Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Khel Mahakumbh : દાહોદમાં દિવ્યાંગો માટે ખાસ ખેલ મહાકુંભનો પ્રારંભ

અહેવાલ  -સાબીર ભાભોર- દાહોદ    Khel Mahakumbh : દાહોદના સિટી ગ્રાઉન્ડ ખાતે દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનો  (Khel Mahakumbh) પ્રારંભ કરાયો જેમાં 1000 થી વધુ ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો રાજ્ય સરકાર દ્રારા વિજેતા ખેલાડીઓ માટે રોકડ પુરસ્કાર નું...
09:13 PM Feb 29, 2024 IST | Hiren Dave
Khel Mahakumbh

અહેવાલ  -સાબીર ભાભોર- દાહોદ 

 

Khel Mahakumbh : દાહોદના સિટી ગ્રાઉન્ડ ખાતે દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનો  (Khel Mahakumbh) પ્રારંભ કરાયો જેમાં 1000 થી વધુ ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો રાજ્ય સરકાર દ્રારા વિજેતા ખેલાડીઓ માટે રોકડ પુરસ્કાર નું પાન આયોજન કરવામાં આવ્યુંછે

યુવા અને સાંસ્ક્રુતિક વિભાગ દ્રારા દિવ્યાંગો માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનું (Khel Mahakumbh) આયોજન કરવામાં આવ્યું છે જેમાં દાહોદ જિલ્લા રમતગમત વિભાગ અને બ્લાઈન્ડ વેલ્ફેર કાઉન્સીલ અને એન.બી.એ દાહોદના સહયોગ થી દાહોદ જિલ્લાના દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનો આજે પ્રારંભ કરવામાં આવ્યો હતો

દાહોદના સિટી ગ્રાઉન્ડ ખાતે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં જિલ્લાભરના લગભગ 1000 થી વધુ ખેલાડીઓ એ ભાગ લીધો અલગ અલગ કેટેગરીના દિવ્યાંગો એ 100 મીટર દોડ , લાંબી કૂદ,ગોળાફેક, ભાલાફેક સહિતની અલગ અલગ રમતો માં ઉત્સાહભેર ભાગ લીધો હતો

દિવ્યંગ ખેલાડીઓ માં રમતો રમવા માટે એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો તમામ ના ચહેરા ઉપર એક અનોખી ખુશી જોવા મળી રહી હતી અને આવા વિધાર્થીઓ ને પ્રોત્સાહન મળે તે માટે રાજ્ય સરકાર દ્રારા વિજેતા ખેલાડીઓ માટે રોકડ પુરસ્કાર નું પાન આયોજન કરવામાં આવ્યુંછે જેથી તેમનો ઉત્સાહ વધે અને જિલ્લા કક્ષા એ થી વિજેતા બની રાજ્યકક્ષા અને રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઈ શકે તે પ્રકાર ના આયોજનો કરવામાં આવ્યા હતા બે દિવસ સુધી દાહોદ ના સિટી ગ્રાઉન્ડ ખાતે દિવ્યાંગો માટે નો સ્પેશિયલ ખેલ મહાકુંભ માં વિવિધ સ્પર્ધાઓ યોજાશે

આ  પણ  વાંચો - SABARKANTHA : સાબરડેરીની ચુંટણીમાં15 વિભાગના ઉમેદવારો બિનહરીફ બન્યા

 

Next Article