Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad : સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સુખાકારી માટે હેન્ડ બેલ્ટનો નવતર પ્રયોગ

Ahmedabad : અમદાવાદ (Ahmedabad )સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) ઇમરજન્સી સારવાર માટે આવતા દર્દીના તકલીફની ગંભીરતાને ધ્યાને લઈ લાલ ,પીળા અને લીલા રંગના બેલ્ટ વિભાજિત કરવામાં આવ્યા. પ્રસુતા અને ઘાત્રી માતા તેમજ નવજાત બાબા અથવા બેબી માટે પણ ગુલાબી અને વાદળી...
ahmedabad   સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સુખાકારી માટે હેન્ડ બેલ્ટનો નવતર પ્રયોગ

Ahmedabad : અમદાવાદ (Ahmedabad )સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) ઇમરજન્સી સારવાર માટે આવતા દર્દીના તકલીફની ગંભીરતાને ધ્યાને લઈ લાલ ,પીળા અને લીલા રંગના બેલ્ટ વિભાજિત કરવામાં આવ્યા. પ્રસુતા અને ઘાત્રી માતા તેમજ નવજાત બાબા અથવા બેબી માટે પણ ગુલાબી અને વાદળી રંગના બેલ્ટ અપાશે. હેન્ડ બેલ્ટની (hand belt) પહેલ આકસ્મિક સારવારને વધું સઘન અને સચોટ બનાવવામાં અસરકારક સાબિત થશે તેવું સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોશીએ જણાવ્યું છે.

Advertisement

વર્ષ 2024 ના પ્રારંભે Ahmedabad સિવિલ હોસ્પિટલના ( Civil Hospital) ટ્રોમા સેન્ટરમાં ઇમરજન્સી સારવાર માટે આવતા દર્દીઓ માટે બેલ્ટ કલર કોડની નવીન શરુઆત કરવામાં આવી છે. આ ઇમરજન્સી સારવાર માટે આવતા દર્દીઓની શારીરિક સ્થિતિ અને રોગની બીમારીની ગંભીરતાને ધ્યાને રાખી લાલ ,પીળો ,લીલો, ગુલાબી અને વાદળી આમ પાંચ પ્રકારના બેલ્ટને વિભાજિત કરવામાં આવ્યા છે. પ્રતિદિન અંદાજિત ૫૦૦ જેટલા દર્દીઓ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે આવે છે.આ ધસારાને પહોંચી વળવા માટે સ્ટાફ સતત ખડેપગે રહે છે.

Advertisement

Advertisement

દર્દીને ક્યા પ્રકારની તાત્કાલિક સારવારની જરૂર

Ahmedabad માં ઈમરજન્સી વિભાગમાં આવેલ દર્દીને ક્યા પ્રકારની તાત્કાલિક સારવારની જરૂર છે એવું નક્કી કરવા આ બેલ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે.હોસ્પિટલમાં આવતા દર્દીને Emergency મેડિસીન વિભાગ દ્વારા તાત્કાલિક એસેસમેન્ટ કરી નક્કી કરવામાં આવશે કે દર્દીને કેટલી ગંભીર ઇજાઓ છે અને કેટલી સઘન સારવારની જરૂર છે.જે દર્દી "અતિ ગંભીર" અવસ્થામાં ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવે છે એમને ઇમરજન્સી મેડિસીન વિભાગ દ્વારા રેડ બેલ્ટ પહેરવામાં આવે છે.જે લોકો "ગંભીર અવસ્થા" માં આવે છે એ લોકોને યલો બેલ્ટ અને જે લોકોની પરિસ્થિતિ સ્ટેબલ હોય એ લોકોને ગ્રીનબેલ્ટ પહેરાવવામાં આવે છે. વધુંમા પ્રસુતા માતાને બ્લુ બેલ્ટ અને જો બાબો હોય તો એને બ્લુ અને જો બેબી હોય તો પિંક બેલ્ટ પહેરાવી બાબો થયો છે કે બેબી તે નક્કી કરવામાં સરળતા રહેશે.

Image preview

બેલ્ટના આધારે કેસ અને એની સિવિયારીટીની તાત્કાલિક ખબર પડે છે

આ બેલ્ટ સિસ્ટમના હિસાબે ઇમરજન્સીમાં આવતા દર્દીને જ્યારે તબીબો પાસે એક સાથે ઘણા દર્દી હોય ત્યારે માત્ર બેલ્ટ જોઈ કેસ અને દર્દીની બિમારીની ગંભીરતા માપી શકે છે અને તાત્કાલિક સારવાર ચાલુ કરી શકે છે .એ જ રીતે આવા દર્દીઓ જ્યારે એક્સ-રે, સોનોગ્રાફી કે સિટી સ્કેન માટે જતા હોય ત્યારે ત્યાંના સ્ટાફને પણ બેલ્ટના આધારે કેસ અને એની સિવિયારીટીની તાત્કાલિક ખબર પડે છે.સિવિલ હોસ્પિટલમાં કામ કરતા કોઈપણ સ્ટાફને દર્દીના કાંડા પર લગાવેલા બેલ્ટ પરથી એની કન્ડિશન વિશે અંદાજો આવી જાય છે અને દરેકે વ્યક્તિ એને તાત્કાલિક સારવાર માટે એલર્ટ બને છે.

સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ રાકેશ જોશી શું  કહ્યું 

સિવિલ હોસ્પિટલ જેવી સંસ્થા જ્યાં આટલા બધા મોટી માત્રામાં લોકો તાત્કાલિક સારવારમાં આવતા હોય છે એવા સમયે આવા બેલ્ટ દરેક હેલ્થકેર વર્કરને ખૂબ જ ઉપયોગી નીવડે છે અને સિરિયસ દર્દીની તાત્કાલિક સારવાર શરૂ કરી દેવામાં આવે છે. દરેક વિભાગ અને હોસ્પિટલ સ્ટાફને કલર કોડ વિશે જાણ કરવામાં આવી છે.સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ રાકેશ જોશી એ આ સંદર્ભે જણાવ્યું હતું કે, આ બેલ્ટ સિસ્ટમથી આકસ્મિક સ્થિતિમા આવતા દર્દીના જીવ બચાવવા અસરકારક સાબિત થશે.નવતર પહેલ છે દરેક લોકોનો દરેક વિભાગનો સાથ સહકાર ખૂબ જરૂરી છે . ટેગ ઇમરજન્સી મેડિસીન વિભાગ દ્વારા લગાવવામાં આવે છે એને નોંધ કરી અને જો દર્દીની સારવાર કરવામાં આવશે તો કદાચ આપણે કોઈ સિરિયસ વ્યક્તિના જીવને ત્વરિત સારવાર આપીને બચાવવામાં સફળતા મેળવી શકીશું.

વિવિધ રંગોમાં વિભાજીત બેલ્ટની વિશેષતાઓ

અતિ ગંભીર દર્દી એટલે કે રેડ ટેગ વાળા દર્દી એવા હોય કે જેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હોય , શ્વાસોશ્વાસ ખૂબ વધારે હોય, બ્લડ પ્રેશર ખૂબ ઓછું અથવા ખૂબ વધારે હોય પલ્સ રેટ ખૂબ ઓછા અથવા ખૂબ વધારે હોય અને આવા દર્દીને જો તાત્કાલિક સારવાર આપવામાં ન આવે તો એના જીવનું જોખમ રહેલું હોય છે આવા દર્દીઓને રેડ ટેગ કાંડા પર લગાવવામાં આવે છે.યલો ટેગ કે ઓરેન્જ એટલે કે ગંભીર દર્દીઓ કે જેને તાત્કાલિક સારવારની જરૂર છે પરંતુ એને હાલ જીવનું જોખમ નથી. હા આવા દર્દીઓને એટેન્શનની ખૂબ જરૂર છે . માટે સારવાર ચાલુ કરી દેવામાં આવશે તો એના જીવનું જોખમ નથી.

ગ્રીન બેલ્ટ એટલે કે એવા દર્દીઓ કે જે તાત્કાલિક સારવારમાં આવે છે પરંતુ એમની કન્ડિશન ખૂબ જ સ્ટેબલ છે . પોતે શ્વાસ લઈ શકે છે , પલ્સ બરાબર છે બ્લડ પ્રેશર પણ 90 થી વધારે છે આવા લોકોને શાંતિથી ઇન્વેસ્ટીગેશન કરી જરૂર જણાય તો દાખલ કરવા અથવા એમને તાત્કાલિક સારવાર આપી અને ઘરે પણ મોકલી શકાય આવા સ્ટેબલ દર્દી કાંડા પર ગ્રીન બેલ્ટ લગાવવામાં આવે છે.પ્રસુતા માતા અને નવજાત પુત્રને બ્લુ બેલ્ટ અને પુત્રીને પિંક બેલ્ટ લગાવવામાં આવે છે . આ બંને બેલ્ટ એના સગાની હાજરીમાં ડિલિવરી થાય કે તરત જ લગાવવામાં આવે છે . જેથી કરીને એવા કોઈ આક્ષેપ ન થાય કે મારા ત્યાં બાળકનો જન્મ થયો હતો બેબીનો જન્મ થયો હતો એવા કોઈ આક્ષેપ ન થાય એટલા માટે સગાવ્હાલાની હાજરીમાં જ આ બેલ્ટ પહેરાવવામાં આવે છે.

અહેવાલ -સંજય  જોષી -અમદાવાદ

આ  પણ  વાંચો  - Rajkot Rural Police ની કૃપાથી IPS નિર્લિપ્ત રાયની ટીમને લોટરી લાગી

Tags :
Advertisement

.