Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gujarat: રાજ્યમાં ખેલમહાકૂંભ 2.0 નો પ્રારંભ CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાયો

રાજ્યમાં ખેલ મહાકૂંભની થઈ શરૂઆત આજે ખેલમહાકૂંભ 2.0 નો પ્રારંભ CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે કાંકરિયાના ટ્રાન્સસ્ટેડિયા ખાતે કરવામાં આવ્યો છે. જેમાં પેરા એશિયન ગેમ્સ 2023માં વિજેતા થયેલા ખેલાડીઓને સન્માનિત કરવામાં આવશે. આ ઉપરાંત, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિજેતા થયેલા ખેલાડીઓનું...
12:04 AM Dec 28, 2023 IST | Aviraj Bagda

રાજ્યમાં ખેલ મહાકૂંભની થઈ શરૂઆત

આજે ખેલમહાકૂંભ 2.0 નો પ્રારંભ CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે કાંકરિયાના ટ્રાન્સસ્ટેડિયા ખાતે કરવામાં આવ્યો છે. જેમાં પેરા એશિયન ગેમ્સ 2023માં વિજેતા થયેલા ખેલાડીઓને સન્માનિત કરવામાં આવશે. આ ઉપરાંત, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિજેતા થયેલા ખેલાડીઓનું ખેલ પ્રતિભા રોકડ પુરસ્કારથી સન્માનિત કરાશે. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, આ સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવશે. આ સિવાય તાલુકા કક્ષાએ વિજેતા ખેલાડીઓને રોકડ પુરસ્કાર પણ અપાશે.

ખેલ મહાકૂંભનો ઈતિહાસ

આ ખેલ મહાકૂંભમાં રેકોર્ડ બ્રેક 66.17 લાખ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ વખતે ખેલ મહાકુંભમાં 39 રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ખેલ મહાકૂંભના વિજેતા ખેલાડીઓને 45 કરોડના પ્રોત્સાહક ઈનામ અપવામાં આવશે. આ ખેલ મહાકૂંભની ૨૦૧૦ મા પીએમ મોદી દ્વારા ગુજરાતના યુવાનો માટે શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે ૧૫ લાખથી વધુ ખેલાડિઓએ ભાગ લિધો હતો. હાલ આ યાત્રા ૬૬ લાખ યુવાનોએ ભાગ લિધો છે.

એટલુ જ નહી ખેલ મહાકૂંભે ગુજરાતની ઈમેજમા બદલાવ લવ્યો છે. ગુજરાતના ખેલાડિઓ પહેલા નેશનલ ગેમમા ભાગ લેવા જતા તો ખમણ અને ઠોકળાથી ઓળખતા હતાં. પરંતુ હવે, ગુજરાતના ખેલાડિયો અન્ય રાજ્યોના ખેલાડિઓને હરાવી અનેક મેડલો હાંસલ કરીને આવે છે.

આ પણ વાંચો: Ambaji: અંબાજીમાં ભક્તો દ્વારા માં અંબાને અનોખી ભેટ અર્પણ કરવામાં આવી

Tags :
CMBhupendraPatelGujaratGujaratFirstKhel MahakumbhKhel Mahakumbh 2.0Sports
Next Article