્ડરવિંગ હોમગાર્ડની રાષ્ટ્રીય પુરસ્કાર આપવા માટે પસંદગી કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી પામેલા દેવતસિંહ જાડેજા નં.૨ બટાલિયન બોર્ડરવિંગ ભુજ કચ્છમાં વર્ષ ૧૯૮૯ માં હવાલદારની જગ્યા પર ભરતી થયેલા હતા.

Advertisement

તેઓને વર્ષ ૨૦૦૧ માં નાયબ સુબેદાર પ્લાટુન કમાન્ડરમાં બઢતી મળેલી હતી. ત્યારબાદ વર્ષ ૨૦૨૧ માં સુબેદાર કંપની કમાન્ડર વર્ગ-૨ માં બઢતી મળેલી છે. તેઓની સેવાકાળ દરમિયાન કાયદો-વ્યવસ્થા , જેલફરજ, રાજય બહાર ચૂંટણીની ફરજ પણ બજાવેલી છે. હાલમાં તેઓ સેકન્ડ-ઇન- કમાન્ડનો વધારાનો હવાલો સંભાળે છે.

જયારે રાષ્ટ્રપતિ પુરસ્કાર માટે પસંદગી પામેલા પૃથ્વીપાલસિંહ જાડેજા નં.૨ બટાલિયન બોર્ડરવિંગ ભુજ-કચ્છમાં વર્ષ ૧૯૮૯ માં નાયક ક્લાર્કની જગ્યા પર ભરતી થયેલા હતા. તેઓને વર્ષ-૨૦૦૧ માં હવાલદાર ક્વાટર માસ્ટર તેમજ વર્ષ-૨૦૦૭ માં નાયબ સુબેદાર પ્લાટુન કમાન્ડરમાં બઢતી મળેલી હતી.

Advertisement

ત્યાર બાદ વર્ષ ૨૦૨૧ માં સુબેદાર કંપની કમાન્ડર (વર્ગ-૨) માં બઢતી મળેલી છે. તેઓની સેવાકાળ દરમ્યાન કાયદો-વ્યવસ્થા, જેલફરજ, રાજ્ય બહાર ચૂંટણીની ફરજ પણ બજાવી છે. હાલમાં તેઓ સ્ટાફ ઓફીસર અને ઉપાડ અને વહેચણી અધિકરીનો હવાલો સંભાળે છે.

Advertisement

સેવા વિષયક માહિતી માટે જગદિશસિંહ સંધુભા જાડેજાની પસંદગી થયેલી છે. જેઓ નં.૨.બટાલિયન બોર્ડરવિંગ ભુજ-કચ્છમાં વર્ષ ૧૯૮૬ માં ગાર્ડઝમેન જગ્યા પર ભરતી થઈ હતી. ૧૯૮૯ માં નાયકમાં પ્રમોશન મળેલ તેઓની સેવાકાળ દરમ્યાન કાયદો-વ્યવસ્થા, જેલ ફરજ, રાજ્ય બહાર ચૂંટણીની ફરજ પણ બજાવેલ છે.

સેવા વિષયક માહિતી માટે પસંદગી પામેલા ભુપેન્દ્રસિંહ બાલુભા જાડેજા નં.૨.બટાલિયન બોડરવિંગ ભુજ-કચ્છ ખાતે વર્ષ ૧૯૯૩ માં ગાર્ડઝમેનની જગ્યા પર ભરતી કરાઈ છે. તેઓની સેવાકાળ દરમ્યાન કાયદો- વ્યવસ્થા, જેલ ફરજ, રાજ્ય બહાર ચૂંટણીની ફરજ પણ બજાવીલ છે. આ એવોર્ડ મળવા બદલ કર્મચારીઓને પશ્ચિમ કચ્છ એસ.પી તથા બટાલિયન કમાન્ડન્ટ મહેન્દ્ર  બગડીયાએ તથા સર્વે સ્ટાફ દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.

અહેવાલ કૌશિક છાંયા

આ પણ વાંચો: Kheda : મહુધાના પૂર્વ ધારાસભ્ય BJPમાં જોડાયા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખે કહ્યું – કોંગ્રેસ મુક્ત ભારતને બદલે કોંગ્રેસ યુક્ત ભાજપ..!

Tags :
Advertisement

.