Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Kawasaki Disease Case: લાખોમાં એક વ્યક્તિને થતી બીમારીનો કેસ આણંદ જિલ્લામાંથી આવ્યો સામે

Kawasaki Disease Case: દેશમાં એવા અનેક રોગો છે જે નિશ્ચિત વ્યક્તિઓને થતા હોય છે. તે ઉપરાંત આ રોગ અને બીમારીઓની સારવાર કરાવી પણ ખુબ જ ખર્ચાળ હોય છે. ત્યારે દેશમાં આવા અનેક Disease અને રોગના નિદાન માટે સરકાર દ્વારા સુવિધાઓ...
08:21 PM Mar 09, 2024 IST | Aviraj Bagda
Kawasaki Disease Case

Kawasaki Disease Case: દેશમાં એવા અનેક રોગો છે જે નિશ્ચિત વ્યક્તિઓને થતા હોય છે. તે ઉપરાંત આ રોગ અને બીમારીઓની સારવાર કરાવી પણ ખુબ જ ખર્ચાળ હોય છે. ત્યારે દેશમાં આવા અનેક Disease અને રોગના નિદાન માટે સરકાર દ્વારા સુવિધાઓ તૈયાર કરવામાં આવી છે.

ત્યારે ગુજરાત (Gujarat) ના આણંદ જિલ્લામાં લાખોમાં એક વ્યક્તિને થતી Disease નો એક સામે આવ્યો હતો. ત્યારે આણંદ જિલ્લામાં ગંભીર ગણાતી કાવાસાકી બીમારી (Kawasaki Disease) 8 વર્ષના બાળકને થઈ હતી. આ Disease એક ગરીબ પરિવારના બાળકને થઈ હતી. આ બાળકનું નિદાન આણંદ જિલ્લામાં પેટલાદ જનરલ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું.

આણંદ જિલ્લામાં આવેલો આ પ્રથમ કેસ

જોકે આણંદ જિલ્લાના પેટલાદ સીવિલ હોસ્પિટલમાં આવેલો આ પ્રથમ કેસ છે. લોખોમાં એક વ્યક્તિને થતી કાવાસાકી બીમારી (Kawasaki Disease) થી પીડાતા બાળકને PM Modi દ્વારા શરૂ કરવામાં આવેલા આયુષ્યમાન કાર્ડ (Ayushman card) અંતર્ગત સારવાર આપવામાં આવી હતી.

Kawasaki Disease Case

7 દિવસ સુઘી ડૉક્ટરો દ્વારા ખડપગે સારવાર આપવામાં આવી

આ નિદાન દરમિયાન બાળકની સતત 7 દિવસ સુઘી ડૉક્ટરો દ્વારા ખડપગે સારવાર આપવામાં આવી હતી. બાળકની સારવાર દરમિયાન આશરે 9 જેટલા ઈમ્યુનો ગોબ્યુલીન ઈન્જેક્શન (Immunoglobulin Injection) આપવામાં આવ્યા હતા. આ સારવાર આર્થિક ક્ષેત્રે અતિશય ખર્ચાળ હોવાથી મોદી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આયુષ્માન કાર્ડ (Ayushman card) અંતર્ગત નિ:શુક્લ નિદાન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: રાજ્ય સરકાર દ્વારા ગોધરા ST નિગમને આધુનિક સુવિધા ધરાવતી 54 નવીન એસટી બસોની ફાળવણી કરાઈ

Tags :
AnandAyushman CardCivil HospitalcollectorGujaratFirstHospitalKawasaki DiseaseKawasaki Disease Casepm modiPM Yojana
Next Article