Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Junagadh : વિશ્વ સિંહ દિવસની કરાઈ ઉજવણી ,રેલીમાં વન વિભાગના અધિકારીઓ અને ગ્રામજનો જોડાયા

અહેવાલ -સાગર ઠાકર , જૂનાગઢ  જૂનાગઢમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી, એશિયાટિક સિંહોના એકમાત્ર નિવાસસ્થાન સાસણગીર માં વિશ્વ સિંહ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, સાસણ સિંહ સદન ખાતે વિશ્વ સિંહ દિવસને લઈને ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો,...
11:48 PM Aug 10, 2023 IST | Hiren Dave

અહેવાલ -સાગર ઠાકર , જૂનાગઢ 

જૂનાગઢમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી, એશિયાટિક સિંહોના એકમાત્ર નિવાસસ્થાન સાસણગીર માં વિશ્વ સિંહ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, સાસણ સિંહ સદન ખાતે વિશ્વ સિંહ દિવસને લઈને ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો, સમગ્ર સિંહ સદન શણગારવામાં આવ્યું હતું, સિંહ દિવસને લઈને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રેલી યોજાઈ હતી, પરંપરાગત ધમાલ નૃત્ય સાથે જનજાગૃતિ રેલી યોજાઈ જેમાં વન વિભાગના અધિકારીઓ શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો જોડાયા હતા, સિંહ સદન ખાતે આયોજીત કાર્યક્રમમાં સિંહ અંગેની ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવી અને સિંહ સંવર્ધન માટે શપથ લેવામાં આવ્યા હતા, સિંહ અંગે વિવિધ શાળાઓમાં આયોજીત સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કરાયા હતા અને શાળાના વિદ્યાર્થીઓએ શિંહ અંગે વકતવ્ય આપ્યું હતું,

વિશ્વ સિંહ દિવસ નીમીત્તે આયોજીત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કર્યું હતું અને મનુષ્યના જીવનમાં સિંહની મહત્વતા તથા સંવર્ધન માટે થતા પ્રયાસોને બિરદાવ્યા હતા, જૂનાગઢ વન વિભાગ દ્વારા સિંહ અંગે પ્રોજેક્ટ લાયન સરકારમાં રજૂ કરવામાં આવ્યો હતો, જે પ્રોજેક્ટનો સરકાર દ્વારા સ્વીકાર કરાયો છે અને આગામી સમયમાં સરકાર દ્વારા પ્રોજેક્ટ લાયન પર કાર્યવાહી હાથ ધરવામાં આવશે, પ્રોજેક્ટ લાયન આગામી 25 વર્ષ માટે સિંહોના સંવર્ધન તેમના વધતા જતાં વિસ્તાર અને તે અનુસાર તેવી વ્યવસ્થા અંગેનો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે જેના પર આગામી સમયમાં કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.

એશિયાઇ સિંહ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં કુદરતી રીતે વિહરતા જોવા મળે છે. ગુજરાત સરકારના વન વિભાગના પ્રયાસો અને સ્થાનિક લોકોના સહિયારા પ્રયાસોથી એશિયાઇ સિંહની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળેલ છે. જુન 2020 ની ગણતરી પ્રમાણે સિંહોની સંખ્યા વધીને 674 થયેલ છે. વસ્તીમાં વધારો થતા તેમના રહેણાંક વિસ્તારમાં પણ વધારો થયેલ છે. સિંહો સૌરાષ્ટ્રના નવ જીલ્લાઓના 30 હજાર ચો. કી.મી. માં વિહરતા જોવા મળે છે જેને એશિયાટીક લાયન લેન્ડસ્કેપ તરીકે ઓળખવામાં આવે છે.

દર વર્ષે 10 ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકોમાં જાગૃતિ આવે અને સિંહ સંરક્ષણમાં લોકોની ભાગીદારી વધે તે હેતુંથી કરવામાં આવે છે. 2013 માં આફ્રિકન લાયન એન્વાયર્નમેન્ટ રિસર્ચ ટ્રસ્ટ (ALERT) ના સ્થાપકો દ્વારા વિશ્વ સિંહ દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. ભારતમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણીની શરૂઆત ગુજરાત વન વિભાગ દ્વારા 2016 થી કરવામાં આવી રહી છે.

