Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

તમારા બાળકને કઈ રસી ક્યારે અપાવવી જાણી લો, રાજ્ય સરકારનું સાર્વત્રિક રસીકરણ અભિયાન

રોગપ્રતિરોધક રસીનું શું મહત્ત્વ છે, તે આપણે સૌએ કોરાનાકાળમાં જોયું છે. કેટલીક ગંભીર અને જીવલેણ બીમારીઓ સામે રક્ષણ આપવા માટે રસી લગાવવી ખૂબ જ જરૂરી છે. કેટલીક રસીના માત્ર એક ડોઝથી સમગ્ર જીવન દરમિયાન ગંભીર પ્રકારની બીમારીઓથી રક્ષણ મળે છે....
તમારા બાળકને કઈ રસી ક્યારે અપાવવી જાણી લો  રાજ્ય સરકારનું સાર્વત્રિક રસીકરણ અભિયાન

રોગપ્રતિરોધક રસીનું શું મહત્ત્વ છે, તે આપણે સૌએ કોરાનાકાળમાં જોયું છે. કેટલીક ગંભીર અને જીવલેણ બીમારીઓ સામે રક્ષણ આપવા માટે રસી લગાવવી ખૂબ જ જરૂરી છે. કેટલીક રસીના માત્ર એક ડોઝથી સમગ્ર જીવન દરમિયાન ગંભીર પ્રકારની બીમારીઓથી રક્ષણ મળે છે. ગુજરાત સરકાર દ્વારા સગર્ભાઓ અને બાળકોને 10 જેટલા ગંભીર રોગો સામે રક્ષણ આપતી રસી સંપૂર્ણપણે વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

Advertisement

રાજ્યની અંદાજિત 13 લાખથી વધુ સગર્ભા બહેનો અને 13 લાખથી વધુ બાળકોને રાજ્ય સરકારના સાર્વત્રિક રસીકરણ અભિયાન હેઠળ આવરી લઇને સબ સેન્ટરથી લઇ સિવિલ હોસ્પિટલ અને આંગણવાડીઓમાં બાળકોને રોગપ્રતિરોધક રસી વિનામૂલ્યે અપાય છે. ગુજરાતમાં જન્મથી લઇ 16 વર્ષની ઉંમર સુધીના બાળકોને ઝેરી કમળો, બાળ ટી.બી., પોલિયો, ડીપ્થેરીયા, ઊંટાટીયુ, ધનુર, હીબ બેક્ટેરિયાથી થતા રોગો, રોટા વાયરસથી થતા ઝાડા, ઓરી અને રૂબેલા સામે રક્ષણ આપવા માટે 10 પ્રકારની રસીઓ અપાય છે. જેની કિંમત અંદાજે રૂ.36 હજાર પ્રતિ બાળક છે. રાજ્યના 13 લાખ જેટલાં બાળકોને અંદાજિત રૂ. 408 કરોડની કિંમતની રસી સંપૂર્ણપણે નિ:શુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

Advertisement

રાજ્ય સરકાર દ્વારા આ રસીના જથ્થાનો સંગ્રહ આઇ.એલ.આર. (આઇસ લાઇન્ડ રેફ્રિજરેટર) માં કરવામાં આવે છે. જેમાં તાપમાન નિયત કરેલ 2થી 8 ડિગ્રીમાં જળવાઇ રહે, જેથી રસીની ગુણવત્તા જળવાઈ રહે. પ્રવર્તમાન જીવનશૈલીને ધ્યાનમાં રાખીને આપણા બાળકને રોગપ્રતિરોધક રસી ચોક્કસપણે અપાવવી જોઇએ. તેમ બાળરોગ નિષ્ણાત તબીબોનું કહેવું છે.

આ પણ વાંચો - દયાબહેનનું અંતિમ દાન, અમદાવાદ સિવિલ મેડિસિટીમાં 118મું અંગદાન

Advertisement

આ પણ વાંચો - Ahmedabad News : મીઠાખળીમાં મકાન ધરાશાયી, સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ – સંજય જોષી

Tags :
Advertisement

.