ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Junagadh City ને પાણી પુરું પાડતો Willingdon Dam ઓવરફ્લો

જૂનાગઢનો વિલિંગ્ડન ડેમ ઓવરફલો થયો છે, જૂનાગઢ શહેરને પાણી પુરૂં પાડતો ડેમ ઓવરફ્લો થતાં લોકોમાં ખુશીનો માહોલ છે, ચોમાસામાં વિલિંગ્ડન ડેમની સુંદરતા કાંઈક અલગ જ હોય છે, વિલિંગ્ડન ડેમ પર જાણે પ્રકૃતિ સોળે કલાએ ખીલી ઉઠી હોય તેવા દ્રશ્યો સર્જાય...
10:53 PM Jul 02, 2023 IST | Viral Joshi

જૂનાગઢનો વિલિંગ્ડન ડેમ ઓવરફલો થયો છે, જૂનાગઢ શહેરને પાણી પુરૂં પાડતો ડેમ ઓવરફ્લો થતાં લોકોમાં ખુશીનો માહોલ છે, ચોમાસામાં વિલિંગ્ડન ડેમની સુંદરતા કાંઈક અલગ જ હોય છે, વિલિંગ્ડન ડેમ પર જાણે પ્રકૃતિ સોળે કલાએ ખીલી ઉઠી હોય તેવા દ્રશ્યો સર્જાય છે, જો કે સાવચેતીના ભાગરૂપે ડેમ પર પ્રવેશબંધી કરવામાં આવી છે.

જૂનાગઢ પ્રવાસન સ્થળ તો છે જ સાથોસાથ પ્રકૃતિના સૌદર્યને માણવા માટેનું પણ એક ઉત્તમ સ્થળ છે, ચોમાસામાં જૂનાગઢની ગિરનાર અને દાતારની પર્વતમાળાઓ જોવાલાયક હોય છે, વરસાદને કારણે જંગલો હરીયાળા બની જાય છે અને પર્વતોએ લીલી ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો સર્જાય છે.

જૂનાગઢના દાતાર પર્વતની ગોદમાં આવેલ વિલિગ્ડન ડેમ અંગ્રેજોના સમયનો છે અને જૂનાગઢ શહેરને પાણી પુરૂં પાડતા મુખ્ય ત્રણ જળસ્ત્રોત પૈકીનો એક છે, સમગ્ર વર્ષ દરમિયાન જૂનાગઢ મનપા વિલિંગ્ડન ડેમમાંથી પાણી પુરૂં પાડે છે, ચોમાસાંની શરૂઆતમાં જ ભારે વરસાદને કારણે વિલિંગ્ડન ડેમ ઓવરફલો થઈ ગયો છે, ગિરનાર પર્વત અને દાતાર પર્વત પર પડતાં વરસાદનું પાણી વિલિંગ્ડન ડેમમાં એકત્રિત થાય છે.

ચોમાસામાં વિલિંગ્ડન ડેમનો સુંદર નજારો જોવા મળે છે, ડેમ આસપાસની પહાડીઓમાંથી ઝરણાં વહેતા હોય છે અને પહાડો પર વાદળ છવાઈ જાય છે ત્યારે પ્રકૃતિની સુંદરતાનું દર્શન થાય છે, પ્રકૃતિનું સૌદર્ય ખીલી ઉઠે છે અને રમણીય દ્રશ્યો સર્જાય છે.

પર્વતોની ટોચ પર જ્યારે વાદળો છવાઈ જાય છે ત્યારે જાણે પર્વતો વાદળો સાથે વાતો કરતાં હોય તેવા દ્રશ્યો જોવા મળે છે, દાતાર ડુંગર ઉપર પ્રકૃતિનું સૌદર્ય, એક રમણીય નજારો જોવા મળે છે. પહાડોની વચ્ચે કુદરતી રીતે એક જળસ્ત્રોતની રચના જોવા મળે છે જ્યાં નવાબી કાળમાં ડેમનું નિર્માણ કરાયું જે આજે વિલિંગ્ડન ડેમ તરીકે ઓળખાય છે. ચોમાસામાં જ્યારે સમગ્ર ડેમ પાણીથી છલોછલ થઈ જાય છે ત્યારે એક સુંદર દ્રશ્ય જોવા મળે છે.

ચોમાસામાં જ્યારે વિલિંગ્ડન ડેમ ઓવરફલો થાય છે ત્યારે તેનો નજારો જોવા લોકો ઉમટી પડતાં હોય છે, ગત વર્ષે વિલિંગ્ડન ડેમમાં અપમૃત્યુના બનાવો બન્યા હતા સાથે જંગલ વિસ્તાર હોવાને કારણે મોટી સંખ્યામાં મગરો પણ આવી ચડે છે ત્યારે આવા સમયે લોકોની સુરક્ષા જળવાય રહે તે હેતુ હાલ તંત્ર દ્વારા વિલિંગ્ડન ડેમમાં અવરજવર માટે પ્રતિબંધ મુકાયો છે અને હાલ ડેમ તંત્રની દેખરેખ હેઠળ છે, તંત્રના અધિકારીઓ દ્વારા ડેમ સાઈટ પર નિરીક્ષણ કરવામાં આવે છે અને સુરક્ષા સુનિશ્ચિત થયે ફરી પ્રવાસીઓ માટે ડેમ સાઈટ ખોલવામાં આવનાર છે.

અહેવાલ : સાગર ઠાકર, જૂનાગઢ

આ પણ વાંચો : JUNAGADH : ભારે વરસાદ બાદ લોકોને અનેક હાલાકી, રહીશો રસ્તા-ગટરના પ્રશ્નોથી પરેશાન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Heavy rainsJunagadhOverflowweather newsWillingdon Dam
Next Article