Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Kachchh : મુન્દ્રા પોર્ટ પર DRI ની મોટી કાર્યવાહી, 39.44 મેટ્રીક ટન સોપારી કરી કબ્જે

ગુજરાતમાં બંદરો પરથી જે વસ્તુઓ પર મોટી કસ્ટમ ડ્યૂટી લાગતી હોય અથવા ટેક્સ હોય તેવી વસ્તુઓને કોઈ અન્ય વસ્તુની આડમાં ઘૂસાડવાનું ચલણ હાલના દિવસોમાં વધી જવા પામ્યું છે. આવું સ્મગલિંગ ડ્રગ્સ જેવી ચીજો માટે પણ થતું હોય છે. પરંતુ આ...
kachchh   મુન્દ્રા પોર્ટ પર dri ની મોટી કાર્યવાહી  39 44 મેટ્રીક ટન સોપારી કરી કબ્જે

ગુજરાતમાં બંદરો પરથી જે વસ્તુઓ પર મોટી કસ્ટમ ડ્યૂટી લાગતી હોય અથવા ટેક્સ હોય તેવી વસ્તુઓને કોઈ અન્ય વસ્તુની આડમાં ઘૂસાડવાનું ચલણ હાલના દિવસોમાં વધી જવા પામ્યું છે. આવું સ્મગલિંગ ડ્રગ્સ જેવી ચીજો માટે પણ થતું હોય છે. પરંતુ આ વખતે મુંદ્રા પોર્ટ પરથી 39.44 ટન સોપારીનો જથ્થો ઝડપાયો છે.

Advertisement

Advertisement

 મુંદ્રા પોર્ટ DRIના  દરોડા 

મુંદ્રા પોર્ટ પરથી આની પહેલા પણ ઘણી ચીજો ઝડપાઈ હોવાની ઘટનાઓ સામે આવી હતી, આ સિવાય ઘણીવાર પ્રતિબંધક ચીજોની ઘૂસણખોરી ગુજરાતના અન્ય બંદરો પરથી થવાની ઘટનાઓ સામે આવી છે. જો કે કેન્દ્ર અને ગુજરાતની સુરક્ષા એજન્સીઓની સતત ચાંપતી નજર આવા તત્વો અને તેમની હિલચાલ પર હોય છે. તેથી આવીજ એક ઘટનામાં હાલ મુંદ્રા પોર્ટ પરથી સોપારીનો જથ્થો ઝડપાઈ ગયો છે.

Advertisement

10 કન્ટેનરોમાં 39.44 ટન સોપારીનો જથ્થો ઝડપાયો 

આ મામલે મહત્વની જાણકારી અનુસાર આ જથ્થો વડોદરાની પેઢીએ દુબઈથી મંગાવ્યો હતો. આ જથ્થાને ટાયર સ્ક્રેપની આડમાં ઘૂસાડવામાં આવી રહ્યો હતો. કુલ 10 કન્ટેનરોમાં 39.44 ટન સોપારીનો જથ્થો આવી રહ્યો હતો. જેને DRI દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો અને તેની આ કામગીરીથી સોપારીની દાણચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

સોપારી સ્મગલીંગના વધુ એક કારસાને ડિરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ રંગે હાથ પકડી પાડ્યો હતો. મુંદ્રા પોર્ટમાં આયાત થયેલા 10 કન્ટેનરમાં ટાયર સ્ક્રેપ હોવાનું ઓન પેપર દેખાડીને તેની પાછળ મોટા પ્રમાણમાં સોપારી ઘુસાડવાનો કારસો ઝડપાયો હતો. આ કાર્યવાહી લાંબા સમય સુધી ચાલી હતી, ત્યારે કુલ 39.44 ટન સોપારીનો જથ્થો ઝડપાયો હોવાનો અને દાણચોરીના વધુ એક પ્રયાસને નાકામ નાકામ કરી દેવાયો હતો. ડીઆરઆઈની આ કાર્યવાહીથી કસ્ટમ વિભાગ પર પણ હવે તવાઈ વધી શકે છે.

આ પણ  વાંચો -AMC ના ડેપ્યુટી કમિશનર પર હુમલો કરનારા આરોપીની કરી ધરપકડ

Tags :
Advertisement

.