Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gondal તાલુકાના સૌથી મોટા મોવિયા ગામની મહિલા સરપંચ કંચન ખૂંટે રાજીનામું આપતા રાજકીય ગરમાવો

અહેવાલ - વિશ્વાસ  ભોજાણી -ગોંડલ   Gondal : ગોંડલનું (Gondal) રાજકીય એપી સેન્ટર ગણાતા મોટા ગામની ગ્રામ પંચાયતના સરપંચના રાજીનામાંને લઈને ચકચાર મચી ગઇ છે. તાલુકાની મોવિયા ગ્રામ પંચાયતના મહિલા સરપંચે પોતાના હોદ્દા ઉપરથી રાજીનામું આપતા રાજકીય ગરમાવો આવ્યો છે....
gondal તાલુકાના સૌથી મોટા મોવિયા ગામની મહિલા સરપંચ કંચન ખૂંટે રાજીનામું આપતા રાજકીય ગરમાવો

અહેવાલ - વિશ્વાસ  ભોજાણી -ગોંડલ

Advertisement

Gondal : ગોંડલનું (Gondal) રાજકીય એપી સેન્ટર ગણાતા મોટા ગામની ગ્રામ પંચાયતના સરપંચના રાજીનામાંને લઈને ચકચાર મચી ગઇ છે. તાલુકાની મોવિયા ગ્રામ પંચાયતના મહિલા સરપંચે પોતાના હોદ્દા ઉપરથી રાજીનામું આપતા રાજકીય ગરમાવો આવ્યો છે.

Advertisement

Image preview

વર્ષ - 2021 માં ચૂંટાયેલા મહિલા સરપંચ કંચનબેન રોહિતભાઈ ખૂંટએ પોતાના હોદા ઉપરથી અચાનક રાજીનામું આપ્યું છે. મહિલા સરપંચે રાજીનામું આપતો પત્ર ગોંડલ (Gondal) તાલુકા પંચાયત પ્રમુખ અને તાલુકા વિકાસ અધિકારીને સુપ્રત કર્યો છે. રાજીનામુ આપતા પત્રમાં કૌટુબિંક કારણોસર રાજીનામું આપ્યું હોવાની વિગત છે.

Advertisement

કંચનબેને પત્રમાં શું  લખ્યું 

કંચનબેને પત્રમાં લખ્યું કે મોવિયા ગ્રામ પંચાયતમાં વર્ષ - 2021 માં યોજાયેલ ગ્રામ પંચાયતની સામાન્ય ચુંટણીમાં સરપંચ તરીકે ચુટાયેલ અને ત્યારથી મોવિયા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે કાર્યરત છુ. એક મહિલા તરીકે કૌટુબિંક જવાબદારી સાથે સાથે મોવિયા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે પણ મેં હાલ સુધી મારી જવાબદારી નિભાવેલ છે. પરંતુ હવે હું કૌટુબિંક કારણોસર મોવિયા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે કામગીરીમાં સમય આપી સકુ તેમ નથી જેથી જાહેર હિતમાં હું સ્વેચ્છિક રીતે મોવિયા ગ્રામ પંચાયતના સરપંચ પદેથી રાજીનામું આપવા માંગું છું. તો મોવિયા ગ્રામ પંચાયતના સરપંચ પદેથી મારું રાજીનામું સ્વીકારવા અને મંજુર રાખવા અરજ છે.

Image preview

મેં આ રાજીનામું સ્વેચ્છાએ આપેલ છે અને કોઇપણના દબાણમાં આવ્યા સિવાય શાંત-ચિતે આ રાજીનામાં મારી સહી કરેલ છે. જે મને કબુલ મંજુર છે. આ રાજીનામાં બાબતે ભવિષ્યમાં કોઇપણ ફરિયાદ કે અન્ય કોઈ કોર્ટ - કાર્યવાહી કરીશ નહી જેની આથી ખાતરી પણ આપું છું. સબબ મારું આ રાજીનામું સત્વરે મંજુર કરવા યોગ્ય કરશો.

આ  પણ  વાંચો  - Chhotaudepur: કોંગ્રસમાં મોટું ગાબડુ, 125 કાર્યકરો ભાજપમાં જોડાયા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.