Janmashtami : યાત્રાધામ શામળાજીમાં જન્માષ્ટમી ઉજવણી, દર્શન માટે સવારથી જ ભક્તોની ભીડ
દેશભરમાં આજે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે. તો ગુજરાતમાં આવેલા સુપ્રસિદ્ધ મંદિર શામળાજી મંદિરોમાં આજે જન્માષ્ટમીના પર્વની ઉજવણી કરવામાં આવશે. જન્માષ્ટમીના પર્વ પર ધર્મનગરી દ્વારકામાં રંગારંગ ઉજવણી કરવામાં આવશે. જગત મંદિરના સમગ્ર પરિસરને ભવ્ય રોશનીથી શણગારવામાં આવ્યું છે. કાળિયા ઠાકોરના મંગળા દર્શન માટે સવારથી જ ભક્તોનું ઘોડોપૂર ઉમટી રહ્યું છે..
આજે જન્માષ્ટમી પર્વને લઈને યાત્રાધામ શામળાજી ખાતે ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવવા યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યાત્રાધામ શામળાજી ખાતે શ્રીકૃષ્ણ જન્મને વધાવવા મંદિર ટ્રસ્ટ તેમજ ગામના યુવાનો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે મંદિરને લાઈટોની રોશની, આસોપાલવ, કેળ, વાંસના તોરણો બાંધી શણગારવામાં આવ્યું છે. બીજી તરફ જગતના નાથનો જન્મદિવસ ઉજવવા યુવાનો દ્વારા સમગ્ર ગામને આસોપાલવ તેમજ મટકી બાંધી શણગારવામાં આવ્યું છે.
શોભાયાત્રામાં 200 કિલો અબીલ ગુલાલ ઉડાડવામાં આવશે
યુવાનો સમગ્ર ગામમાં 108થી વધુ મટકીઓ બાંધવામાં આવી છે. જન્માષ્ટમીની સવારે યુવાનો દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે. જેમાં હજારો લોકો શોભાયાત્રામાં જોડાશે શોભાયાત્રામાં 200 કિલો અબીલ ગુલાલ ઉડાડવામાં આવશે. સમગ્ર ગામ 'નંદઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકી' અને 'જય રણછોડ, માનખાન ચોર'ના નાદે ગાજી અબીલ ગુલાલના રંગે રંગાઈ ભગવાન જગન નાથના જન્મદિનની વધાવશે.
કાળિયા ઠાકોરજીના દર્શન ભક્તિનું ઘોડોપૂર ઉમટી
તો આ તરફ શામળાજીમાં ભગવાન શામળીયા એટલે કે કાળિયા ઠાકોરજીના દર્શન કરવા માટે આદીવાસી સમાજ અને વૈષ્ણવ સમાજ મોટી સંખ્યામાં ઉમટશે. કાળિયા ઠાકોરના દર્શન આ દિવસે કરવાનુ આદીવાસી સમાજમાં ખૂબ જ મહત્વ છે. જેને લઈ મોટી ભીડ અહીં રાજસ્થાન અને ગુજરાતથી ભક્તો ઉમટશે.
આ પણ વાંચો-JANMASHTAMI : જન્માષ્ટમીની પૂર્વ સંધ્યાએ ડાકોર મંદિર ઝળહળી ઉઠ્યું