Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

GONDAL : કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવા માંગ ઉઠી

GONDAL : ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે કોળી સમાજના ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયા ને બનાવવાની માંગ સાથે નો પત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભૂપતભાઈ ડાભીએ લખતા ગુજરાતનું રાજકારણ ગરમાયું હતું. પત્રમાં જણાવ્યું હતું કે, ગત લોકસભામાં સૌરાષ્ટ્રમાં કોળી સમાજ અને ઉત્તર...
gondal   કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવા માંગ ઉઠી

GONDAL : ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે કોળી સમાજના ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયા ને બનાવવાની માંગ સાથે નો પત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભૂપતભાઈ ડાભીએ લખતા ગુજરાતનું રાજકારણ ગરમાયું હતું. પત્રમાં જણાવ્યું હતું કે, ગત લોકસભામાં સૌરાષ્ટ્રમાં કોળી સમાજ અને ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ તેમજ દક્ષિણ ગુજરાતના કોળી પટેલ સમાજ સંપૂર્ણ ભાજપની સાથે રહ્યો છે. જેથી કોળી સમાજની લાગણી અને માંગણી છે કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે કુંવરજીભાઇ બાવળિયા ને તક મળે.

Advertisement

સમાજનો સરવે કરી પ્રધાનમંત્રીને પત્ર

ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમના ચેરમેન ભુપતભાઇ ડાભીએ જણાંવ્યુ હતું કે ગુજરાતના 36 જિલ્લાઓમાં સરવે કરવામાં આવ્યો છે. કુંવરજીભાઇ બાવળિયાના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યા છે. સમગ્ર ગુજરાતમાં 32℅ કોળી સમાજ વસ્તી ધરાવે છે. ગુજરાતમાં 265 થી વધુ કોળી સમાજના સરપંચ છે. સાથે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં પણ કોળી સમાજના ચૂંટાયેલા સભ્યો વધુ છે.

Advertisement

કુંવરજીભાઇ મુખ્યમંત્રી બને તો ભાજપ વધુ મજબૂત થાય

તેમણે વધુમાં જણાવ્યું હતું કે કુંવરજીભાઇ બાવળિયા ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી છે. અમારા સમાજમાં ઘણા નેતાઓ છે પણ કુંવરજીભાઇ જેવા ભણેલ ગણેલ અને નિષ્ઠાવાન કોઈ વ્યક્તિ છે જ નહીં જો કુંવરજીભાઇ જેવા નિષ્ઠાવાન વ્યક્તિ મુખ્યમંત્રી બને તો આગામી સમયમાં ગુજરાત રાજ્યમાં ભાજપ વધુ મજબૂત થાય તેવું ભુપતભાઇ ડાભીએ જણાવ્યું હતું.

Advertisement

કોણ છે ભુપતભાઇ ડાભી ?

દેશન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ને પત્ર લખી કોળી સમાજના કુંવરજીભાઇ બાવળીયાને મુખ્યમંત્રી તરીકે માંગ કરનાર ભૂપતભાઈ ડાભી ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમના પૂર્વ અધ્યક્ષ છે. જૂનાગઢ તળેટી ખાતે આવેલ સૌથી મોટી કોળી સમાજની વાડી ના પ્રમુખ છે. માંધાતા ગ્રૂપના સ્થાપક છે. જે સમગ્ર ગુજરાતમાં 6.50 લાખ કરતા વધુ માંધાતા ગ્રૂપમાં સભ્યો ધરાવે છે. 36 જિલ્લાઓ માં માંધાતા ગ્રૂપના પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે. ગોંડલ નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ છે અને નગરપાલિકા માં સતત 9 વર્ષ કારોબારી અધ્યક્ષ રહી ચૂક્યા છે. તેમજ રાજકોટ જિલ્લા ભાજપમાં 10 વર્ષ ઉપ પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે.

અહેવાલ - વિશ્વાસ ભોજાણી, ગોંડલ 

આ પણ વાંચો -- CHHOTAUDAIPUR : કદવાલ નજીક પહોંચવામાં વિકાસનો પનો ટુંકો પડયો

Tags :
Advertisement

.