આ દિવસની ઉજવણીમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, આગેવાનો, એન.જી.ઓ., સ્થાનિક લોકો, ગુજરાત સરકારના જુદા જુદા વિભાગોના કર્મચારીઓ અને અધિકારીઓ ભાગ લે છે. 2016 થી 2019 સુધી આ ઉજવણી ફીઝીકલ રીતે કરવામાં આવી હતી. પરંતુ 2020 અને 2021 માં કોરોના મહામારીના લીધે ફીઝીકલ રીતે આ ઉજવણી કરવી શક્ય ન હોય તેથી જુદા જુદા ડીજીટલ મીડિયાના માધ્યમથી વર્ચ્યુઅલ રીતે ઉજવણી કરવામાં આવી હતી.

આ વર્ષે વિશ્વ સિંહ દિવસની ઉજવણી ફીઝીકલ અને વર્ચ્યુઅલ એમ બન્ને રીતે કરવામાં આવી હતી, આ વર્ષે ફીઝીકલ ઉજવણીમાં સૌરાષ્ટ્રના 10 જીલ્લામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, દેવભુમી દ્વારકા અને મોરબી ની અંદાજે 8500 થી વધુ શાળા અને કોલેજોએ ભાગ લીધો હતી. આ ઉજવણી માટે દરેક શાળા કોલેજોમાં કીટ તૈયાર કરીને પહોચાડવામાં આવી હતી. આ ઉજવણી માટે અંદાજે 18.50 લાખ સિંહના મ્હોરા, 10 હજારથી વધુ બેનરો અને વન્યજીવને લગતી ડોક્યુમેન્ટરીની સી.ડી. તથા ચાર લાખ પેમ્ફલેટ, 200 સેલ્ફી માટેની સ્ટેન્ડી, એક લાખથી વધુ સ્ટીકરો બનાવીને વિતરણ કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમને વિવિધ પ્રસાર માધ્યમો થકી જીવંત પ્રસારણ કરવામાં આવ્યો હતો.

જ્યારે વર્ચ્યુઅલ ઉજવણીમાં લોકો એશિયાઇ સિંહો વિશે જાગૃતિ ફેલાવવા માટે ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ ના માધ્યમથી જોડાઇ, બેનરો, પંચલાઈન, ટેક્સ્ટ સંદેશાઓ, શુભેચ્છાઓ, ઈ-મેઈલ, ગ્રાફિક્સ, રીલ્સ અને ટૂંકા વિડિયો સહિતની ડિજિટલ શ્રેણી વ્યાપક રીતે પ્રસારિત કરવામાં આવી હતી, વિવિધ ડિજિટલ પ્લેટફોર્મ પર હેસ ટેગ નો ઉપયોગ કરીને લોકો તેમની પોતાની બનાવેલી પોસ્ટ મુકી શકે, સોશિયલ મીડિયાના ક્ષેત્રમાં પ્રભાવશાળી વ્યક્તિઓ આ સંદેશાને વધુ લોકો સુધી પહોચતો કરે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. આ અંગે વિશેષ રેડિયો કાર્યક્રમ પણ પ્રસારિત કરવામાં આવ્યા હતા. વિશ્વ સિંહ દિવસની શુભેચ્છાઓ સાથેના અંદાજે 65 લાખથી વધુ ટેક્સ્ટ સંદેશાઓ (SMS) ગુજરાતમાં મોબાઇલ સબ્સ્ક્રાઇબર્સને મોકલવામાં આવ્યા હતા. ઉપરાંત દોઢ લાખથી વધુ ઇ-મેઇલ સબ્સ્ક્રાઇબર્સને સિંહ દિવસની શુભેચ્છા ધરાવતો ઇમેઇલ મોકલવામાં આવ્યો હતો અને કાર્યક્રમને વિવિધ પ્રસાર માધ્યમો થકી જીવંત પ્રસારણ કરવામાં આવ્યો હતો.

આ પણ  વાંચો-BHARUCH : હિન્દુ તરીકે ઓળખ આપી દુષ્કર્મ આચારનાર વિધર્મી યુવક સામે ખંડણી વસૂલાતની ફરિયાદ નોંધાઈ

Tags :
Forest Department in rallyJunagadhlion exhibitof Project LionSasan SinghSchool StudentsVillagerVirtue Address by CM Bhupendra PatelWorld Lion Day
Next Article