Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Kshatriya Community Protest Update: કોંગ્રેસ નેતા મેવાણીએ રાજપૂતાણીઓને વિરોધનો નવો રસ્તો બતાવ્યો!

Kshatriya Community Protest Update: લોકસભા ચૂંટણી 2024 નો પ્રારંભ થઈ ચૂક્યો છે. ભારતની લોકસભા ચૂંટણી 2024 માં દેશ સહિત વિદેશના મોટા-મોટા દેશની પણ નજર છે. તે ઉપરાંત લોકસભા ચૂંટણી 2024 પહેલા રાષ્ટ્રીય સ્તર પર જે રીતે રાજકારણમાં એક પછી એક...
10:56 PM Apr 27, 2024 IST | Aviraj Bagda
Kshatriya Community Protest Update, Rajkot, BJP, Congress

Kshatriya Community Protest Update: લોકસભા ચૂંટણી 2024 નો પ્રારંભ થઈ ચૂક્યો છે. ભારતની લોકસભા ચૂંટણી 2024 માં દેશ સહિત વિદેશના મોટા-મોટા દેશની પણ નજર છે. તે ઉપરાંત લોકસભા ચૂંટણી 2024 પહેલા રાષ્ટ્રીય સ્તર પર જે રીતે રાજકારણમાં એક પછી એક દાવ રમાઈ રહ્યા હતા. તેને લઈ વિદેશમાં રહેલા મીડિયા અને મોટા દિગ્ગજ નેતા પણ પોતાનો પક્ષ મૂકી રહ્યા હતા. તો ત્યારે હવે જોવાનું એ રહ્યું છે કે આ વખતે લોકશાહીના ખંભે રમાતી તાનાશાહીની જીત થશે કે નહીં?

તો બીજી તરફ ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024 પર ક્ષત્રિય સમાજનું ગ્રહણ ફરી વળ્યું છે. છેલ્લા 2 મહિના કરતા વધારે સમય થયો હશે, પણ કોઈપણ દિગ્ગજ નેતા કે રાજકીય નિષ્ણાત આ આંદોલનને શાંત કરી શક્યું નથી. ક્ષત્રિય સમાજન દ્વારા વારંવાર સરકાર અને રાજકોટ ચૂંટણી પંચને વિવિધ રીતે આંદોલનની ચીમકી આપવામાં આવી રહી છે. તે ઉપરાંત ગુજરાતના ખૂણે-ખૂણે ક્ષત્રિય સમાજના પ્રમુખ આગેવાનો અને કાર્યકારો અસ્મિતા સંમેલનનું આયોજન કરી રહ્યા છે.

આ પણ વાંચો: SURAT : રણબીર કપૂરનાં કાર્યક્રમમાં પડાપડી, 20 લોકો ઇજાગ્રસ્ત

સાત દિવસ સુધી રાજપૂતાણીઓએ ઉપવાસ કર્યા

તો ભાજપ લોકસભા બેઠકના ઉમેદવાર કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તો ગત દિવસોમાં જાહેર કાર્યક્રમમાં થયેલા વાણીવિલાસને કારણે ક્ષત્રિય સમાજના આગેવાનો અને કાર્યકારોએ રાજકોટમાં ભાજપ વિરુદ્ધ આંદોલનના પાયા નાખ્યા છે. ત્યારે ક્ષત્રિય સમાજની મહિલા આગેવાનો અસ્મિતા ઉપવાસ પર ઉતરી હતી. સાત દિવસ સુધી રાજપૂતાણીઓએ ઉપવાસ કર્યા હતા.

આ પણ વાંચો: Dwarka Accident: સરકારનું કામ ગામ લોકોએ હાથ ધર્યું અને બે લોકો કૂવામાં મોતને….

સમગ્ર ક્ષત્રિય સમાજ સાથે કોંગ્રેસ અને જીગ્નેશ મેવાણી

પરંતુ આજરોજ કોંગ્રેસ નેતા અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ઉપવાસ પર ઉતરેલી રાજપૂતાણીઓને પારણાં કરવ્યા હતા. ત્યારે જીગ્નેશ મેવાણીએ રાજપૂતાણીઓને કહ્યું હતું કે, દિલ્હીમાં જગતના તાતના દેહ પડી ગયા, તો પણ સરકારને કોઈ ફરક નથી પડ્યો. તો તમારે ભૂખ્યા રહેવાથી પણ સરકારને કોઈ ફરક પડશે નહીં. તેથી તમારા લોકો ઉપવાસ નહીં, પણ ધરણા કરીને વિરોધ કરવો જોઈએ. તેની સાથે રાજપૂત અને સમગ્ર ક્ષત્રિય સમાજ સાથે કોંગ્રેસ અને જીગ્નેશ મેવાણી ખડપગે રહેશે.

આ પણ વાંચો: Gandhinagar : વડસર ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો, BCCIના સેક્રેટરી રહ્યા ઉપસ્થિત

Tags :
Kshatriya Community Protest Update
Next Article