Indian Railway: ભારતનો પ્રથમ હાઈ સ્પીડ રેલ્વે ટ્રેક ગુજરાતના ક્યાં જિલ્લામાં નિર્માણ પામશે ?
ભારતમાં વિકસિત દેશની સરખામણીમાં રેલ્વ ટ્રેકનું નિર્માણ
રાજસ્થાનના ડીડવાના જિલ્લામાં ભારતનો પ્રથમ સૌથી ઝડપી રેલ્વે ટ્રાયલ ટ્રેક બનાવવામાં આવી રહ્યો છે. આ ટ્રેક અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જર્મનીના ટ્રેકની સમાન બનાવવામાં આવી રહ્યો છે. આ ટ્રેકના નિર્માણ સાથે ભારત આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર રોલિંગ સ્ટોક માટે વ્યાપક પરીક્ષણ સુવિધાઓ ધરાવતો પ્રથમ દેશ બનશે. આ ટ્રેક પર હાઈ-સ્પીડ ટ્રેન વંદે ભારત અને રેગ્યુલર ટ્રેન ટ્રાયલ સહિત અનેક પ્રકારના ટેસ્ટ કરવામાં આવશે.
CPRO અધિકારીઓ પાસે આ ટ્રેક નિર્માણની જવાબદારી
આ માહિતી ઉત્તર પશ્ચિમ રેલવે (NWR) ના CPRO અધિકારીએ આપી છે. અધિકારીએ જણાવ્યું કે જિલ્લામાં બનાવવામાં આવનાર રેલવે ટ્રાયલ ટ્રેક આવતા વર્ષે ઓક્ટોબર 2024માં તૈયાર થઈ જશે. આ ટ્રેક લગભગ 60 કિલોમીટર લાંબો હશે. આ ટ્રેક બનાવવાવની અંદાજિત કિંમત 819.90 કરોડ રૂપિયા છે.
આ ટ્રેક પર કઈ ટ્રેન અને કેટલી સ્પીડ પર દોડશે
હાઇ-સ્પીડ ટ્રેન ટેસ્ટ ટ્રેક રિસર્ચ એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઈઝેશન (RDSO) દ્વારા વિકસાવવામાં આવી રહ્યો છે, જે રેલ્વેની તકનીકી જરૂરિયાતોને પહોંચી વળવા માટે એકમાત્ર સંશોધન સંસ્થા છે. આ ટેસ્ટ ટ્રેકનું 50 ટકાથી વધુ કામ પૂર્ણ થઈ ગયું છે. હાઇ-સ્પીડ ડેડિકેટેડ રેલ્વે ટ્રેકમાં 23 કિમી લાંબી મુખ્ય લાઇન, ગુંઠામાં 13 કિમી લાંબી હાઇ-સ્પીડ લૂપ, નવાનમાં 3 કિમીનો ઝડપી પરીક્ષણ લૂપ અને મિથરીમાં 20 કિમી કર્વ ટેસ્ટિંગ લૂપ હશે. આ પરીક્ષણ 220 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેન દોડાવવામાં આવશે.