Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Kanshiram Birth Anniversary: સુરેન્દ્રનગરમાં બસપા પાર્ટીના સંસ્થાપકની જન્મજંયતી ઊજવાઈ

Kanshiram Birth Anniversary: આજરોજ સુરેન્દ્રનગરમાં બહુજન પાર્ટીના સંસ્થાપક કાંશીરામની જન્મજયંતીના નિમિતે વિશ્વભરમાં જ્ઞાનનું પ્રતીક (Symbol Of Knowledge) તરીકે જાણીતા DR. B R Ambedkar ની ભવ્ય પ્રતિમા અને પુસ્તકાલયનું આનાવરણ કર્યું હતું. કાંશીરામની જન્મજંયતી નિમિતે સુરેન્દ્રનગરમાં ભવ્ય કાર્યક્રમ જિલ્લામાં પુસ્તકાલયનું અનાવરણ...
kanshiram birth anniversary  સુરેન્દ્રનગરમાં બસપા પાર્ટીના સંસ્થાપકની જન્મજંયતી ઊજવાઈ

Kanshiram Birth Anniversary: આજરોજ સુરેન્દ્રનગરમાં બહુજન પાર્ટીના સંસ્થાપક કાંશીરામની જન્મજયંતીના નિમિતે વિશ્વભરમાં જ્ઞાનનું પ્રતીક (Symbol Of Knowledge) તરીકે જાણીતા DR. B R Ambedkar ની ભવ્ય પ્રતિમા અને પુસ્તકાલયનું આનાવરણ કર્યું હતું.

Advertisement

  • કાંશીરામની જન્મજંયતી નિમિતે સુરેન્દ્રનગરમાં ભવ્ય કાર્યક્રમ
  • જિલ્લામાં પુસ્તકાલયનું અનાવરણ કરવામાં આવ્યું
  • રાષ્ટ્રીય સ્તરના અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત

સુરેન્દ્રનગરના ગણપતિ ફાટસર વિસ્તારમાં બહુજન પાર્ટીના સંસ્થાપક કાંશીરામની 90 મી જન્મજંયતી (Kanshiram Birth Anniversary) પર વિશેષ કાર્યક્રમમું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત ત્યાગમૂર્તિ માતા રમાબાઈ આંબેડકર પુસ્તકાલય અને DR. B R Ambedkar ની ભવ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

કાંશીરામની જન્મજંયતી નિમિતે સુરેન્દ્રનગરમાં ભવ્ય કાર્યક્રમ

આ પુસ્તકાલનું ઉદ્ઘાટન ગણપતિ ફાટસર વિસ્તારમાં આવેલી સરકારી શાળાની પાંચ બાળાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ જય ભીમ, બાબા સાહેબ અમર રહો, જબતક સૂરજ ચાંદ રહેગા, બાબા તેરા નામ રહેગાના નારા અને ડ્રોન મારફતે પુષ્પવર્ષા સાથે બાબા સાહેબની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. તેમજ પુસ્તકાલયની ભૌતિક સુવિધાઓ અને પુસ્તકો માટે દાતાઓ દ્વારા મુક્તહસ્તે દાન આપવામાં આવ્યું હતું.

Advertisement

રાષ્ટ્રીય સ્તરના અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત

આ પ્રસંગે Delhi University ના પૂર્વ પ્રોફેસર ડૉ. લક્ષ્મણ યાદવ, નેશનલ દસ્તક ન્યુઝના ચીફ એડિટર શંભુકુમાર સિંહ, આંબેડકર રાઈટ સોશિયલ એક્ટિવિસ્ટ અને લીડરશીપ ટ્રેનર શક્તિદાસ નીમ, નિવૃત્ત આઈ. પી. એસ અને પૂર્વ એડી ડી. જી. પી, ગુજરાત અનિલ પ્રથમ, બહુજન સમાજ પાર્ટીના પૂર્વ ગુજરાત પ્રદેશ પ્રમુખ અશોક ચાવડા, આયરલેન્ડથી પધારેલા મહેમાનો સહિતના મહાનુભાવો, સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા.

આ પણ વાંચો: VADODARA : ગાંજાના વાવેતર સાથે એક ઝબ્બે

Advertisement

આ પણ વાંચો: Amit Shah in Gujarat : ઉમેદવારી પત્ર ભરતા પહેલા અમિત શાહનો ભવ્ય રોડ શો, જાણો ક્યાં અને ક્યારે યોજાશે?

આ પણ વાંચો: DySP Transfer : ગૃહ વિભાગે મોટો લોચો માર્યો, રજૂઆત-ફરિયાદો બાદ ભૂલ સુધારી

Tags :
Advertisement

.