Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Indian Railway: ભારતનો પ્રથમ હાઈ સ્પીડ રેલ્વે ટ્રેક ગુજરાતના ક્યાં જિલ્લામાં નિર્માણ પામશે ?

ભારતમાં વિકસિત દેશની સરખામણીમાં રેલ્વ ટ્રેકનું નિર્માણ રાજસ્થાનના ડીડવાના જિલ્લામાં ભારતનો પ્રથમ સૌથી ઝડપી રેલ્વે ટ્રાયલ ટ્રેક બનાવવામાં આવી રહ્યો છે. આ ટ્રેક અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જર્મનીના ટ્રેકની સમાન બનાવવામાં આવી રહ્યો છે. આ ટ્રેકના નિર્માણ સાથે ભારત આંતરરાષ્ટ્રીય ધોરણો...
indian railway  ભારતનો પ્રથમ હાઈ સ્પીડ રેલ્વે ટ્રેક ગુજરાતના ક્યાં જિલ્લામાં નિર્માણ પામશે

ભારતમાં વિકસિત દેશની સરખામણીમાં રેલ્વ ટ્રેકનું નિર્માણ

Advertisement

રાજસ્થાનના ડીડવાના જિલ્લામાં ભારતનો પ્રથમ સૌથી ઝડપી રેલ્વે ટ્રાયલ ટ્રેક બનાવવામાં આવી રહ્યો છે. આ ટ્રેક અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જર્મનીના ટ્રેકની સમાન બનાવવામાં આવી રહ્યો છે. આ ટ્રેકના નિર્માણ સાથે ભારત આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર રોલિંગ સ્ટોક માટે વ્યાપક પરીક્ષણ સુવિધાઓ ધરાવતો પ્રથમ દેશ બનશે. આ ટ્રેક પર હાઈ-સ્પીડ ટ્રેન વંદે ભારત અને રેગ્યુલર ટ્રેન ટ્રાયલ સહિત અનેક પ્રકારના ટેસ્ટ કરવામાં આવશે.

CPRO અધિકારીઓ પાસે આ ટ્રેક નિર્માણની જવાબદારી

Advertisement

આ માહિતી ઉત્તર પશ્ચિમ રેલવે (NWR) ના CPRO અધિકારીએ આપી છે. અધિકારીએ જણાવ્યું કે જિલ્લામાં બનાવવામાં આવનાર રેલવે ટ્રાયલ ટ્રેક આવતા વર્ષે ઓક્ટોબર 2024માં તૈયાર થઈ જશે. આ ટ્રેક લગભગ 60 કિલોમીટર લાંબો હશે. આ ટ્રેક બનાવવાવની અંદાજિત કિંમત 819.90 કરોડ રૂપિયા છે.

આ ટ્રેક પર કઈ ટ્રેન અને કેટલી સ્પીડ પર દોડશે

Advertisement

હાઇ-સ્પીડ ટ્રેન ટેસ્ટ ટ્રેક રિસર્ચ એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઈઝેશન (RDSO) દ્વારા વિકસાવવામાં આવી રહ્યો છે, જે રેલ્વેની તકનીકી જરૂરિયાતોને પહોંચી વળવા માટે એકમાત્ર સંશોધન સંસ્થા છે. આ ટેસ્ટ ટ્રેકનું 50 ટકાથી વધુ કામ પૂર્ણ થઈ ગયું છે. હાઇ-સ્પીડ ડેડિકેટેડ રેલ્વે ટ્રેકમાં 23 કિમી લાંબી મુખ્ય લાઇન, ગુંઠામાં 13 કિમી લાંબી હાઇ-સ્પીડ લૂપ, નવાનમાં 3 કિમીનો ઝડપી પરીક્ષણ લૂપ અને મિથરીમાં 20 કિમી કર્વ ટેસ્ટિંગ લૂપ હશે. આ પરીક્ષણ 220 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેન દોડાવવામાં આવશે.

આ પણ વાંચો: GONDAL : રીબડા ખાતે પાટીદાર સમાજ દ્વારા સર્વ જ્ઞાતિઓને સાથે રાખી સંમેલનનું આયોજન, ઉદ્યોગપતિઓ સહિત પાટીદારો મોટી સંખ્યામાં ઉમટ્યા

Tags :
Advertisement

.