Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Know Your Candidate: આ APP પર મળશે તમારા વિસ્તારના ઉમેદવારની A to Z માહિતી

Know Your Candidate: લોકસભા સામાન્ય ચૂંટણી (Lok Sabha Election) માં 3 તબક્કામાં થનારા મતદાન માટે તારીખ 12 એપ્રિલથી ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અમદાવાદ સહિત ગુજરાતની વિવિધ અલગ અલગ લોકસભા બેઠકો પર ઉમેદવારો (Lok Sabha Candidate) પોતાના...
07:24 PM Apr 16, 2024 IST | Aviraj Bagda
Know Your Candidate

Know Your Candidate: લોકસભા સામાન્ય ચૂંટણી (Lok Sabha Election) માં 3 તબક્કામાં થનારા મતદાન માટે તારીખ 12 એપ્રિલથી ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અમદાવાદ સહિત ગુજરાતની વિવિધ અલગ અલગ લોકસભા બેઠકો પર ઉમેદવારો (Lok Sabha Candidate) પોતાના ઉમેદવારીપત્રો ભરી રહ્યા છે. મતદાન કરવા જનાર દરેક મતદારે પોતાના ઉમેદવાર (Lok Sabha Candidate) વિશે જાણવું જરૂરી છે, જેથી તેઓ પોતાનો મત આપવાનો નિર્ણય લઈ શકે.

દેશના ચૂંટણી પંચ દ્વારા મતદારોને તેમના ઉમેદવાર (Lok Sabha Candidate) ના ગુનાહિત ઇતિહાસ અંગેની માહિતી પૂરી પાડવા માટેનો યોર કેન્ડિડેટ(Know Your Candidate - KYC) એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. આ એપ્લિકેશન એન્ડ્રોઇડ અને iOS એમ બંને પ્રકારના ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતા ડિવાઇસ પર ઉપલબ્ધ છે. કેવાયસી(KYC) એપ્લિકેશન પર મતદારો ચૂંટણી પ્રકાર અને Assembly Constituency/ Parliamentary Constituency ની વિગતો એન્ટર કરીને અથવા ઉમેદવાર (Lok Sabha Candidate) નું નામ એન્ટર કરીને નામાંકન થયેલા ઉમેદવારો (Lok Sabha Candidate) નું લિસ્ટ જોઈ શકે છે.

Know Your Candidate

ઉમેદવારના નામ પરથી રાજકીય ઈતિહાસ જાણી શકાશે

જે તે ઉમેદવાર (Lok Sabha Candidate) ના નામ પર ક્લિક કરીને ઉમેદવારની પાર્ટી, ઉંમર, સરનામું, એફિડેવિટ (ફોર્મ - 26), જે તે રાજ્ય અને તેની વિધાનસભા/લોકસભા બેઠકનું નામ સહિતની વિગતો જોઈ શકાય છે. આ મોબાઇલ એપ્લિકેશન નાગરિકોને ચૂંટણી લડતા ઉમેદવારો (Lok Sabha Candidate) ના ગુનાહિત ઇતિહાસ (જો હોય તો) વિશે જાણવામાં મદદ કરે છે. ઉમેદવાર (Lok Sabha Candidate) સામે દાખલ કરવામાં આવેલા કોઈપણ ફોજદારી કેસની વિગતો, તે કેસની સ્થિતિ અને ગુનાઓની પ્રકૃતિ સહિતની વિગતો આ એપ પરથી મેળવી શકાય છે.

ઉમેદવારની ગુનાહિત પ્રવૃત્તિ એપ પરથી જાણી શકાશે

કેવાયસી (KYC) એપ નાગરિકો માટે કોને મત આપવો તે અંગે માહિતીસભર નિર્ણયો લેવા માટે ઉપયોગી એપ છે. તે મતદારોને ગુનાહિત પ્રવૃત્તિયુક્ત ઇતિહાસ ધરાવતા ઉમેદવારો (Lok Sabha Candidate) ને ઓળખવામાં અને તેમને મત આપવાનું ટાળવામાં મદદ કરી શકે છે. આ એપ ચૂંટણીમાં પારદર્શિતા અને જવાબદારીને પ્રોત્સાહન આપવામાં પણ મદદ કરી શકે છે. KYC(Know Your Candidate) એપ્લિકેશન ECI ની વેબસાઇટ અથવા Google Play Store અથવા એપલ એપ Apple App Store પરથી ડાઉનલોડ કરી શકાય છે.

અહેવાલ સંજ્ય જોશી

આ પણ વાંચો: VADODARA : હાય, ગરમી ! ગોત્રી-સેવાસી રોડ પરનો ડામર પીગળતો જણાયો

આ પણ વાંચો: Gujarat Politics : કોંગ્રેસના નેતાઓ ભાવુક થયા તો BJP નેતાએ કર્યો કટાક્ષ! કહ્યું- જનતાને આસું..!

આ પણ વાંચો: VADODARA : 16 થી વધુ વાહનચોરીમાં સંડોવાયેલો “મહેબુબ” ઝબ્બે

Tags :
AhmedabadElection CommissionGujaratGujarat Election CommissionGujaratFirstKnow Your CandidateKYCLok Sabha candidateLok-Sabha-electionVotevoters
Next Article