Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

junagadh : ડ્રગ્સ સામેની લડાઇમાં સહયોગથી પૂણ્ય મળશે : હર્ષભાઈ સંઘવી

અહેવાલ-સાગર ઠાકર -જુનાગઢ    યુવા પેઢીને નશા મુક્ત કરવા જૂનાગઢ પોલીસ દ્વારા રન ફોર જૂનાગઢ મેરેથોન દોડ યોજાઈ હતી જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહ્યા અને મેરેથોન દોડને ફ્લેગ ઓફ કર્યું હતું સાથે જૂનાગઢ પોલીસના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં...
junagadh   ડ્રગ્સ સામેની લડાઇમાં સહયોગથી પૂણ્ય મળશે   હર્ષભાઈ સંઘવી

અહેવાલ-સાગર ઠાકર -જુનાગઢ 

Advertisement

યુવા પેઢીને નશા મુક્ત કરવા જૂનાગઢ પોલીસ દ્વારા રન ફોર જૂનાગઢ મેરેથોન દોડ યોજાઈ હતી જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહ્યા અને મેરેથોન દોડને ફ્લેગ ઓફ કર્યું હતું સાથે જૂનાગઢ પોલીસના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું, રન ફોર જૂનાગઢ સૌપ્રથમ નાઈટ રન હતી, મોડી સાંજે કૃષિ યુનિ ગ્રાઉન્ડ ખાતેથી દોડ શરૂ કરવામાં આવી જેમાં 5 કીમી ફન રન અને 10 કીમી કોમ્પીટીશન દોડ યોજાઈ હતી, હજારોની સંખ્યામાં નગરજનોએ ઉત્સાહભેર આ મેરેથોન દોડમાં ભાગ લીધો હતો. ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે જૂનાગઢ પોલીસની સાવજ એપ અને દાદા દાદીના દોસ્ત એપ પણ લોન્ચ કરવામાં આવી હતી.

Advertisement

Image preview

Advertisement

યુવાનો હાલ નશા તરફ વળી રહ્યા હોય ત્યારે યુવા પેઢી જાગૃત બને, નશા મુક્ત બને અને માતા પિતા પણ જાગૃત બને તે હેતુ જૂનાગઢ પોલીસ દ્વારા રાજ્યમાં સૌપ્રથમવાર નાઈટ રનનું આયોજન કરવામાં આવ્યું હતું. 5 કીમી અને 10 કીમીના બે ભાગમાં મેરેથોન દોડના રૂટ પર નશા મુક્તિ જાગૃતિ અંગે પોસ્ટર લગાવાયા હતા, અલગ અલગ સ્થળોએ 25 સ્ટેજ ઉભા કરવામાં આવ્યા હતા જેમાં નૃત્યો, સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા જેથી ભાગ લેનાર પ્રત્યોગીનો ઉત્સાહ વધે અને લોકો આનંદ માણી શકે, દોડ દરમિયાન રૂટ પર પાણી, ઠંડા પીણાં, આરોગ્ય સુવિધા, ફિઝીયોથેરાપીસ્ટ, એમ્બ્યુલન્સ સહીતની પુરતી વ્યવસ્થા કરવામાં આવી હતી, રન ફોર જૂનાગઢ માટે અંદાજે 24 હજાર જેટલા લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, ચાર કેટેગરીમાં દોડ યોજાી હતી જેમાં 14 થી 18 વર્ષ, 19 થી 35 વર્ષ, 36 થી 55 વર્ષ અને 56 વર્ષથી ઉપરની વયના એમ ચાર વિભાગોમાં દોડ યોજવામાં આવી હતી, ચારેય કેટેગરીમાં પ્રથમ વિજેતાને 15 હજાર, દ્વીતીય વિજેતાને 10 હજાર અને તૃતીય વિજેતાને 5 હજારનું રોકડ પુરસ્કાર તથા મેડલ આપવામાં આવ્યા હતા.

Image preview

ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી જૂનાગઢની મુલાકાતે હતા, બપોરે તેઓ કેશોદ એરપોર્ટ પહોંચ્યા હતા જ્યાં જૂનાગઢ પોલીસ દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું અને સ્થાનિક નેતાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું, ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પ્રથમ વિસાવદરના ચાંપરડામાં શ્રી બ્રહ્માનંદ વિદ્યાધામ ખાતે પહોચ્યા હતા જ્યાં મનો દિવ્યાંગ બાળકોની શાળા અને નવનિર્મિત પોલીસ ચોકીનું લોકાર્પણ કરવામાં આવ્યું તથા હોસ્ટેલ અને સ્પોર્ટસ કોમ્પલેક્ષનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું,

Image preview

ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતીમાં કૃષિ યુનિ ગ્રાઉન્ડ ખાતે આયોજીત રન ફોન જૂનાગઢ કાર્યક્રમમાં લોકોએ ગુજરાત પોલીસની ડ્રગ્ઝ વિરોધી ઝુંબેશને સમર્થન આપી ઘર ઘર સુધી નશા મુક્તિનો સંદેશ પહોચે તે માટે સંકલ્પ કર્યો હતો, હર્ષભાઈ સંઘવીએ સ્ટેજ પરથી લોકેને પોતાના મોબાઈલની ફ્લેશ લાઈટ ઓન કરવાનું કહીને પોલીસની ઝુંબેશમાં જનસમર્થન સંકલ્પ કરાવ્યો હતો અને તંદુરસ્ત જીવન માટે ડ્રગ્ઝ સામેની લડાઈમાં જનતાની જીત થવાની છે તેમ જણાવ્યું હતું.

Image preview

ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે સાવજ એપ્લીકેશન લોન્ચ કરવામાં આવી જે એપ થકી ગુનેગારોની માહિતી પોલીસને મળી રહેશે અને ગુનાખોડી ડામવામાં પોલીસને મદદરૂપ થશે, સાથે દાદા દાદીના દોસ્ત નામની પોર્ટલ વેબસાઈટનું પણ ગૃહ રાજ્યમંત્રીના હસ્તે લોન્ચીંગ કરવામાં આવ્યું આ પોર્ટલની મદદથી સિનિયર સિટીઝનોને મદદ મળી રહેશે અને વયોવૃધ્ધો સાથે બનતા ગુન્હા અટકાવી શકાશે, સાથે પોલીસ જવાનોના સ્વાસ્થ્ય અને જવાનોને તણાવ મુક્ત રાખવાની ઝુંબેશ ડિજીટલ ડીટોકસનો પણ ગૃહરાજ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો હતો અને જૂનાગઢ પોલીસની કામગીરીને બિરદાવી હતી.

આ  પણ  વાંચો -મુન્દ્રા તોડકાંડમાં પાંચ આરોપી ભાગેડુ જાહેર, વાંચો સમગ્ર અહેવાલ

Tags :
Advertisement

.