Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાતના આ જિલ્લામાં 664 માંથી 359 ગામમાં સરપંચ જ નથી!

Bhavnagar : ભાવનગર (Bhavnagar)જિલ્લામાં 664 ગામો પૈકીના 359 ગ્રામ પંચાયતો સરપંચ વગરની બની છે એટલે કે અહી છેલ્લા બે વર્ષથી ગ્રામ પંચાયતોની ચૂંટણી નહીં થતા ગામોમાં વિકાસના કામો અટવાય ગયા છે વહીવટદાર દ્વારા એક સાથે ત્રણ ચાર ગામોનું શાસન ચલાવવામાં...
ગુજરાતના આ જિલ્લામાં 664 માંથી 359 ગામમાં સરપંચ જ નથી

Bhavnagar : ભાવનગર (Bhavnagar)જિલ્લામાં 664 ગામો પૈકીના 359 ગ્રામ પંચાયતો સરપંચ વગરની બની છે એટલે કે અહી છેલ્લા બે વર્ષથી ગ્રામ પંચાયતોની ચૂંટણી નહીં થતા ગામોમાં વિકાસના કામો અટવાય ગયા છે વહીવટદાર દ્વારા એક સાથે ત્રણ ચાર ગામોનું શાસન ચલાવવામાં આવે છે જેના કારણે વહીવટદાર ગામ લોકોને જવાબ પણ આપતા નથી ગ્રામજનોને સામાન્ય દાખલા કઢાવવા માટે પણ બે ત્રણ મહિના વીતી જાય છે એટલું જ નહીં અનેક ગામો એવા છે કે જ્યાં બે મહિનામાં એક વખત વહીવટદાર કે તલાટી મંત્રી ભાગ્યેજ જોવા મળે છે આવી પરિસ્થિતિમાં ગ્રામ પંચાયતની ચૂંટણી સમયસર નહીં થતા અનેક ગામોમાં લોકો પરેશાન થઈ થયા છે

Advertisement

ગામ લોકો ત્રાહિમામ પોકારી

ભાવનગર (Bhavnagar)જિલ્લામાં કુલ 664 ગ્રામ પંચાયત આવેલી છે જેમાં 305 ગ્રામ પંચાયતમાં સરપંચની ટર્મ યથાવત છે જ્યારે 359 ગ્રામ પંચાયત એવી છે કે જ્યાં વહીવટદારનું શાસન છે આ પરિસ્થિતિમાં ગ્રામજનોની બુલંદ માંગ ઉઠી છે કે વહેલામાં વહેલી તકે ગ્રામ પંચાયતની ચૂંટણી આપવામાં આવે, અનેક ગામો એવા છે કે જ્યાં એક વર્ષથી ગ્રાન્ટો આવી ગઈ છે તે પણ વપરાય નથી વહીવટદારના શાસનથી ગામ લોકો એટલી હદે ત્રાહિમામ પોકારી ગયા છે કે ગ્રામજનોને આ વહીવટદાર જવાબ પણ આપી શકતા નથી ગ્રામજનો જ્યારે સામાન્ય દાખલા કઢાવવા માટે જાય ત્યારે તેમને ધક્કા ખાવા પડે છે જિલ્લામાં તળાજા તાલુકાના ગામો હોઈ કે ભાવનગર તાલુકાના ગામો હોઈ અંદાજે 350  થી ગામો માં સરપંચની ચૂંટણી બે વર્ષ થી થઇ નથી ગામડાઓમાં હાલ વિકાસ ના કોઈ કામો થતા નથી તેમ.લોકો કહી રહ્યા છે

Advertisement

ગ્રામ પંચાયતમાં 2022 બાદ ચૂંટણી યોજાઈ નથી

સામાન્ય રીતે ગ્રામ પંચાયતમાં 2022 બાદ ચૂંટણી યોજાઈ નથી જેથી મોટાભાગની ગ્રામ પંચાયતોમાં તો અલીગઢના તાળા જોવા મળે છે વિકાસની પરિકલ્પના નાનકડા અમથા ગામની થી શરૂ થતી હોય છે પરંતુ મોટા ભાગની ગ્રામ પંચાયતો ની પરિસ્થિતિ આજે એવી સર્જાઈ છે કે ચૂંટણીની થતા ગામનો વિકાસ પણ અટવાઈ ગયો છે સ્થાનિકો ની એક જ માંગ છે કે પહેલામાં આવેલી તકે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવામાં આવે અને સરપંચનું શાસન ફરી વખત સ્થપાય જેથી ગામનો વિકાસ થાય. જિલ્લમાં આવેલ ગ્રામ પંચાયતમાં રસ્તા ,પાણી ની ટાંકી જાહેર શૌચાલય નવી પાણી ની લાઈનો નખવા તેમજ અન્ય સુવિધા માટે નાણાં પાંચ તેમજ સંસદસભ્ય અને ધારાસભ્ય ની ગ્રાન્ટ મળે છે પરંતુ બે વર્ષ થી સરપંચ નહીં હોવાથી કામો ઝડપ થી થતા નથી અને નવા કોઈ કામો તો થતા જ નથી

Advertisement

પ્રાથમિક સુવિધાનો  અભાવ

જિલ્લા ના મોટા ભાગના ગામો કે જેમાં છેલ્લા બે વર્ષથી ચૂંટણી યોજાઈ નથી જેના કારણે ગામની પ્રાથમિક સુવિધાઓ પણ ખોરવાઈ ચૂકી છે ગામમાં રોડ રસ્તા હોય કે પછી પાણીની સમસ્યા હોય તેનો કોઈ નિકાલ પણ આવતો નથી એટલું જ નહીં ગામ લોકોને એ પણ ખબર નથી કે તેમના ગામમાં કોણ તલાટી વહીવટદાર ફરજ બજાવે છે સ્થાનિકો ની માંગ છે કે ચૂંટણી પંચ દ્વારા વહેલામાં આવેલી તકે ગ્રામ પંચાયતની ચૂંટણી આપવી જોઈએ.

આ પણ  વાંચો - Porbandar Highway Accident: યાત્રાળુઓની બસ અને ટેન્કર વચ્ચે કમકમાટી ભર્યો અકસ્માત થયો

આ પણ  વાંચો - VADODARA : મોડે મોડે પાલિકાને કેરીની વખારો યાદ આવી

આ પણ  વાંચો - Gujarat ના CGST કમિશનર Chandrakant Valvi પર જમીન હડપવાનો આક્ષેપ

Tags :
Advertisement

.