Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Jetpur News: છાનેછપને વેચાતી ચાઇનીઝ દોરીનું ધમધોકાર વેચાણ

Jetpur News: આગામી મકરસંક્રાંતની ઉજવણી માટે જેતપુરમાં પણ અનેક જગ્યાએ પતંગ-દોરીનું વેચાણ શરુ થઇ ગયું છે. પરંતુ જેતપુરમાં લોકોના ગળા અને પક્ષીઓ માટે ઘાતક પુરવાર થતી ચાઇનીઝ દોરીનું છાનેછાપને ધોમધોકાર વેચાણ થઇ રહ્યું છે.  લાગતા વળગતા સત્તાધીશો આ બધું જાણતા...
jetpur news  છાનેછપને વેચાતી ચાઇનીઝ દોરીનું ધમધોકાર વેચાણ

Jetpur News: આગામી મકરસંક્રાંતની ઉજવણી માટે જેતપુરમાં પણ અનેક જગ્યાએ પતંગ-દોરીનું વેચાણ શરુ થઇ ગયું છે. પરંતુ જેતપુરમાં લોકોના ગળા અને પક્ષીઓ માટે ઘાતક પુરવાર થતી ચાઇનીઝ દોરીનું છાનેછાપને ધોમધોકાર વેચાણ થઇ રહ્યું છે.  લાગતા વળગતા સત્તાધીશો આ બધું જાણતા હોવા છતાં આવી કામગીરીની લપમાં ન પડવા માંગતા હોવાનો તાલ સર્જાઈ રહ્યો છે. જેતપુર શહેરમાં આ વખતે ચાઇનીઝ દોરી કોનો ભોગ લે તેવી જાગૃત લોકોમાં દહેશત ફેલાઈ છે.

Advertisement

Jetpur News

Jetpur News

જેતપુરમાં આવી જ વાત સાબિત થઇ રહી છે. રાજકોટ જિલ્લા પોલીસ વડાએ પ્રતિબંધિત કરેલી એટલે કે આવી દોરીનો ઉપયોગ કરવા પર પાબંધીનું જાહેરનામું બહાર પાડ્યું છે. તેવી ઘાતક ચાઇનીઝ દોરીનું માંગ્યા પૈસે વેચાણ થઇ રહ્યું છે. પણ કદાચિત આવી દોરીનો ઉપયોગ કરનાર કે તેમના પરિવારજનો ઉપર પણ ખતરો પેદા થઇ જતો હોવાની વાત ધ્યાને ન લેવાતી હોવાથી ચાઇનીઝ દોરી કોઈના પ્રાણ હરી લેશે તેવી ચિંતા અને ડર જાગૃત લોકોમાં ફેલાયો છે.

Advertisement

Jetpur News

Jetpur News

પૈસા પછી બીજા દિવસે ચાઇનીઝ દોરીની મળે છે ડીલીવરી

જાણકારો કહે છે કે તમારે જેતપુરમાં ચાઇનીઝ દોરી જોઈતી હોય તો આરામથી મળી જાય છે. પણ વેચનારની પોલીસીને તમારે અનુસરવી પડે છે. તેના હેઠળ જુનાગઢ રોડથી અમરનગર રોડ સુધી અને જેતપુર શહેર વિસ્તારમાં આ પ્રકારે પોલીસી છે કે " આજે પૈસા આપો અને કાલે ચાઇનીઝ દોરી મેળવો" ખરેખર જો આ વાત સત્ય હોય તો સંબંધિતોએ પતંગ-દોરી વેચતા વેપારીઓની સધન તપાસ કરીને જો ચાઇનીઝ દોરી પકડાય આકરા પગલા ભરવા જોઈએ તેવી લોકોની માંગ છે.

Advertisement

ચાઇનીઝ દોરીના વેપારીઓને પકડવા જ હોય તો આ રહ્યો ઉપાય

જાગૃત લોકો કહે છે કે, જો આવું વેચાણ અટકાવવું જ હોય અને જેતપુરની પ્રજાને સલામતી બક્ષવી હોય તો શંકાસ્પદ દોરી સાથે પતંગ ઉડાડતા યુવાનો પાસે તંત્રએ પહોંચી જવું જોઈએ. આ પતંગબાજોને કડકપણે સજા કરવામાં આવવી જોઈએ.

અહેવાલ હરેશ ભાલીયા

આ પણ વાંચો: Chhotaudepur Rain: ઉત્તરાયણ સુધી કપાસ ખરીદી બંધ કરવામાં આવી છે 

Tags :
Advertisement

.