Junagadh : વંથલીથી દીપડાનાં 2 બચ્ચાનું કરાયું રેસ્ક્યું
Junagadh : સમગ્ર વિશ્વમાં એશિયાઈ સિંહોના એકમાત્ર ઘર ગણાતું ગીર અભ્યારણ સિંહોની સાથે સાથે અનેક વાણી જીવોનું ઘર ગણાય છે. જુનાગઢ (Junagadh)જિલ્લામાં આવેલા ગીર અભ્યારણ વિસ્તારમાં સિંહોની સાથે દીપડા સહિતના વાણી જીવો પણ અનેક વાર જોવા મળતા હોય છે. ત્યારે જુનાગઢ (Junagadh) ના વંથલીમાં આજે એક બાળ દીપડાનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.
દીપડાનાં બચ્ચાનું રેસ્ક્યું કરાયું
મળતી માહિતી મુજબ, જૂનાગઢ(Junagadh)ના વંથલીમાં દીપડાનાં બચ્ચાનું રેસ્ક્યું કરવામાં આવ્યું છે. વંથલીના વાડી વિસ્તારની ઘટના હોવાનું જાણવા મળી રહ્યું છે. વંથલીના વાડી વિસ્તારમાં દીપડો આવ્યો હોવાની વાત ફેલાતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો અને લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા.
બંને બાળ દીપડા 15ની દિવસ બાદ જોવા મળ્યા
જાણવા મળી રહ્યું છે કે કેરીના બગીચામાં (Leopard) દીપડાના બચ્ચા દેખાતા લોકોમાં ભય ફેલાયો હતો. ગઇકાલે પણ દીપડાના બચ્ચા જોવા મળ્યા હતા જેને રેસ્ક્યૂ કરી વનવિભાગને સોંપી દેવામાં આવ્યા હતા. ત્યારે આજે પણ સતત બીજા દિવસે બાળ દીપડાના બચ્ચાનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. બાળ દીપડા માતા દીપડાથી વિખૂટા પડી ગયા હતા. દીપડાના બચ્ચા મળ્યાની જાણ થતાં વનવિભાગ તુરંત દોડી આવ્યું હતું અને બાળ દીપડાનો કબજો લઈ લીધો હતો. વનવિભાગના જણાવ્યા પ્રમાણે રેસ્ક્યૂ કરવામાં આવેલ બંને બાળ દીપડા 15 દિવસના હોવાનું જાણવા મળી રહ્યું છે. બંને બાળ દીપડાને વનવિભાગની દેખરેખમાં રાખવામાં આવશે.
આ પણ વાંચો - Sabarkantha Madrasa: સાબરકાંઠા ડી.ઓ. એ ત્રણ તાલુકાઓમાં ચાલતી 06 મદ્રેસાઓની તપાસ શરૂ કરી
આ પણ વાંચો - Rajkot : સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયનો વિવાદ યથાવત
આ પણ વાંચો - Bharuch : Mansukh Vasava અને Chaitar Vasava વચ્ચે જામ્યું શાબ્દિક યુદ્ધ